પોરબંદરમાં સરકારી કર્મચારી, પ્લોટ/ક્વાર્ટર ફાળવણીમાં વ્હાલાદવલાની નીતિ

વ્હાલાદવલાની નીતિમાં રેવન્યુ/મહેસુલ વિભાગના કર્મીઓનું લોબિંગ તેમજ મનમાની ચાલતી હોવાની આશંકા

પોરબંદર જીલ્લામાં સરકારી કર્મચારીઓને પ્લોટ ફાળવણી અંગે અવારનવાર વિષય ચર્ચાના ચકડોળે ચડે છે, પરંતુ સરકારી વિભાગના અન્ય કર્મચારીઓ સામે રેવન્યુ અને મહેસૂલના કર્મીઓ ભારે પડતાં હોવાની આશંકાઓ વચ્ચે વિષય દબાઈ જાય છે. ત્યારે દબાઈ જતાં વિષય માટે સવાલ જરૂર ઉભરી આવે કે પસંદગીના ધોરણો, લોબિંગ કરાવવા માટે રેવન્યુ વિભાગમાં કોઈ રીશ્વત લેતું હશે, ખરું?

નિવૃત શિક્ષકો કે અન્ય વિભાગના નિવૃત કર્મચારીઓએ પ્લોટ મેળવવા રેવન્યુ વિભાગની ભલામણો માટે રીતસર લોબિંગ કરવું પડતું હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે દસેક વર્ષ અગાઉ જીલ્લા સેવાસદન આસપાસ ફાળવવામાં આવેલા પ્લોટમાં જો તપાસ કે સમીક્ષા કરવામાં આવે તો વ્હાલાદવલાની નીતિ અંગેની આશંકાઓનું નિરાકરણ થઈ આવે ત્યારે દસ વર્ષ બાદ મનઘડત પ્લોટ ફાળવણી કરીને સંતુષ્ટ થવાને બદલે હજુ પણ આવી પ્રવૃત્તિ બેરોકટોક ચાલતી હોવાની ચર્ચા ખુદ ચર્ચામાં છે.

પોરબંદર કલેકટર કચેરીના સામાન્ય વહીવટ વિભાગની માહિતી એવું જણાવે છે કે પાછલાં ત્રણ મહિનાથી કે ઘણાં વધુ સમયમાં કોઈને ક્વાર્ટર ફાળવવામાં આવ્યા નથી, જ્યારે અમારી પાસે આવેલી અને વહીવટ વિભાગ પાસે ઉપલબ્ધ માહિતી એવું જણાવે છે કે આ સમયગાળા દરમ્યાન ત્રણ ક્વાર્ટર ફાળવવામાં આવ્યા છે, આશંકનો સવાલ એ ઉઠે કે વહીવટ વિભાગ સાચો હોય તો તેમની જાણકારી બહાર ફાળવવામાં આવેલા ત્રણ ક્વાર્ટર કોની સંમતિથી ફાળવવામાં આવ્યા હશે ? આવું જ પ્લોટ બાબતે પણ છે. સેવાસદન આસપાસ જીલ્લા પંચાયતના ચારેક જેટલાં કર્મચારીઓને મિલીભગતથી પ્લોટ ફાળવવામાં આવ્યા હોવાની એક સાર્વજનિક આશંકા છે, આ બાબતે જે તે વખતે એક એવા કરતબને અંજામ આપવામાં આવ્યો છે, જેને સાંભળીને સામાન્ય માણસ પણ હેરતમાં આવી જાય, જાણકારી મળી છે કે નિયમાનુસાર તત્કાલીન પ્લોટ પંચાયતના કર્મીઓને ફાળવવામાં આવી જ ન શકે તેથી જે તે વખતે જીલ્લા પંચાયતના પાંચ જેટલાં કર્મીઓને રેવન્યુ વિભાગે ડેપ્યુટશન પર લીધા હતા અને કેટલાંક વર્ષ ચાલેલા આ ડેપ્યુટશનમાં મિલીભગતથી સમ્મીલિત જે તે પંચાયત કર્મીઓને પ્લોટ ફાળવવાના હોય શકે તેને ફાળવી દેવામાં આવ્યા હોય, સુનિયોજીત કરતબ મુજબ ડેપ્યુટશન પૂર્ણ થતાં લાવવામાં આવેલા પંચાયત કર્મચારીઓ મૂળ સ્થાને પરત થઈ ગયા અને આ રીતે પંચાયતના એતે કર્મીઓને પસંદગીના પ્લોટ ફાળવી દેવામાં આવ્યા હોય,

