સૌરાષ્ટ્રની દસ વગદાર અને લોકમુખે રહેલી હસ્તીઓ

સૌરાષ્ટ્રની દસ વગદાર અને લોકમુખે રહેલી હસ્તીઓ કે જેને દર “સો” માંથી સાતમો માણસ આસાનીથી ઓળખે છે તથા એના અનુભવો વર્ણવી શકે છે.

૧) કુંવરજી ભાઈ બાવળિયા: રાજકીય
૨) પૂનમબેન માડમ: સામાજીક વગ
૩) ડોકટર પ્રકાશભાઈ મોઢા: આરોગ્ય/સારવાર
૪) ઇન્દ્રનીલ રાજ્યગુરુ: ધનાઢય
૫) જયેશ રાદડીયા: કોઓપરેટીવ/બેન્કો
૬) વી. એચ. કનારા: વકીલાત
૭) જીજ્ઞેશભાઈ કાલાવડીયા: પત્રકાર
૮) ભીખુભાઇ વારોતરીયા: દાન સખાવત
૯) કિશોરભાઈ ગણાત્રા: પત્રકારીતા/પ્રીન્ટ
૧૦) દીક્ષિત ઠકરાર: ઇલેક્ટ્રીક મીડીયા

AB2News અને Verdic રીસર્ચ દ્વારા હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં સૌરાષ્ટ્રના શક્તિશાળી, વગદાર, લોકો માટે તત્પર અને સ્વંયનું પ્રભુત્વ ધરાવનાર દસ લોકોની યાદી તૈયાર થઈ છે, અનેક લોકો, નેતાઓ, સામાજીક અગ્રણીઓ, વકીલો, ડોક્ટરો, પત્રકારો અને સહકારીતા સાથે લગભગ ૩૫૦ નામો શરૂમાં ચાલ્યા હતા, જેમાંથી કેટલાંક નામો યા તો જીલ્લા કે વિસ્તાર પૂરતા સીમિત રહી ગયા હતાં અને આખરે એ દસ નામો ઉભરી આવ્યા છે જે સૌરાષ્ટ્રની ત્રીજયાના સંપૂર્ણ વર્તુળમાં વર્ચસ્વ ધરાવે છે. જેમાં રાજકીય વગદાર અને કદાવર નેતા તરીકે કોળી સમાજના અગ્રણી અને પૂર્વ કેબીનેટ મંત્રી તેમજ હાલના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળિયાનું નામ મોખરે રહ્યું છે, બીજા ક્રમાંકે જામનગરના સાંસદ પૂનમબેન માડમનું નામ ઉભરી આવ્યું છે, ત્રીજા નંબરે ગોકુલ હોસ્પીટલના પ્રકાશભાઈ મોઢા કે જેઓ વિશ્વ કક્ષાના મનોચિકિત્સક છે તેમનું નામ ઉભરી આવ્યું છે, સૌરાષ્ટ્રમાં ધનાઢય ઘણાં બધાં છે પરંતુ સર્વેમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ ભાઈ રાજ્યગુરુનું નામ આખરી પાયદાન સુધી ચાલીને ચોથા ક્રમાંકે ઉભરી આવ્યું હતું, પાંચમા ક્રમાંકે સ્વર્ગવાસી વિઠલભાઈ રાદડીયાના નકશેકદમ ચાલતા તેમના પુત્ર અને ધોરાજીના જયેશભાઇ રાદડીયાનું નામ ઉભરી આવ્યું હતું, છઠ્ઠા ક્રમાંકે બાહોશ વકીલ અને કન્યા કેળવણી સાથે સંકળાયેલા વજશીભાઈ કનારાનું નામ અંતિમ પડાવ સુધી ચાલીને છઠ્ઠા ક્રમે સ્થીર થયું હતું, સાતમા ક્રમાંકે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિના અધ્યક્ષ અને ચક્રવાત દૈનિકના માલિક/તંત્રી તેમજ નાનામાં નાના પત્રકાર સાથે વણાયેલા જીગ્નેશભાઈ કાલાવડીયાનું નામ મોખરે રહ્યું હતું, આઠમા ક્રમાંકે ગુજરાત કોંગ્રેસના ઉપપ્રમુખ અને સખાવતી દાનેશ્વરી તરીકે ભીખુભાઇ વારોતરીયાનું નામની સૌરાષ્ટ્ર પંથકમાં બોલબાલા છે, નવમા ક્રમાંકે અકિલા સાંધ્ય દૈનિકના માલિક/પ્રકાશક અને Live સમાચારથી સૌરાષ્ટ્રવાસીઓમાં તેમનું નામ મોખરે છે, જ્યારે દસમા ક્રમાંકે જુદા જુદા અનેક ઇલેક્ટ્રીક મીડીયાના સંવાદદાતા, જોખમી સમાચારો, મુલાકાતો અને સંપર્કો સહિત નાની ઉંમરમાં વધુ લોકોને કામ આવતા અને મૂળ પોરબંદરના તથા પ્રવાસી પત્રકાર દીક્ષિત ઠકરારનું નામ સૌરાષ્ટ્રના લોક હૈયે છે.

સર્વેક્ષણનો સેમ્પલ ટેસ્ટ ત્રણ ટકા data અને સૌરાષ્ટ્રના કેટલાંક મુખ્ય શહેરોને સમાવીને લેવામાં આવ્યા હતાં, જેમાં સરકારી ઓફીસ બહારના અરજદારો, મુલાકાતીઓ, હોસ્પિટલમાં દર્દીઓના મુલાકાતીઓ, જાહેર માર્ગોના શ્રમિકો તથા કમનસીબે ફૂટપાથને પોતાનું ઘર બનાવીને વસતા લોકો આ સર્વેનો મુખ્ય આધાર હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.