સ્ત્રી તરફ અનાયાસે જોઈ લેનાર કે તાકી તાકીને સ્ત્રીધન નિહાળનાર પુરુષોને હવસખોરની શ્રેણીમાં બાકીના પુરુષો અને સ્ત્રીઓ મુક્તા આવ્યા છે.
સ્ત્રીને નિહાળવી અને આખરે પ્રાપ્ત કરવી એ યાત્રા ખૂબ લાંબી અને ખર્ચાળ હોય છે, સ્ત્રી અને પુરુષ એકમેક માટે બન્યા છે જે સ્ત્રીઓ પણ સારી રીતે જાણે છે અને પુરૂષો પણ.
સ્ત્રીઓ શૃંગાર ધારણ કરે છે અને એ શૃંગાર સરેઆમ એટલા માટે જ તો હોય છે કે એને કોઈ સરાહે, કોઈ એની પ્રશંસા કરે, કોઈ તેને બિરદાવે, કોઈ તેને સ્વીકારે. સામે પક્ષે પુરુષોને શૃંગાર તો અધિક કરવા નથી પડતા પરંતુ દેહસૌંદર્ય નિખારવું પડે છે, vકટ છાતી, મજબૂત બાંધો, આકર્ષક મસલ્સ ઇત્યાદિ, ત્યારે માત્ર પુરુષ જ હવસખોર કેમ ? જયારે વાસ્તવિકતા જ એ છે કે સ્ત્રી પુરુષ માટે અને પુરુષ સ્ત્રી માટે એકમેક છે, કોઈપણ દેશ હોય કે કોઈપણ વ્યવસ્થા હોય કેવી સ્ત્રી કેવા પુરુષને મેળવવા ચાહે છે અને કેવો પુરુષ કેવી સ્ત્રીને મેળવવા ચાહે છે એના ધારાધોરણો સ્વયંભૂ છે, છતાં પણ ક્યારેક કોઈ નાની બાળકી પર બળાત્કારની ઘટના જાણવા મળે ત્યારે અનહદ દુઃખ થાય છે, આ દુઃખ બધાને થતું હશે પરંતુ આવું થાય છે કેમ !! એ ચિંતન ભાગ્યે જ કોઈને થતું હશે. પત્રકાર હોવાના નાતે મેં આવા અસંખ્ય કેસોમાં સંશોધન કર્યું છે, ભોગ બનનાર અને ભોગ બનાવનારની મુલાકાતો કરી છે અને એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આવું થાય કેમ ? નિઃસંદેહ નાની બાળકી કે જે સેક્સ માટે હજુ તૈયાર પણ નથી તેને સેક્સનું વિજાતિય પાત્ર બનાવવું એ અપ્રાકૃતિક છે. આના માટે જવાબદાર શિક્ષણનો અભાવ તો છે જ છે પરંતુ તેવડું જ જવાબદાર કારણ છે આ વિષયની ચર્ચાનો અભાવ.
એક પ્રશ્ન સ્વંયને કરો કે ભારત/પાકિસ્તાનને છોડીને આવા અપ્રાકૃતિક સેક્સ અન્ય કોઈ દેશમાં જાણવા મળ્યા છે, ખરા ? આ બેચાર દેશો સિવાય અન્ય દેશોમાં શાળામાં સેક્સની સમજણ આપતા, લાભહાની દર્શાવતા શિક્ષણનો સમાવેશ છે. એમાં શું ખોટું છે અગર જો આ શિક્ષણનો સમાવેશ ભારતમાં પણ કરી લેવામાં આવે તો ? કમસેકમ જાણકારીના અભાવે હવસખોર શબ્દ ભારતમાંથી નાશવંત જરૂર કરી શકાય. ૨૦૦૯ માં UPA સરકારે સેક્સ એજ્યુકેશનને શિક્ષણમાં સમાવેશ કરવા પર વિચારણા કરી હતી પરંતુ મજબૂત વિપક્ષના કારણે તેઓ તેને લાગુ કરાવી શક્યા નહીં તેમજ NDA સરકાર તો આવા વિષયો ઉપર ખુદ જ પુખ્ત નથી.