ભલે પધાર્યા ઓમિક્રોન, તમે માસ્ક પેરી રાખજો અમે એરપોર્ટ ખુલ્લા રાખીશું

ખાળે ડુચાં અને દરવાજા મોકળા રાખવાની પરંપરા આ દેશની તમામ સરકારોની વિશેષતા રહી છે, કેવળ કોવિડ-19 ના કેસમા જ નહિ, પણ હંમેશા આ દેશમા પાસપોર્ટનું રાજ ચાલ્યુ છે. આ દેશમા પાસપોર્ટ હાવી રહયો છે અને પરિણામે દંડાય છે, રેશનકાર્ડ આધારકાર્ડ અને વોટિંગ કાર્ડ.

બેંકમાં પાસબુક બને એ પહેલા ખરબોની લોન લેનારા દેશભકતો (!) પોતાનો પાસપોર્ટ અને પોતાનું ખાસ એરપોર્ટ તૈયાર રાખતા હોય છે.. દેશની એરલાઇન્સ વેચી ખાધા પછી પણ, દેશમાં સૌથી મોંધું (અદાણીની ડિઝાઇન અને સ્વપ્ના સમું) એરપોર્ટ નિર્માણાધિન છે, જ્યાં સવાલો વધારે તેવા, ‘ઉત્તર’ પ્રદેશમાં, આ વાત જ સાબિત કરે છે કે રેશનકાર્ડ ઉપર પાસપોર્ટ કેટલું વર્ચસ્વ ધરાવે છે. આપણા દેશના બસમથકો ગમે તેટલા તુટલા ફુટલા હોય, આપણા એરપોર્ટ ચકાચક હોવા જોઈએ.

લોન લઇને ભાગનાર માટે અને વિદેશમાંથી ઇમ્પોર્ટેડ કોરાના લઈ આવનારા માટે આપણા મોંધા (અને આપી દેવાયેલા) એરપોર્ટ એમને વિશિષ્ટ સેવા પ્રદાન કરે છે..

તમે માસ્કથી તમારૂ મ્હો બંધ રાખો, અમે અમારા એરપોર્ટ ખુલા રાખીશુ.. તમે ખાલી તમારા હાથને સેનેઈટાઝ વડે ધુઓ, આર્થિક રીતે તમને પગથી માથા સુધી નવડાવા માટે અમે કટિબધ્ધ અને પ્રતિબધ્ધ છીએ.

આ પોસ્ટ લખવાનું કારણ થોડું સુવાળું થોડું મખમલી છે થોડુ રૂમાની (આત્મીય) છે, સાંભળ્યું છે કે, તમે 200 કરોડ જેવી મામૂલી રુપરડી માટે જેકલીન ફર્નાન્ડીઝને દુબઈ જતા રોકી? હવે બધી અભિનેત્રી કંગનાની જેમ બધાને રાજી રાખવાનું કે ખુશ કરવાનુ ન પણ જાણતી હોય, એને મુંબઈ ખાતે આવેલા ‘અદાણી’ એરપોર્ટ ઉપર રોકવામાં આવી.

આ દેશમા કોરોના પણ પાસપોર્ટની પાંખે આવ્યો અને લાખો રેશનકાર્ડને ખાઈ ગયો, આગંતૂક એમિક્રોન પણ વાયા એ રૂટ ઉપરથી જ આ વિશાળ જંબુદ્રિપે પધાર્યો છે.

આ દેશની સીમાઓ જેટલી વિશાળ છે તેટલાં આપણા સત્તાધીશોના મન મોકળા છે, જેથી નાકકટ્ટા આતંકવાદીઓ વિસ્ફોટકો સાથે ગમે ત્યારે ધુસી શકે, લોનધારકો મંત્રીઓ સાથે ફેરવેલ પાર્ટી કરી બધા જુના હિસાબ સરભર કરી વિદેશ ભાગી શકે. કોરોના અને એમિક્રોન બીન રોકટોક આવી શકે..

હું આ શબ્દો કાગળ પર મારા અતિપ્રિય રેશનકાર્ડની હાજરીમાં લખી રહ્યો છું, અમે બંને ધ્રુજી રહ્યા છીએ પણ અમારા ધ્રુજવાના કારણો અલગ અલગ છે. (બાય ધ વે, જેકલિન શ્રીલંકન મૂળની  નાગરિક છે અને ઈસાઈ છે, ઘણીવાર આટલા કારણો પણ પુરતા હોય છે) ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.