ભારત બંધ બૌ કર્યા હિંમત હોય તો કુરિવાજો બંધ કરાવો તો ખરા

હમણાં એક લગ્નપ્રસંગે મામેરાની વિધિ વખતે મામેરું વધાવતી એક બેનની આંખોમાંથી આંસુ પડતા હતા. કારણ એ હતું કે આ બહેનના ભાઈ મામેરામાં જે લાવ્યા હતા એના કરતાં ઘણું વધારે બીજી બહેનોના ભાઈઓ લાવ્યા હતા. બહેનને આંસુ એટલે નહોતો આવ્યા કે ભાઈ ઓછું લાવ્યો છે પણ એ એટલે રડી રહી હતી કે બીજી બાઈઓ એના ભાઈનું સામાન્ય મામેરું જોઈને મજાક ઉડાવતી હતી.

મને લાગે છે કે આ મામેરાની વિધિ પિયરીયાની આર્થિક પરિસ્થિતિનું પ્રદર્શન બની ગયું છે. જેને પોસાતું હોય એ ભલે આપે એની સામે વાંધો નથી પણ જે માંડમાંડ જીવન નિર્વાહ કરતા હોય એનું જાહેરમાં અપમાન કરવાની આ પરંપરા બંધ થવી જોઈએ. કોઈ એક જ ભાઈને ચાર-પાંચ બહેનો હોય તો એ બાપડાની શુ દશા થતી હશે એ તો બિચારો એ જ જાણે.

બહેનને કંઈ આપવું હોય તો ગુપ્ત રીતે ના આપી શકાય ? જાહેરમાં ઢંઢેરો પીટીને આખા ગામને બતાવવાની શુ જરૂર ? સમય પ્રમાણે કેટલીક પરંપરાઓ બદલવાની જરૂર છે. મામેરું વધાવવાની વિધિને તિલાંજલિ આપીને ગરીબ બાપની દીકરીના આશીર્વાદ લેવા જેવા છે અને એના ભાઈનું જાહેર અપમાન બંધ કરાવવા જેવું છે.

ભારત બંધ અને ગુજરાત બંધના આંદોલનો તો બહુ કર્યા ચલોને સૌ સાથે મળીને હવે મામેરું બંધ કરાવવાનું આંદોલન કરીએ. ખરેખર અસંખ્ય બહેનોના છુપા આશીર્વાદ મળશે…

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.