સરકાર (જનતા) ના નાણાંનો વેડફાટ, RTE કૌભાંડ

RTE ના રૂપકડા નામ હેઠળ સક્ષમ વાલીઓનાં બાળકો ખાનગી શાળામાં મફત શિક્ષણ મેળવે છે, જ્યારે ગરીબોના બાળકો સરકારી શાળામાં ?

સુપ્રીમકોર્ટના આદેશને અનુસરી સરકારશ્રી દ્વારા ખાનગી શાળાઓમા ૨૫% બાળકોને વિના મૂલ્યે ધોરણ ૧ થી ૮ સુધી શિક્ષણ આપવામાં આવે છે અને જેતે ખાનગી શાળાઓને નિયમોને આધીન સરકાર દ્વારા ફીનું ચુકવણું કરવામાં આવે છે ત્યારે ગરીબવર્ગના બાળકો આનો મહત્તમ લાભ લે તે સરકારશ્રીનો ઉદ્દેશ છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી આનો સક્ષમ વાલીઓ ગેરલાભ લેતા થયા છે, દરેક સક્ષમ વાલીઓ યેનકેન પ્રકારે જેતે મોટી મોટી નામાંકીત શાળાઓ માજ પ્રવેશ લેતા થયા છે તે પણ વિનામૂલ્યે, આ માટે જેતે વાલીઓ ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી આર્થિક રીતે સક્ષમ હોવા છતાં જેતે નામાંકીત ખાનગી શાળાઓમા વિનામૂલ્યે પ્રવેશ મેળવી લે છે, જ્યારે ખરા હકદાર ગરીબ વિદ્યાર્થીઓને આ લાભ નહિવત મળતો જોવા મળે છે, ઉપરાંત કેટલાક સામાન્ય રાજકીય વગ ધરાવતા હોય તેવા વાલીઓ આર.ટી.ઈ. હેઠળ પ્રથમ રાઉન્ડમાં મોટી શાળાઓમા પ્રવેશ ના મળતા, બીજા ત્રીજા રાઉન્ડમાં જે પણ સામાન્ય શાળામાં આર.ટી. ઈ. હેઠળ બેઠક ખાલી હોઈ તે પસંદ કરી પ્રવેશ મેળવી લે છે અને પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયાના બીજા દિવસથી જ શાળા ફેર માટે કાર્યવાહી શરૂ કરી દે છે અને પ્રથમ જેતે શાળા સંચાલક પાસે noc મેળવવા દબાણ કરેછે અને જરૂર પડ્યે ધાક ધમકી કે રાજકીય દબાણ લાવેછે અને ત્યારબાદ ખોટા મેડિકલ સ્થળાંતરના ખોટા દસ્તાવેજી પુરાવા ઉભા કરી દરખાસ્ત કરે છે, ત્યારબાદ જેતે શિક્ષણ વિભાગના અધિકારી કર્મચારી પર દબાવ લાવી પોતાનો હેતુ સિદ્ધ કરે છે, જ્યારે ખરા લાભાર્થી વિદ્યાર્થીઓ લાભથી વંચિત રહ્યાના અનેક દાખલાઓ જગજાહેર છે ત્યારે સરકાર આ બાબતે ગંભીર રીતે વિચારી ખરા અર્થમાં આ યોજનાનો હેતુ બર આવે માટે અને ગરીબ બાળકોને આનો પૂરો લાભ મળે તે માટે એક ખાસ RTE લાભાર્થી વિદ્યાર્થીસેલની રચના કરી જિલ્લા વાઇઝ સક્ષમ અધિકારી (પોલીસ અધિકારી સહિત) ની નિમણુક કરી પૂરતો સ્ટાફ ફાળવી આ કામગીરી થશે તો જનતાના ટેક્સના નાણાંની અબજો રૂપિયાની ગ્રાન્ટ ખરા અર્થમાં શિક્ષણનો સેવાયજ્ઞ બની રહેશે, જનતાના ટેક્સના નાણાં આર.ટી. ઈ. ના રૂપકડા નામ હેઠળ વેડફાટ કરવાનો કોઈ અધિકાર નથી.

સોહેલ સિદ્દીકી (જૂનાગઢ)