કાંધલ જાડેજા, હકુભા, વસોયાની જીત પાકી, સૌરાષ્ટ્રમાં ભાજપનું ધોવાણ, કોંગ્રેસ માટે તકો આસાન

AB2News & Verdict Reaserch દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં સ્ફોટક તથ્યો બહાર આવી રહ્યા છે, સૌરાષ્ટ્રમાં ૫૨ સીટમાંથી ભાજપને માત્ર ચાર સીટો મળી રહી છે, જેમાં દ્વારકા, જામનગર ગ્રામ્ય, રાજકોટ-૧ અને ભાવનગર શહેર સિવાયની સીટો ભાજપ ઉમેદવારો માટે ફીટ ન હોવાનું અથવા તો ભાજપના ઉમેદવાર હારતાં હોવાનું તારણ નીકળે છે. દ્વારકામાં પબુભા, જામનગર ગ્રામ્યમાં હકુભા તથા રાજકોટ ભાવનગરમાં ક્રમશ જનરલ ઉમેદવાર વિજયી થઈ શકશે.

વધતી મોંઘવારી અને બેરોજગારી ઉપરાંત સૌરાષ્ટ્રના સમુચા વિકાસમાં ‘કલ્પસર’ યોજના બાબતે ભાજપ લોકોને ઉલ્લુ અથવા તો ખુદ ભાજપના આકાઓ કોઈ અદ્રશ્ય શક્તિઓના દબાવમાં હોવાના તારણો જાણવા મળી રહ્યા છે, સૌરાષ્ટ્રની અન્ય ૪૮ સીટોમાં કુતિયાણામાં કાંધલ જાડેજા, ઉપલેટામાં લલિત વસોયા, પોરબંદરમાં અર્જુન મોઢવાડીયા, જૂનાગઢમાં ભીખાભાઇ જોશી, દ્વારકામાં પબુભા, જામનગર ગ્રામ્યમાં હકુભા જેવા ઉમેદવારો કોઈપણ બેનર હેઠળ લડે તો હોટ ફેવરીટ હોવાનું જાણવા મળી રહ્યું છે, જામ ખંભાળિયામાં વિક્રમ માડમ હોટ ફેવરીટ છે પરંતુ જો ઇસુદાન ગઢવી ત્યાંથી ઉમેદવારી કરે તો પરીણામ ઉલટફેર થવાની પુરી સંભાવનાઓ છે, ભાજપ જો અહીં પાલા ભાઈ કરમુર અથવા વીરા ભાઈ મોરીને મેદાનમાં ઉતારે તો ઇસુદાનની જીત જામ ખંભાળિયામાંથી થવાની સંભાવનાઓ પ્રબળ છે, જામનગર શહેરમાં ભાજપ વસુ ત્રિવેદીને ઉતારે અને સામે કોંગ્રેસ વિક્રમ માડમ ને ઉતારે તો કોંગ્રેસની જીત પાકી છે, વિશ્લેષકોનું માનીએ તો કોંગ્રેસ આ વખતે વિક્રમ માડમને બે સ્થળે ઉમેદવાર તરીકે ઘોષિત કરે તેવી સંભાવનાઓ છે.

જામ ખંભાળિયામાંથી ભીખુભાઇ વારોતરીયાને કોંગ્રેસ ટીકીટ આપે તો ઇસુદાન ગઢવી માટે જીત આસાન નથી, આ કારણોસર દ્વારકા અને જામનગર શહેરની બેવડી ઉમેદવારી વિક્રમ માડમને મળે એવી કોંગ્રેસની રણનીતિ હોવાની સંભાવના છે. સૌરાષ્ટ્રની ૫૨ સીટો પર ભાજપની કારમી હાર હાલ મતદારોના મુખે ચર્ચાઈ રહી છે. જાણવા મળતી માહિતી અનુસાર ભાજપ પચાસ જેટલા ચાલુ ધારાસભ્યોની ટીકીટ કાપવાના મૂડમાં છે, જેમાં પોરબંદરના બાબુભાઇ, રાઘવજી પટેલ સહિતના ઉમેદવારોને ટીકીટ મળવાની સંભાવના ઓછી છે, ભારતીય જનતા પાર્ટી એક આંતરીક સર્વે કરાવી ચુકી છે અને એને મળેલા તથ્ય અનુસાર સૌરાષ્ટ્રમાં ભાજપ તાકાત લગાવે તો પણ પરીણામ નહીવત હોવાનું ખુદ ભાજપ જાણે છે.

