મોદી સરકારના 8 વર્ષ પુર્ણ, 31 મેના રોજ વડાપ્રધાન વર્ચ્યુઅલી સંબોધન કરશે

આઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૧મા હપ્તાના નાણાની રાશિ દેશભરના ખેડૂતોના ખાતામાં જમા કરાવશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના આઠ વર્ષ પુર્ણ થઇ રહ્યા છે ત્યારે ત્યારે તા.૩૧મી મેના રોજ વડાપ્રધાન સિમલા ખાતેથી વર્ચ્યુઅલી સંબોધન કરશે.

આઠ વર્ષની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૧૧મા હપ્તાના નાણાની રાશિ દેશભરના ખેડૂતોના ખાતામાં જમા કરાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014માં મુખ્યમંત્રી માંથી વડાપ્રધાન બન્યા, દેશની કમાન સંભાળી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટી કેટલાક જ રાજ્યની અંદર સરકાર બનાવવામાં સફળ રહી હતી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એક પછી એક 15 થી પણ વધુ રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટી એ ભગવો લહેરાવ્યો છે.

આગામી સમયની અંદર પણ ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યની અંદર વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉજવણી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા યોજવામાં આવી રહી છે. કેમકે 2022 થી 23 ની વચ્ચે યોજાનારી વિધાનસભાની અન્ય રાજયોની ચૂંટણીઓ આગામી સમયમાં 2024 માં યોજાનાર લોકસભા ચૂંટણી નો પાયો નાખશે.

નરેન્દ્ર મોદી એક પછી એક રાજ્યો ની જીત મેળવી ભગવો લહેરાવી રહ્યાં છે ત્યારે કોંગ્રેસ શાસિત રાજ્ય પર બીજેપી ની નજર છે જેમાં રાજસ્થાન પણ એમાંનું એક છે. આઠ વર્ષની ઉજવણી દરમિયાન સરકારના મહત્વના કામો લોકો સુધી પહોંચાડવા માટેની કવાયત હાથ ધરવામાં આવશે, તેમજ વિવિધ કાર્યક્રમો પણ આ દિવસે રાજ્યની અંદર કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી વિજય નો ઇનામદ કઈક આ રીતે ઉજવી રહી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.