છેલ્લા 8 મહિનાથી ભૂલી પડેલી મહિલા ગુવાહાટી થી બેંગલોર અને ત્યારબાદ ગુજરાત આવી પહોંચી, અરવલ્લી જિલ્લામાં આવતા સખી વન સ્ટોપની ટીમ એ મોરચો સંભાળી પરિવાર સાથી મિલન કરાવ્યું
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરમાં મળી આવેલ મહિલાઓ તેમજ ઘરેલુ હિંસાનો ભેગ બનેલ મહિલાઓને રાખવામાં આવતી હોય છે ત્યારે આવી મહિલાઓને તેમના પરિવારજનો સાથે મિલન કરાવવાની પાણ જવાબદારી સખી વન સ્ટોપની ટીમ દ્વારા નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવતી હોય છે. અનેક મહિલાઓને તેમના પરિવાર સુધી પરિવારજનો સુધી પહોંચાડી સરાહનીય કામગીરી કરી છે, જેમાં નવુ પીંછુ ઉમેરાયું છે.
અરવલ્લી જિલ્લાના ‘સખી’ વન સ્ટોપ સેન્ટરમાં આસામની અરવલ્લી જિલ્લામાં આવી પહોંચેલી અને ભૂલી પડેલ મહિલાને લાવવામાં આવી હતી, આ મહિલા છેલ્લા 8 મહિનાથી ઘરેથી નિકળી હતી અને છેલ્લા 14 દિવસ મોડાસા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો. ‘સખી’ વન સ્ટોપ સેન્ટર ના નોડલ અધિકારી અને મહિલા બાળ અધિકારીના માર્ગદર્શન થી પરખ સંસ્થા હિંમતનગર સંચાલિત ‘સખી’ વન સ્ટોપ સેન્ટર, અરવલ્લી દ્વારા તારીખ 8 મે 2022 ના રાત્રીના અરસામાં 181 અભયમ હેલ્પ લાઇન દ્વારા આ મહિલા ને આશ્રય આપવામાં આવેલ હતા, ત્યારબાદ મહિલાને મેડિકલ સારવાર માટે હિંમતનગર સિવિલ ખાતે લઈ જવામાં આવી હતી અને કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. મહિલાનું કાઉન્સિલિંગ કરાતા મહિલા આસામ રાજ્યના કરીમગંજ જિલ્લા ના બારિગ્રામ ના વતની હોવાનું જાણવા મળ્યું. વધુ વિગતો એ પણ મળી કે, મહિલા તેના પતિને શોધવા ઘરેથી નીકળી હતી અને ગુવાહાટી, બેંગલોર ફરતા-ફરતા ગુજરાત આવી પહોંચી હતી.
મહિલાની તમામ વિગતો મળતા જ સખી વન સ્ટોપ અરવલ્લી જિલ્લા દ્વારા આસામ ના વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરી ત્યાંના કેન્દ્ર સંચાલક જોડે વાત કરી મહિલાને આસામ સુધી પહોંચાડવામાં આવી હતી. આસામના સખી વન સ્ટોપનો સંપર્ક કરતા તમામ હકીકત સત્ય હતા અને મહિલા છેલ્લા 8 માસથી ઘરેથી નીકળી ગઇ હતી અને તેના પરિવારમાં આર્થિક સ્થિતિ પણ નહોતી. એટલુ જ નહીં મહિલાના પરિવારજનો કોઇ જ સભ્ય આસામથી ગુજરાતમાં લેવા આવી શકે તેમ ન હોવાથી ‘સખી’ વન સ્ટોપ સેન્ટર ના બે કેસ વર્કર તથા એક મહિલા પોલીસ સ્ટાફ તથા એક પુરુષ પોલીસ સ્ટાફ સાથે રેલવેમાં આસામ ખાતે પહોંચી પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું.