ગાંધીનગર જઈ રહેલા રાવલ નગરપાલિકાના અધિકારીઓને નડ્યો કાળ, 2ના લીધા ભોગ

રાત્રીના સમયે ગાંધીનગર મિટિંગ માટે જવા નિકળેલા આ આધિકારીઓને રસ્તામાં કાળ નડ્યો હતો.

દ્વારકા જીલ્લામાં ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામ પાસે આવેલ એસ્સાર કંપની પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો. આ કરસ્માતમાં બે વ્યક્તિના મોત થયા છે. જેમાં  મારૂતિ અર્ટીકામાં સવાર રાવલ નગરપાલિકાના ચાર સભ્યો ગાંધીનગર જઈ રહ્યા હતા. આ દરમ્યાન સામે બોલેરો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા. નગરપાલિકાના બે કર્મચારીઓના મોત થયા છે. જ્યારે 2 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે જાણ થતા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, રાત્રીના સમયે ગાંધીનગર મિટિંગ માટે જવા નિકળેલા આ આધિકારીઓને ખંભાળિયા તાલુકાના કજૂરડા ગામ પાસે આવેલ એસ્સાર કંપની પાસે કાળ નડ્યો હતો. આ અકસ્માતમાં ભોગ બનેલા અધિકારીઓમાં ટેક્સ વિભાગના નીતિન કાગડિયા અને સેનિટર ઈન્સપેક્ટર મનોજ સિંગરખિયા હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતની જાણ થતા નગરપાલિકાના પ્રમુખ મનોજ જાવેદ સહિતના અન્ય હોદ્દેદારો હોસ્પિટલે દોડી ગયા હતા. આ અકસ્માતમાં કાળને ભેટેલા બે અધિકારીઓના મોત અંગે જાણ થતા આખા ગામમાં શોકનું મોજૂ ફરી ગયું હતું. તેમજ નગરપાલિકામાં પણ ઘેરો શોક જોવા મળી રહ્યો છે.