પત્નીએ ગન ખરીદી, પછી ઇન્શ્યોરન્સના 11 કરોડ લેવા પતિની હત્યા કરી

એક મહિલા લેખિકાએ ‘પતિની હત્યા’ કરવાની રીત સમજાવતો બ્લોગ લખ્યો. બાદમાં તેના પતિની હત્યા કરી દીધી. હવે આ કેસમાં મહિલાને દોષિત ઠેરવવામાં આવી છે. જે બાદ તેને આજીવન કેદની સજા થઈ શકે છે.

‘તમારા પતિની હત્યા કેવી રીતે કરવી?’ એવા શીર્ષક સાથે રોમેન્ટિક વાર્તાઓ લખનાર મહિલા લેખિકાએ પોતાના પતિને મારી નાખ્યો હતો. 2018માં તેણે હત્યાને અંજામ આપ્યો હતો. હવે તેણીને તેના પતિની હત્યા માટે દોષી ઠેરવવામાં આવી છે.

71 વર્ષીય અમેરિકન નવલકથા લેખિકા નેન્સી ક્રેમ્પટન બ્રોફી પર સેકન્ડ-ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેણે તેના 63 વર્ષના પતિ અને વ્યવસાયે શેફ ડેનિયલ બ્રોફીની ગોળી મારીને હત્યા કરી હતી. ત્યારબાદ ડેનિયલ્સ ઓરેગોન કલિનરી ઈન્સ્ટિટ્યૂટમાં કામ કરતા હતા.

પોલીસે જણાવ્યું કે ડેનિયલને બે ગોળી વાગી હતી અને વિદ્યાર્થીઓએ તેને મૃત જોયો હતો. ફરિયાદીઓએ દાવો કર્યો હતો કે નેન્સીએ તેના પતિની હત્યા કરી કારણ કે તે 11 કરોડ રૂપિયાની જીવન વીમા પોલિસી મેળવવા માંગતી હતી. ખાસ વાત એ છે કે નેન્સીએ તેના પતિના મૃત્યુના થોડા મહિના પહેલા જ બંદૂક લીધી હતી.

ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ એટર્ની, સીન ઓવરસ્ટ્રીટે કહ્યું કે નેન્સીએ પહેલાથી જ પ્લાન બનાવી લીધો હતો. નેન્સીના વકીલોનો દાવો છે કે તેણે આ બંદૂક તેની નવલકથા માટે ખરીદી હતી. બચાવ પક્ષે દલીલ કરી હતી કે નેન્સી અને તેના પતિ વચ્ચે 25 વર્ષથી વધુ સમયથી પ્રેમભર્યા સંબંધો હતા.

ડેનિયલની હત્યા 2 જૂન 2018ના રોજ ઓરેગોન ક્યુલિનરી ઈન્સ્ટિટ્યૂટમાં થઈ હતી. તે 2006થી ત્યાં કામ કરતો હતો. જ્યારે ડેનિયલના વિદ્યાર્થીઓ તેની પાસે પહોંચ્યા તો તે રસોડાના ફ્લોર પર સૂતો હતો. પરંતુ મૃત્યુના અડધા કલાક પહેલા નેન્સી પણ સંસ્થાની અંદર ડ્રાઇવિંગ કરતી જોવા મળી હતી.બ્લોગ અંગે નેન્સીએ દાવો કર્યો કે તે કાલ્પનિક છે. તેણે કહ્યું- એક સંપાદક આ વાર્તા પર હસશે અને કહેશે કે તમારે વાર્તા પર વધુ મહેનત કરવાની જરૂર છે. આ વાર્તામાં મોટી ભૂલ થઈ છે. આ કેસમાં હવે નેન્સીને આજીવન કેદની સજા થઈ શકે છે. જે અંગેનો નિર્ણય 13 જૂને આવી શકે છે.