સુરતમાં રાજસ્થાનની લક્ઝરી બસ પકડી, તપાસમાં નીકળ્યો લાખો રૂપિયાનો દારૂનો જથ્થો

પુણા પોલીસે દારૂ, સોડાના 8 મશીનો, લકઝરી બસ મળી13.18 લાખનો મુદામાલ કબજે કર્યો

સુરતઃ સુરતમાં રાજસ્થાનથી લકઝરી બસમાં મોટા પાર્સલો અને સોડા-ગેસ ભરવાના એલ્યુમિનિયમ કેનની આડમાં 2.78 લાખનો વિદેશી દારૂ લઈને આવતા બસના બે ડ્રાઇવર સહિત 3ને પુણા પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ગુરુવારે બપોરે પકડી પાડયા છે. પુણા પોલીસે દારૂ, સોડાના 8 મશીનો, લકઝરી બસ મળી13.18 લાખનો મુદામાલ કબજે કર્યો છે. સાવરીયા ટ્રાવેલ્સની બસ હતી. પોલીસે જણાવ્યું કે બસના ડ્રાઇવરને રાજસ્થાનમાં એક વાનના ચાલકે પાર્સલો સુરત મોકલવા માટે આપ્યા હતા અને સુરત પહોંચી વાનના ચાલકે કોલ કરવાનું કહ્યું હતું. સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા ફરતા ફરતા નિયોલ ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ કરતા હતા. તે દરમિયાન બાતમી હકિકત આધારે નિયોલ ચેક પોસ્ટ ખાતેથી સાવરીયા નામની લજરી ટ્રાવેલ્સ બસ નં-GJ-14-X-5926 માંથી પ્લાસ્ટીકના મીણીયાના પાર્સલોની આડમા તથા સોડા/ગેસ ભરવાના એલ્યુમીનીયમના કેનમાંથી ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂનીપુઠાની પેટીઓ નંગ-65 કિ.રૂ-2.73લાખ તથા કિંગફીશર સુપર સ્ટ્રોંગ પ્રીમીયમ બીયર નંગ-48 કિ.રૂ-5760/- મળી કુલ કિ.રૂ-2.78 લાખનો ઈંગ્લીશ દારૂ તથા મોબાઈલ નંગ-03 કિ.રૂ-40 હજાર તથા લજરી ટ્રાવેલ્સ બસ કિ.રૂ-10 લાખ તથા સોડા/ગેસ ભરવાના એલ્યુમિનિયમના કેન નંગ-08 સહિતના મુદ્દામાલ કબ્જે કરાયો હતો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.