અત્યારના 22 મંત્રી પૈકી 13 મંત્રીનાં નામ પર લટકતી તલવાર છે. જ્યારે નવા 15 જેટલા ચહેરાઓનો ઉમેરો પણ થઈ શકે છે. આખું મંત્રી મંડળ નવા ફોર્મેટમાં આવશે. અને નવા મંત્રીમંડળમાં માત્ર પાંચ કે છ મંત્રીઓ ફરીથી મંત્રીપદ તરીકે શપથ લઈ શકે છે.
નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોમવારે બપોરે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપલ લીધા છે. ત્યારબાદ તરત જ અમિત શાહ સાથેની બેઠકનો દોર શરૂ થયો હતો. નવા મંત્રીમંડળને લઈને થયેલી બેઠક બાદ અનેક અટકળો વહેતી થઈ હતી. મંત્રી મંડળમાં અનેક નવા ચહેરા જોવા મળશે ત્યારે અત્યારના મંત્રીઓના પત્તા કપાઈ પણ શકવાની શક્યતાઓ સેવાઈ રહી છે. અત્યારના 22 મંત્રી પૈકી 13 મંત્રીનાં નામ પર લટકતી તલવાર છે. જ્યારે નવા 15 જેટલા ચહેરાઓનો ઉમેરો પણ થઈ શકે છે. આખું મંત્રી મંડળ નવા ફોર્મેટમાં આવશે. અને નવા મંત્રીમંડળમાં માત્ર પાંચ કે છ મંત્રીઓ ફરીથી મંત્રીપદ તરીકે શપથ લઈ શકે છે.
નજીકના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભૂપેન્દ્ર પટેલની મંત્રીમંડળની ટીમમાં બેથી ત્રણ મહિલા મંત્રી એમાં હોઈ શકે છે. ભાજપની સરકાર સામે એન્ટી-ઇન્કમ્બન્સી ફેક્ટર છે, એને ખાળવા માટે જ ખૂબ જરૂરી એવા સભ્યોને બાદ કરતાં મોટા ભાગના ચહેરા નવા અને અમુક તો પહેલી ટર્મમાં જ મંત્રી બની જાય એવા હશે. આ ઉપરાંત સ્વાભાવિકપણે જ જ્ઞાતિ અને પ્રદેશનું સંતુલન જળવાશે.
કોણ રહેશે અને કોનું પત્તુ કપાશે
કોણ રહેશે
આર.સી. ફળદુ
ગણપત વસાવા
દિલીપ ઠાકોર
જયેશ રાદડિયા
પુરુષોત્તમ સોલંકી
ઇશ્વરસિંહ પટેલ
કોની સામે જોખમ
નીતિન પટેલ
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા
સૌરભ પટેલ
કૌશિક પટેલ
કુંવરજી બાવળિયા
જવાહર ચાવડા, ઇશ્વર પરમારધ, ર્મેન્દ્રસિંહ જાડેજ, બચુ ખાબડ, જયદ્રથસિંહ પરમાર, વાસણ આહીર
વિભાવરી દવે
રમણ પાટકર
કિશોર કાનાણી
યોગેશ પટેલ