વોટ્સએપ યુઝર્સ માટે સારા સમાચાર છે. હવે ડિજીલોકરને વોટ્સએપ પર પણ એક્સેસ કરી શકાશે. આ ફીચરની મદદથી યુઝર્સ ડિજીલૉકર એકાઉન્ટ બનાવવા સિવાય PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને અન્ય દસ્તાવેજો સીધા જ WhatsApp પર ડાઉનલોડ કરી શકે છે.
હવે યુઝર્સ પોતાના ફોનમાં ઓફિશિયલ ડોક્યુમેન્ટ્સ ડાઉનલોડ કરી શકશે. આ માટે તેમને DigiLocker એપ્લિકેશન અથવા વેબસાઇટને ઍક્સેસ કરવાની જરૂર રહેશે નહીં. યુઝર્સે આ માટે MyGov હેલ્પડેસ્ક ચેટબોટની મદદ લેવી પડશે.
MyGov હેલ્પડેસ્ક અને વોટ્સએપએ મળીને ડિજીલોકરની આ સેવા આપી છે. WhatsApp પર DigiLocker સેવાને ઍક્સેસ કરવા માટે તમારે પહેલા +91-9013151515 નંબરને સેવ કરવો પડશે.
આ પછી તમારે આ નંબર પર DigiLocker લખીને WhatsApp કરવું પડશે. યુઝર્સ તેના પર નવું એકાઉન્ટ પણ બનાવી શકે છે. જો તમારી પાસે પહેલેથી જ DigiLocker એકાઉન્ટ છે તો તમે તેને આધાર નંબર દ્વારા એક્સેસ કરી શકો છો.
તમારા રજિસ્ટર્ડ આધાર નંબર પર OTP આવશે જેના દ્વારા તમે એકાઉન્ટ વેરીફાઈ કરી શકો છો. DigiLockerની આ સેવા સાથે તમે ફોન પર PAN કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, ધોરણ 10 ની માર્કશીટ, ધોરણ 12 ની માર્કશીટ જેવા દસ્તાવેજો પણ ડાઉનલોડ કરી શકો છો.
તમને જણાવી દઈએ કે MyGov હેલ્પડેસ્ક સેવા વર્ષ 2020માં શરૂ કરવામાં આવી હતી. આના દ્વારા, COVID-19 ડોક્યુમેન્ટ પણ ડાઉનલોડ કરી શકાય છે. હવે આના પર તમને DigiLockerની સેવા પણ મળશે.