New India ના પ્રણેતા, રચયીતા અને કર્તાધતા લોકલાડીલા નરેન્દ્રભાઈ મોદીની સરકારે એડમિનિસ્ટ્રેશનની બદલેલી વ્યાખ્યામાં ગતાગમ વિનાના સુધારણાઓની સહુથી મોટી સાઈડ ઇફેક્ટ એ સામે આવી રહી છે કે એડમિનિસ્ટ્રેશનમાં બેઠેલા કલેક્ટરો, પોલીસ અધિક્ષકો, સચિવો, ડાયરેક્ટરો અને વિભાગોના વડાઓ એના તાબાના કર્મચારીઓ પર પગલાં ભરતા રીતસરનો ડર મહેસુસ કરે છે, લોકતંત્રનો ચોથો સ્તંભ પત્રકાર આલમ છે અને છાસવારે આ આલમ પાસે આવા આલા અધિકારીઓ એની વ્યથા સંભળાવે છે કે અગાઉ અખબારોમાં સમાચાર પ્રસિદ્ધ થતાં જ તુરંત કાર્યવાહી કરવાની જે સત્તા આવા અધિકારીઓની હતી એ હવે ધાર વિનાની થઈ ગઈ છે, આધાર પુરાવાઓ હોય તો પણ પગલાં લેતા ડરતા અધિકારીઓ ઓફલાઇન એમ કહેતા જરાયે નાનપ અનુભવતા નથી કે “કોર્ટ કાર્યવાહી કરો અને કોર્ટ આદેશ કરશે તો જ પગલાં ભરી શકાશે” અમને માફ કરો અમે લાચાર છીએ. અનેક કિસ્સાઓ એવા પણ નજરે ચડે છે જેમાં પ્રેસવાર્તા સંબોધિત કરતા અધિકારીઓ તેની આસપાસ ગોઠવાયેલા કર્મચારીઓ તરફ ત્રાંસી આંખે જોઈ જોઈને જાણે કે એઓ તેમાના કોઈ કર્મચારીના તાબામાં હોવાનું તેની બોડી લેંગ્વેજ પરથી વર્તાય છે. આમ નવી સિસ્ટમથી અધિકારીઓમાં પેસી ગયેલો ડર ઉડાડવાનો એક જ ઉપાય છે, લોકજાગૃતિ અને લોકો જો જાગૃત નહીં બને તો આ ડર લોકો સુધી ફેલાતો કોઈ રોકી પણ નહીં શકે, જો કે ભારતના લોકતંત્રનો પ્રાણ ન્યાયપાલિકાઓમાં હજુ ધબકે છે પણ પરંતુ એ ધબકારા સાંભળવા ન્યાયપાલિકા સુધી પહોંચવું અત્યંત આવશ્યક છે, ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અગાઉ સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓના હાથમાં હતી તેવા એડમિનિસ્ટ્રેશનની રૂટીન કામગીરીઓ હવે કોર્ટના આદેશો પર નિર્ભર બની ગઈ હોવાનું નકારી શકાય નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાના તાબાના કર્મચારીઓ પર ગર્જના સુદ્ધા નહીં કરી શકતા મહાનુભાવો પ્રેસવાર્તામાં ઓનલાઈન ગર્જના કરતા નજરે પડે છે અને ઓફલાઇન ‘મ્યાંઉ’, આજથી પચાસ વર્ષ પહેલાં IAS, IPS બનવા થનગનતા વિદ્યાર્થીઓમાં સીસ્ટમમાં બદલાવ લાવવાનો એક અભરખો હતો જે આજના IAS, IPS માં ન બરાબર છે.