જુદા જુદા વિભાગના કેટલાંક કર્મીઓને આ બાબતે રીતસરનો એતરાઝ તો હશે, પરંતુ રેવન્યુના કર્મીઓ સામે તેમની કારી ફાવતી ન હોવાથી આવા એતરાઝ અંગે સમસમી જવા સિવાય તેઓ કશું ઉકાળી શકતા નથી, ખરેખર જો પાછલાં દસ વર્ષમાં પ્લોટ અને ક્વાર્ટર ફાળવણીની સમીક્ષા કરવામાં આવે તો આવા અનેક કરતબી કૌભાંડો સપાટી પર ઉછળી આવે તેમ છે, આ અંગે કેટલાંક RTI એક્ટિવિસ્ટ પણ માહિતી અધિકાર તળે કેટલીક માહિતી એકઠી કરીને આવા કર્તબોને ઉજાગર કરવાના અવસરની રાહ જોઇને બેઠાં છે, તો પ્લોટ ફાળવણીમાં અન્યાય સહન કરીને જેતે સમયે મળેલા પ્લોટથી અસંતુષ્ટ કર્મચારીઓ પણ ટાપીને બેઠા છે, પરંતુ તેઓની સામે પહાડ જેવડો સવાલ એ છે કે આવી સમીક્ષા કરાવે કોણ અને કરે કોણ ? કેમકે સરકાર ચૂંટણી લડવાના કામમાં, આયોજનમાં વ્યસ્ત છે અને આલા અધિકારીઓ ચૂંટણી પહેલાં પસંદગીની જગ્યાએ વહેલાસર બદલી પામીને પહોંચી જવાના હેતુસર આવા વિવાદના મધપૂડાને છંછેડવા ઇચ્છુક નથી, ત્યારે બધાની નજર RTI એક્ટિવિસ્ટૉ તરફ મીટ માંડીને બેઠી છે કે જો આવા જાગૃત લોકોની મહેનતથી યેનકેન રીતે આવી તપાસ વિભાગીય રીતે આવે તો વ્હાલાદવલા તથા આલા અધિકારીઓના પસંદગી લિસ્ટમાં આવતા કારીગરોનો કરતબ ઉજાગર થઈ શકે,

મેળવેલી જાણકારી અનુસાર ક્વાર્ટર ફાળવણી કમીટી દરેક જીલ્લામાં હોય છે, જેમાં સદસ્ય તરીકે જીલ્લા કલેકટર, જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા આયોજન અધિકારી અને જીલ્લા પોલીસવડા જેવા વરીષ્ઠ અધિકારીઓ સદસ્ય હોય છે, કમીટીમાં લેવામાં આવતાં નિર્ણય અને રેકોર્ડ દરેક જીલ્લાની કલેકટર કચેરીનો સામાન્ય વિભાગ સંગ્રહિત રાખે છે અને આવા નિર્ણયોના ઓર્ડર પણ તે વિભાગ જ ફાળવે છે, પીડબ્લ્યુડી વિભાગ ઓર્ડર અનુસાર આવા ક્વાર્ટરની સોંપણી લાગુ પડતાં અરજદારને કરતું હોય છે. કમીટી દ્વારા નિર્ણયો કટ ઓફ ડેટ મુજબ લેવાતાં હોવાથી વ્હાલાદવલાનો કોઈ સવાલ રહેતો નથી તેવી એક દલીલ જરૂર હોય શકે, પરંતુ કરતબ એ રીતે થાય છે કે કમિટીની બહાલી મળ્યા પહેલાં ઓફ રેકોર્ડ અથવા મૌખિક આદેશથી કદાચ ક્વાર્ટર કોઈને ફાળવી દેવામાં આવતા હોય અને પાછળથી કમિટીની મીટીંગ મળે ત્યારે ઓર્ડરનો નિર્ણય એ મુજબ લેવાતો હોય અથવા ઓફરેકોર્ડ ફાળવવામાં આવેલા ક્વાર્ટરમાં પછીથી કોઈનો ઓનરેકોર્ડ ઓર્ડર થાય, ત્યારે ક્વાર્ટર મૂળ લાભાર્થીને સોંપણીમાં લોલમલોલ ચાલતું હોય શકે, ખેર હકીકત જે હોય તે, પરંતુ જો વિભાગીય ઉચ્ચ તપાસ કરવામાં આવે તો કેટલાંક કૌભાંડ સપાટી પર આવી શકે છે અને જો તપાસમાં આવી હકીકત સામે આવે તો કેટલાંક કર્મચારીઓની નોકરી કરતબ આચરવાના કારણે જોખમમાં મુકાઈ શકે, તે કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. કદાચ એવું પણ બની શકે કે સરકારી કર્મચારીઓમાં કેટલાંક હાથકલાના માહિર જાદુગરો ગમે તેવી તપાસ આવે તો પણ કૌભાંડ પકડાય નહીં તેવો જાદુ પાથરી લેતા હોય શકે ?

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.