પ્રોફેશનલ પર્સનલ મિક્ષલાઈફ એ સરકારી કામકાજનો સડો છે

પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને મિક્ષ કરી અજ્ઞાત અરજદારો પર રોફ જમાવતાં સરકારી નોકરિયાતોને સબક શીખડાવવા જરાય આગળ ન આવતા લાખો સામાજીક કાર્યકર્તાઓ આજે આ ભૂલને દુઃખી હૃદયે સ્વીકારે છે, સરકારની લાપરવાહી અથવા જાતે વાહવાહી મેળવવાની પ્રવૃત્તિ, લેધર કરન્સીથી પોતાને તૃપ્ત માનતા કેટલાંક અધિકારીઓની ચુપકીદીનું પરીણામ છે કે મોટાભાગના સરકારી કર્મચારીઓ મનસ્વીતાનું પ્રદર્શન ખુલ્લેઆમ કરી શકે છે. ઉપરથી સરકાર આવા કર્મચારીઓની શાન ઠેકાણે લાવવા “વર્ક ટુ ફ્રોમ” સીસ્ટમ લાવવા મથે છે પરંતુ જ્યાં સુધી સમસ્યાની નાળ પારખવામાં ન આવે ત્યાં સુધી સમસ્યાનું નિરાકરણ કેવી રીતે આવે ? આ દિશામાં સરકાર કશું વિચારતી જ નથી. જીલ્લા કક્ષાએ દર મહિને અથવા તો ત્રણ મહિને વિભાગના વડા દ્વારા સ્ટાફ મીટીંગનું આયોજન થતું હોય છે, પહેલાં આવા આયોજન મુક્ત ચર્ચાનો ભાગ હતા જે હવે એકતરફી આદેશોનો ભાગ બની ગયો છે. પુરુષ અને મહિલા કર્મચારીઓના સાથે કામ કરતા હોવાની આડઅસર એ પડી છે કે તેમાંથી મોટાભાગના કર્મચારીઓનું ચરિત્ર દિનબદીન ક્ષીણ બનતું જાય છે, આવું નિમ્ન કક્ષાનું ચરિત્ર એ ઉપરના અધિકારીઓની ચુપકીદી માટે લેધર કરન્સીનો ભાગ બનતો જાય છે, નિઃસંદેહ આ હરકત સાથે મળીને કામ કરતા દરેક લોકોની અંગત બાબત છે પરંતુ એ બાબતનો પ્રભાવ જ્યારે કામગીરી પર પડે છે ત્યારે એનો દુષ્પ્રભાવ સરકારી કામકાજ પર પડે છે, આથી ઈમાનદાર અને મજબૂત ચરિત્ર ધરાવતા અધિકારીઓએ એવી કોઈક નીતિ અખત્યાર કરવી જ રહી જેમાં કર્મચારીઓને એ તાલીમ કે જાણકારી મળે કે દરેક માણસની પર્સનલ લાઈફ અલગ મહત્વ ધરાવે છે અને પ્રોફેશનલ પણ અલગ મહત્વ ધરાવે છે ત્યારે તે કોઈપણ સંજોગોમાં મિક્ષ ન થાય કેમકે આખરે તો સરકારી ઓફીસ જનતાના કામકાજનું પવિત્ર સ્થળ છે, કોઈના રંગરેલીયા મનાવવાનું પીકનીક પોઇન્ટ નથી. ચરિત્રમાં લકવો લાગેલો હોય તેવા કર્મચારીઓ પાસે વધુ કલાકોમાં વધુ કામની અપેક્ષા એ જાણ્યે અજાણ્યે આવા નિમ્ન લોકોને અંગતપળો માણવાનું કારણ બનતું જાય છે એ આ સમસ્યાની નાળ છે.