મંગળ ગ્રહ પર નાસાના રોવરે ખાડો ખોદતા મળી એવી વસ્તુ

મંગળ ગ્રહ પર જીવનની નવી ઘણી આશાઓની શોધમાં ગયેલા નાસાના માર્સ રોવરે કહ્યું છે કે તેણે એવું કંઈ જોયું છે, જેને કોઈએ હજુ સુધી જોયું નથી. ટ્વીટર પર એક અપડેટમાં કહેવામાં આવ્યું છે કે માર્સ રોવરે મંગળ ગ્રહના જેજેરો ક્રેટર રીજનમાં તેની સપાટીને ખોદી નાખી છે. તેના પછી પહાડની નીચે કંઈક એવું મળ્યું, જે નિશ્ચિત રૂપે પહેલા ક્યારેય જોવામાં આવ્યું નથી. માર્સ રોવરે તે ખોદેલી જગ્યાના ફોટા શેર કર્યા છે, જે અવિશ્વાસનીય છે. આ ફોટાએ મંગળ ગ્રહ પર જીવનના સંભવિત અસ્તિત્વના રહસ્યો અંગે ઉત્સુકતા વધારી દીધી છે. રોવર હવે આ નમૂનાઓને ભેગા કરશે, જેથી પૃથ્વી પર વૈજ્ઞાનિકો આગળની શોધ કરી શકે.

નાસા રોવરના ઓફિશીયલ હેન્ડલ પરથી કહેવામાં આવ્યું છે કે એવી વસ્તુ જેને કોઈએ ક્યારેય પણ જોઈ નથી, મેં આ પહાડના એક નાનકડા પેચને હટાવી દીધો છે. નાસાએ પણ અલગથી આ લાલ ગ્રહના ઘણા ફોટા શેર કર્યા છે, જે રોવરે ક્લિક કર્યા છે. નાસા વર્ષ 1970થી મંગળ ગ્રહને એક્સપ્લોર કરવા માટે ત્યાં મશીનો અને ઉપકરણો મોકલી રહ્યો છે. પરંતુ આ પહેલી વખત છે જ્યારે આ મશીનોમાંથી કોઈએ જેજેરો ક્રેટર રીજનમાં સપાટીની નીચે કંઈક જોયું. આ એ વાત પર પણ પ્રકાશ નાખી શકે છે કે મંગળ પર પાણી હાજર છે કે નહીં અને શું આ ગ્રહ એક દિવસ માણસો માટે રહેવા લાયક બની શકશે કે નહીં.

મંગળ ગ્રહને લઈને આગળની શોધ માટે રોવર તરફથી લેવામાં આવી રહેલા નમૂના પણ ઘણા મહત્ત્વના છે. મંગળ ગ્રહ પરથી કેટલાંક સેમ્પલ પાછા પૃથ્વી પર લાવવા માટે નાસા ત્યાં વ્યક્તિને ઉતારવા માટેના એક મિશનની પણ તૈયારીઓ કરી રહ્યું છે. એક રીલિઝમાં કહેવામાં આવ્યું છે કે રોવર, ડ્રિલ કરીને મંગળ ગ્રહના પહાડો અને માટીના નમૂના ભેગા કરશે. આ આખી પ્રોસેસની ત્રણ મોટી વાતો છે- સેમ્પલ ભેગા કરવા, સેમ્પલને સીલ કરવા અને તેને ઓનબોર્ડ કરવા. આ રોવર મંગળ પર પોતાના જીવનકાળમાં ઓછામાં ઓછા 20 નમૂના ભેગા કરશે. રોવરની સાથે ઈનજેનિટી નામનું એક નાનકડું હેલિકોપ્ટર પણ છે, જેણે હાલમાં જ પોતાની 15મી ઉડાન પૂરી કરી છે.