અમરેલીના યુવાને બનાવ્યું એવું ટ્રેકટર જે માત્ર ૧૮ રૂપિયામાં ખેતરમાં ૧૦ કલાક સુધી કામ કરી શકશે

પેટ્રોલ અને ડીઝલના ભાવ દિવસે દિવસે વધી રહયા છે અને આ વધતા ભાવના લીધે સૌથી વધુ તકલીફ ખેડૂતોને પડી રહી છે. ખેડૂતોને સૌથી મોટો ખર્ચ ટ્રેકટરનો થઇ રહ્યો છે.

ડીઝલના ભાવ વધતા હવે ખેડૂતોની ખેતી પણ મોંઘી થઇ ગઈ છે. ત્યારે આજે અમે તમને એક એવા ટ્રેકટર વિષે જણાવીશું કે જે તમને મોંઘા ખર્ચની ચિંતામાંથી છુટકારો અપાવી દેશે.

આ નાનું એવું ઇલેક્ટ્રિક ટ્રેકટર છે. જેને ઇલેટ્રીક સનેડો નામ આપવામાં આવ્યું છે. આ ટ્રેકટર એટલું સસ્તું પડશે કે ફક્ત ૧૮ રૂપિયા ખર્ચ કરીને આ ટ્રેક્ટર પર ૧૦ કલાક કામ કરી શકો છો.

આ ટ્રેક્ટરને અમરેલીના શેડુભાર ગામના વંદિત ભાઈ નામના યુવકે બનાવ્યું છે. તેમને વધતા જતા ડીઝલના ભાવથી ખેતી ખુબજ મોંઘી બની રહી છે.તો વંદિત ભાઈએ આ સમસ્યાના નિવારણરૂપે ઇલેક્ટ્રિક ટ્રેકટર બનાવવાનું નક્કી કર્યું અને વંદિત ભાઈ આ ઇલેક્ટ્રિક ટ્રેકટર બનાવવામાં સફળ રહ્યા.

તેમના દ્વારા બનાવેલું ઇલેક્ટ્રિક ટ્રેકટર મોટા ટ્રેકટર દ્વારા થતા બધા જ કામ કરી શકે છે. એ પણ ફક્ત ૧૮ રૂપિયામાં. ડીઝલ ટ્રેકટર દ્વારા કઈ કામ કરો તો સામાન્ય રીતે ૧૦૦૦ રૂપિયા જેટલો ખર્ચ થતો હોય છે. તેના મુકાબલામાં આ ટ્રેક્ટર એટલું જ કામ ફક્ત ૧૮ રૂપિયામાં કરશે. આ ટ્રેકટર અવાજ પણ નથી કરતુ અને આ ટ્રેકટરની કિંમત ૨ લાખ રૂપિયા રાખવામાં આવી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.