ડો.આંબેડકરે ખરેખર કર્યું શું, અનામત આપી ? વાંચવા લાયક લેખ !!

ડો.આંબેડકરે ખરેખર કર્યું શું, અનામત આપી ? મોટા ભાગના લોકોને આંબેડકરજીનો એટલો જ પરિચય છે. બંધારણ દિવસે થોડો સમય લઇને નીચેના વાક્યો વાંચો. તમારો અભિગમ બદલાશે.

 • હિન્દૂ કોડ બિલ લખી મહિલાઓને અધિકાર આપ્યા.
 • વર્કિંગ વુમન માટે મેટરનીટી રજા ની જોગવાઈ કરી.(અમેરિકા ઇંગ્લેન્ડ જેવા દેશોમાંય આ જોગવાઈ આપણાથી 15 વર્ષો બાદ થયેલી)
 • કામ કરવા પર મહિલાઓને પણ પુરુષ સમાન જ વેતન મળે એ જોગવાઈ.
 • પિતાની સંપત્તિમાં પુત્રીને પણ પુત્રની સમાન જ હક આપ્યો.
 • સ્ત્રીઓને તેમની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવાનો તથા છુટ્ટાછેડાનો અધિકાર.
 • બાળ મજૂરી પ્રતિબંધિત કરી.
 • ભારતની પ્રથમ ‘જળનીતિ’ બનાવી.
 • વેઠપ્રથા ‘નાબૂદ કરી, મજૂરોનું કલ્યાણ કર્યું.
 • રિઝર્વ બેન્ક બનાવવામાં, તેના ઘડતરમા યોગદાન.
 • હીરાકુંડ ડેમ, ભાખરા ડેમ, દામોદર ડેમ, વગેરે પરિયોજનાઓ એમના દ્વારા સૂચવવામાં આવેલી.
 • આઝાદી મળી એ પહેલા જ અંગ્રેજો પાસે સતત માંગણીઓ કરી કામ ના કલાકો – working hours – 12 માંથી 8 કરાવ્યા.
 • સેન્ટ્રલ ટેક્નિકલ પાવરબોર્ડની સ્થાપના કરી.
 • કોલસાની ખાણોનો પ્રોજેક્ટ તેમના દ્વારા જ સુચવાયો. તેમણે ત્યારેજ બિહાર અને મધ્યપ્રદેશ ને ચેતવ્યા હતા અને આદિવાસીઓ માટે અલગ રાજ્ય બનાવવા સૂચન કરેલું. એના 45 વર્ષ પછી છત્તીસગઢ અસ્તિત્વમા આવ્યું.
 • શિક્ષકોને સૌથી વધુ પગાર આપવા ભલામણો કરી.
 • કોલસા જેવા પરંપરાગત ઉર્જા સ્ત્રોતોને બદલે જળ વિદ્યુત અને સૌર ઊર્જા જેવા બિનપરંપરાગત ઉર્જાસ્ત્રોતોને વિકસાવવા સૂચન કરેલું.
 • પોતાના જીવનકાળ દરમિયાન સતત અભ્યાસ કર્યો, 30 થી વધુ ડિગ્રીઓ મેળવી. વિદેશ જઇ અર્થશાસ્ત્ર માં phd કરવા વાળા પ્રથમ ભારતીય. પીવાના પાણી માટે સત્યાગ્રહ કરનાર વિશ્વના પ્રથમ અને એકમાત્ર વ્યક્તિ.
 • તિરંગામા અશોકચક્ર તેમના સૂચનથી જ રખાયું હતું.
 • જગપ્રસિદ્ધ કોલંબિયા યુનિવર્સિટી મા તેમની આત્મકથા આજે પણ ટેક્સ્ટ બુક તરીકે ભણાવાય છે તથા યુનિવર્સિટીએ તેમને પોતાના બેસ્ટ મા બેસ્ટ વિદ્યાર્થી ઘોષિત કર્યા છે.
 • તેમને 9 ભાષા આવડતી તથા તેઓએ જગત ના લગભગ તમામ ધર્મો નો અભ્યાસ કરેલો.
 • ભારતનું સંવિધાન લખવામાં મુખ્ય ભૂમિકા – બંધારણ ના પિતા. જાતિવાદ વિરુદ્ધ જીવનના અંત સુધી લડયા. કરોડો બહિષ્કૃત લોકોના તારણહાર.
 • થોડા સમય પહેલા ભારતે બાંગ્લાદેશ સાથે જમીનની આપ-લે કરી. આપણા અમુક પ્રદેશ બાંગ્લાદેશ ને આપ્યા તથા એમના આપણે લીધા. આવુ કરવાનું સૂચન આંબેડકરે છેક 1951 માં કરેલું. પણ ત્યારની સરકાર ન માનતા એ પ્રદેશો હંમેશા વિવાદ મા રહેલા.

  જો હજુ આગળ લખવામાં આવે તો એક બુક બને એમ છે. તેમણે આખું જીવન સંઘર્ષમા વિતાવ્યું, પોતાની પત્ની તથા પુત્રોના મૃત્યુ, પૈસાની અછત, ભેદભાવ અને અપમાનો વચ્ચે પણ તેમણે અભ્યાસ ચાલુ રાખ્યો. એક માનવી પોતાના જીવનમાં વેઠી શકે એ તમામ દુઃખો તેમણે સહ્યા, અને એક માનવી જેટલી હાસિલ કરી શકે એટલી સફળતા પણ એમણે હાસિલ કરી.

 • માત્ર પછાત વર્ગ જ  નહીં પણ તમામ ભારતીયો માટે એમનું જીવન આદર્શ છે. કોઈ એક વર્ગ કે વ્યક્તિઓના નહીં બાબાસાહેબ આખા દેશરાષ્ટ્રના છે દરેક ભારતીયને તેમના પર ગર્વ હોવો જોઈએ..

  ક્યારેક સમય લઈને આંબેડકરને વાંચશો તો એમ થશે જાણે એક નવા જ વિશ્વ માં તમે પ્રવેશી ગયા હોવ. સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે એમ જ બાબા સાહેબ. ને સમજવા પહેલા જ્ઞાની બનવું પડે…

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.