જાતિવાદ અને કોમવાદ ને પસંદ કોણ કરે છે ?

એ વાત ક્યારેય નથી સમજાતી કે દલિત સમાજ ના મંત્રીને સમાજ કલ્યાણ ખાતું અને આદિવાસી સમાજના મંત્રીને આદી જાતિ વિકાસ જ કેમ આપવામાં આવે છે… શું તેઓ નાણા, ઊર્જા, ગૃહ કે મહેસૂલ જેવાં ખાતા સંભાળી શકે તેમ નથી ???? કેટલાંક લોકો કહે છે જાતિવાદ ક્યાં છે ??? તેમને હું કહીશ કે આ જ તો જાતિવાદ છે. રાજ્યની 10% જેટલી મુસ્લીમ આબાદી ને સરકાર માં પ્રતિનિધિત્વ થી વંચિત રાખવી એ કોમવાદ છે. જાતિવાદ કે કોમવાદ ની માથે શિંગડા ન હોય !! દરેક રાજકીય પક્ષો જાતિવાદ અને કોમવાદ ને મહત્વ કેમ આપે છે એ તમને ખબર છે ?? તેનું મૂળ કારણ એ છે કે આપણ ને જનતા ને આ જાતિવાદ અને કોમવાદ પસંદ છે એટલે આપણ ને રાજી રાખવા તેઓ આ જાતિવાદ અને કોમવાદ આચરે છે. આ તેનો દોષ છે એવું કહેવા કરતાં તેની રાજનૈતિક મજબૂરી છે એવું કહી શકાય. જે લોકો જાતિવાદ અને કોમવાદ વિહીન રાજનીતિ ની વાત કરે છે એનો ભોજીયોભાઈ પણ ભાવ પૂછતો નથી.. આ મારો વ્યક્તિગત અનુભવ છે. મેં કોઈ ભેદભાવ વગર સંપૂર્ણ નાગરિકતા નાં ખ્યાલ સાથે કિમલોપ પક્ષ બનાવવાનો પ્રયાસ કર્યો જેમાં થોડા યુવાનો સિવાય કોઈ તરફ થી ઉષ્માસભર આવકાર મળ્યો ન હતો. આપણે રોગ નું નિદાન કર્યાં સિવાય એનાં ઉપચાર વિશે વિચારીએ છીએ એટલે નિષ્ફળ જઈ રહયા છીએ. રોગ નેતાઓમાં નથી જનતા માં છે એટલે ઉપચાર ની શરૂઆત પણ જનતા થી થવી જોઈએ. જો જનતાની વિચારધારા બદલાશે તો રાજકિય પક્ષો ને તેમ કરવાની આપમેળે ફરજ પડશે. જે મિત્રો બદલાવ લાવવા ઈચ્છે છે તે મારી આ વાત પર વિચાર કરે… બાકી બધું આમ જ ચાલવાનું છે. જે પીડિત અને શોષિત છે એ જ તો અમારાં જેવાનો પહેલો વિરોધ કરે છે આમાં પીડા અને શોષણ દૂર કેમ થાય ???

જીગ્નેશ કાલાવડીયા

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.