સ્વરૂપવાન મહિલા પોલીસે IPS અધિકારીઓને મોહી લીધા, પતિ તેનાથી ડરે છે

IPS અને વહીવટદારોને મોહી લેનાર સ્વરૂપવાન કોન્સ્ટેબલથી પતિ ભયભીત, માથાભારે પોલીસ કોન્સ્ટેબલ પત્નીથી મને બચાવો, પતિની ન્યાય માટે રજૂઆત, વહીવટદારો સાથે રંગરેલિયા મનાવતી પત્ની તેમનો ઉપયોગ પતિને ધમકાવવા કરે છે.

અમદાવાદ શહેર પોલીસ બેડામાં સ્વરૃપવાન મહીલા કોન્સ્ટેબલ છેલ્લા કેટલાક સમયથી ચર્ચાના કેન્દ્રમાં છે. આઈપીએસ અધિકારીઓ અને વહીવટદારોને પોતાના રૂપથી મોહી લેનાર સ્વરૃપવાન મહીલા કોન્સ્ટેબલથી તેનો પતિ હેરાન છે. પૂર્વ વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી આ મહીલા કોન્સ્ટેબલનો દબદબો એટલો છે કે, પોલીસ ઈન્સ્પેક્ટરો પણ ફફડતા રહે છે. વહીવટદારો સાથે રંગરેલીયા મનાવતી અને આઈપીએસ અધિકારીઓની ખાસ મનાતી આ મહીલા કોન્સ્ટેબલ પતિને મારમારતી હોવાની અને પોતાના બોયફ્રેન્ડ એવા વહીવટદારો પાસે ધમકીઓ અપાવે છે. માથાભારે કોન્સ્ટેબલ પત્નીથી ભયભીત પતિએ પોલીસ કમિશનર ઓફીસમાં લેખિત અરજી કરીને પોતાને બચાવી લેવા માટે અરજ કરી છે.

પોલીસ ખાતામાં ભરતી થયા બાદ પત્ની પોતાના કહ્યામા ન હોવાનો ઉલ્લેખ કરતાં પતિએ લેખિત અરજી કરી છે. જે મુજબ કોન્સ્ટેબલ પત્નીના શહેરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બે થી ત્રણ જેટલા વહીવટદારો સાથે સુંવાળા સબંધો છે. આ ઉપરાંત કેટલાક આઈપીએસ અધિકારીઓનો તેણે ભરોસો કેળવ્યો છે. મહીલા કોન્સ્ટેબલ પત્ની વહીવટદારો સાથે રંગરેલીયા મનાવતી હોવાનો રેકોર્ડીંગ પૂરાવા પોતાની પાસે આવ્યો હતો. આ બાબતે પત્નીને કંટ્રોલમાં કરવાનો પોતે પ્રયાસ કર્યો પણ સફળતા મળી ન હતી. ઘરમાં ઝઘડા વધી જતા ખુદ પત્નીએ અરજદાર પતિને મારમારવાનું શરૂ કર્યું તેમજ પત્નીના પ્રેમી વહીવટદારો અવારનવાર આવીને પોતાને ધમકી આપતા હોવાનું પણ અરજદારે જણાવ્યું હતું.

આમ, પોતાની જાનને પત્ની અને તેના પ્રેમીઓથી જોખમ લાગતા ન્યાય માટે પતિએ અરજી કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહીલા કોન્સ્ટેબલથી તેનો પતિ એક જ ફફડે છે તેવું નથી અનેક પોલીસ ઈન્સ્પેક્ટરો પણ ફફડાટ અનુભવે છે. આ કોન્સ્ટેબલ પોલીસ સ્ટેશનમાં ચાલતી અતથી ઈતી સુધીની તમામ વિગતો અનેક આઈપીએસ અધિકારીઓ પાસે પહોંચાડી તેઓનો વિશ્વાસ કેળવી ચુકી છે. જેના પગલે મહીલા કોન્સ્ટેબલ સામે પડવાની કોઈ હીમંત કરતું નથી. આઈપીએસ અધીકારીની મહેરબાનીથી પોલીસ કેસમાંથી બચી ગયેલી આ કોન્સ્ટેબલે સજાના ભાગરૃપે થયેલી બદલી કેન્સલ કરાવી પોતાની ઈચ્છા મુજબના પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર પણ લીધી હતી.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

તમારા વિસ્તારના ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.