જ્યારે કોંગ્રેસની મુસીબત આ વખતે આમ આદમી પાર્ટી છે, કોંગ્રેસ આપ સાથે ભાગીદારી કરે તેવી શક્યતાઓ ઓછી છે પરંતુ આપ આ વખતે ગુજરાતમાં મત કટાઉ પાર્ટીનો રોલ નિભાવવાની છે જેમાં સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને તો ગુજરાતમાં ભાજપ માટે એ ચિંતાનો વિષય છે, જાણવા મળતી એક માહિતી અનુસાર કોંગ્રેસ આ વખતે ક્રોસીંગ ઉમેદવાર મેદાનમાં ઉતારશે જે કોંગ્રેસના બેનર તળે નહીં હોય પરંતુ જો આપ કોંગ્રેસના મત કાપે તો આવા ક્રોસીંગ ઉમેદવાર ભાજપના મત કાપે અને તો કોંગ્રેસના ઉમેદવારને જીત મળી જાય આ અંગે કોંગ્રેસ ક્રોસીંગ ઉમેદવાર તરીકે ભલભલા નેતાઓને જનતાની નજરમાં ટીકીટમાં અન્યાયની ભૂમિકા ભજવે તેવી સંભાવનાઓ જોવાઇ રહી છે.

આમ સૌરાષ્ટ્રની સીટો આ વખતે કોંગ્રેસ માટે હોટ ફેવરીટ સીટો છે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને લડાયક નેતા જગદીશ ઠાકોરનો પ્રભાવ ગુજરાતમાં પડી જાય તો કોંગ્રેસ માટે પાંખી બહુમતીના આસાર છે, પરંતુ ગુજરાતમાં કોંગ્રેસનો ખેલ બીએસપી અને એઆઈએમાઈએમ બગાડે તેવી સંભાવનાઓ ખુદ કોંગ્રેસના નેતાઓ પણ માની રહ્યા છે. તો ભાજપ માટે અનુમાન કરાયેલો ૧૫૦+ નો આંક મેળવવો આસાન નથી, ભાજપની જ બી ટીમ મનાતી આપ જરૂરથી વધુ ગુજરાતમાં ફેલાઈ ગઈ છે અને આ બંબોઈ કોંગ્રેસના નુકશાન માટે વધુ અને ભાજપ માટે ફાયદાકારક રહેશે એ અનુમાનો ખોટા સાબિત થઈ રહ્યા છે, આપ સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને અને ગુજરાતમાં ભાજપને નુકશાન સમાન પહોંચાડી રહી છે, જો કે ખંભાળિયા અને ગુજરાતમાં એકાદ બે સિવાય આપણે બે અંકોની જીત મળવી મુશ્કેલ છે પરંતુ આપ આ વખતે વોટ કટાઉ પાર્ટીની ભૂમિકામાં જાણી જોઈને રહેવા માંગે છે એનું કારણ છે આમ આદમી પાર્ટીને જલ્દીથી રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મેળવવો છે, પંજાબ, દિલ્હીમાં બહુમત અને ગુજરાતમાં જો એને એક કરોડની અંદર, હરિયાણામાં પણ એ જ અનુમાન અને રાજસ્થાન, મધ્યપ્રદેશના મળીને આપને દેશના ૬% મતો રાષ્ટ્રીય દરજ્જા માટે મેળવવા પડે, જે હાલ ૩.૯% થાય છે. આ હિસાબે આપ ૨.૧% મત માટે આંધળુંકીયા કરવાની સ્થિતિમાં છે. એટલે આપ ગુજરાત ચૂંટણીમાં બે થી પાંચ સીટ મેળવી જાય એ અશક્ય છે.

ગુજરાતમાં ચાલી રહેલા સર્વેક્ષણના data હજુ બની રહ્યા છે પરંતુ હાલ ૨૦૧૭ માં કોંગ્રેસે ૮૭ અને ભાજપે ૯૫ સીટો મેળવી હતી એ મૂલ્યાંકન આગળ વધીને કોંગ્રેસ માટે દસ સીટના તફાવતને મૂલવી રહી છે જે હાલ સૌરાષ્ટ્ર સિવાય કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ છે. તો ભાજપ પણ બહુમતી માંડ માંડ મેળવે તેવી હાલની સ્થિતિ છે, વધુ સ્પષ્ટ પરીણામો ઉમેદવારો ઘોષિત થાય, સમીકરણો સેટ થાય પછી કહી શકાય પરંતુ હાલ ૨૦૧૭ માં આવેલા પરીણામમાં એકાદ બે ટકાનો તફાવત જાણવા મળી રહ્યો છે.