ભાણવડ કોંગ્રેસનું જન જાગરણ અભિયાન

આજરોજ ભાણવડ નગરપાલિકાના ટાઉનહોલમાં GPCC ના અધ્યક્ષ અમિત ચાવડા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના માર્ગદર્શન સૂચના મુજબ જન-જાગરણ અભિયાન સદસ્યતા સભ્ય નોંધણી ઝુંબેશ બાબતે ભાણવડ તાલુકા શહેર કોંગ્રેસના કારોબારી સભ્યો અને જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સદસ્યો અને ભાણવડ શહેર કોંગ્રેસ ના હોદેદારો, નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, શાસકપક્ષ નેતા, કોર્પોરેટરો અને કોંગ્રેસના હોદેદારો કાર્યકરો હજર રહ્યા હતા, કાર્યકરો અને હોદેદારોને દેવભૂમિ દ્વારકાના પ્રભારી અને ધારાસભ્ય વિક્રમભાઈ માડમ જિલ્લા પંચાયત સદસ્ય કે ડી કરમુરે ઉપસ્થિત રહી ને જન-જાગરણ અભિયાન અને  સદસ્યતા નોંધણી કરવા માટે માર્ગદર્શન આપેલ હતું પ્રમુખ ધરણાંતભાઈ આંબલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ ભરતભાઈ વાઘેલા, તા.પંચાયત પ્રમુખ માલદેભાઈ રાવલિયા નગરપાલિકા પ્રમુખના સચિવ મુનાભાઈ જોશી, કોંગ્રેસ પ્રવક્તા ગિરધરભાઈ વાઘેલા કોંગ્રેસ અગ્રણી સુમરા સાહેબ અને અન્ય તમામ હોદેદારો એ હાજરી આપેલ હતી આભાર વિધી પૂર્વ ચેરમેન આરોગ્ય સમિતિ દેવભૂમિ દ્વારકા રામસીભાઈ મારુએ કરેલ હતી, કારાભાઈ ચાવડા રબારી, દેવજીભાઈ નકુમ, ઉમરભાઈ સમાં, મુશાભાઈ હિંગોરા, સુભાષભાઈ રાડીયા, ઇમરાનભાઈ ગઢકાઈ, બાલુભાઈ હુણ રબારી, કાસમભાઈ હિંગોરા, મગનભાઈ સિહોરા, વરવાભાઈ ગોજીયા, દિનેશભાઇ કનારા, કાલિદાસ સાપરિયા, ભરતભાઈ ચૌહાણ, રમેશભાઈ મારુ સહિતના મહેમાન આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.