પોરબંદર કલેકટર કચેરીની આંતરીક બદલીઓ ન થવામાં કારણભૂત કોણ ? વગ કે ઢીલાશ!!

પોરબંદર જીલ્લા વહીવટીતંત્રમાં આંતરીક બદલીઓની તાતી જરૂરીયાત હોવા છતાં પણ જીલ્લા કલેકટર અને અધિક જીલ્લા કલેકટર કોના આદેશની રાહ જોતા હશે ? ગ્રામ્ય મામલતદાર કચેરીમાં મેજી શાખામાં ફરજ બજાવતા નાયબ મામલતદાર આરોપીઓને જામીન આપવાના મામલે ભયંકર લાપરવાહીઓ દાખવતાં હોવા છતાં, તંત્ર મુકપ્રેક્ષક છે ? ખુદ જીલ્લા કલેકટરના અંગત મદદનીશ ખાણોના વ્યવસાયમાં લિપ્ત છે પરંતુ તંત્ર મુકપ્રેક્ષક ? હોમશાખામાં ફરજ બજાવતાં અને પૂર્વે કલેકટરના અંગત મદદનીશ કાનફુસણીઓ માટે પ્રખ્યાત અને હોમશાખામાં સરાસર મનમાની ચલાવે છે, છતાં પણ તંત્ર મુક ? પુરવઠા શાખા, જીલ્લા એડીએમ શાખામાં પણ કેટલીક ભયંકર ક્ષતિઓ અવારનવાર સમક્ષ આવતી હોવા છતાં તંત્ર મૌન ? ત્યારે પોરબંદરને વર્ષો બાદ માનવીય અને ઈમાનદાર કલેકટર મળ્યા હોય, મોટાભાગના અખબારો તથા પત્રકારો આ બંને કલેકટરોનું ધ્યાન તંત્રમાં રહેલ સડા તરફ દોરી ચુક્યા હોવા છતાં પણ તંત્ર મૌન ? આખરે આંતરીક બદલીઓ કરવામાં કોઈ આંતરીક ડર કારણભૂત છે કે ઇચ્છાશક્તિનો અભાવ ? એ સમજવામાં આંતરીક બદલીઓ ન થવાની અસર ઈમાનદાર કર્મચારીઓમાં અતિ ગંભીર પડે છે, નામ નહીં છાપવાની શરતે કેટલાંક ઈમાનદાર કર્મચારીઓ કહે છે કે કલેકટર શર્મા સાહેબ એ હદે લાગણીશીલ છે કે અમોને ડર છે કે સાહેબ એનાં કાર્યકાળમાં એનાં હાથ નીચે રોકડી કરી લેતા કર્મીઓને, લાપરવાહી તેમજ મનમાની કરતા કર્મચારીઓને ક્યારેય ઓળખી પાડશે કે કેમ ? અત્રે ઉલ્લેખનીય એ પણ છે કે ત્રણ વર્ષમાં ચાર કલેક્ટરો બદલાય ગયા પરંતુ આંતરીક બદલીઓ ૨૦૧૬ થી થઈ શકી નથી, આ બાબતે વગદાર કર્મચારીઓનો પ્રભાવ કામ કરે છે કે અધિકારીઓની ઢીલાશ? એ ભલે સીધી નજરે કળી ન શકાય પરંતુ વાસ્તવિકતા ને બંને કલેકટર મહોદય સીવાય બધા જ કર્મચારીઓ જાણે છે એનો ઈન્કાર કરી ન શકાય.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.