વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમીતે મહારકતદાન શિબીર

દેશના લોકલાડીલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમીતે શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સિવીલ હોસ્પીટલના જરૂરીયાતમંદ દર્દીઓ તેમજ થેલેસેમીયા પીડીત બાળકોના લાભાર્થે મહારકતદાન શિબીર નું આયોજન.

આઝાદીનો અમૃત મહોત્સવ પ્રસંગે સ્વાતંત્ર્ય સેનાની નિષ્ઠાવાન સ્વયંસેવક શ્રી મનસુખભાઈ છાપીયાજની રકતતુલા.

પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને કર્ણાટક ના પૂર્વ ગવર્નર શ્રી વજુભાઈ વાળાની ગરીમામય ઉપસ્થિતિ 

ગરીબ દર્દીઓ થેલેસેમીયા પીડિત બાળકોનાં જીવન બચાવવાના પુણ્ય ભાગીદાર બનીએ.

રક્તદાતાઓને અનેકવિધ ભેટોથી પ્રોત્સાહિત કરાશે.  

શ્રી મનસુખભાઈ છાપીયા એક પ્રખર રાષ્ટ્રભકત , ગાંધીજીનાં સાદુ જીવન – ઉચ્ચ વિચારના આદર્શોને જીવનમાં સાંગોપાંગ ઉતારનાર પ્રખર રચનાત્મક કાર્યકર છે. ૯૦ વર્ષની પાકટ વયે પણ સાઈકલ ચલાવતાં, અસલ ખાદીનાં જ કપડા પહેરેલા વ્યકિતને જુઓ તો એ છાપીયાજી જ હોય ! બાળપણથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંધના રંગે રંગાયેલા, આઝાદી માટે ક્રાંતિકારી વિચારધારાના વાહક, છાપીયાજીએ એક સ્વાતંત્ર્ય સૈનિક તરીકે આઝાદી માટે લડાઈ લડનારા અને દેશભરનાં નામી-અનામી ત્રણસોથી વધુ ક્રાંતિકારીઓનાં જીવનચરીત્ર એકઠા કરી અવારનવાર પ્રદર્શન યોજી દેશદાઝની મશાલને જાગૃત રાખનાર એક ક્રાંતિવીર એટલે શ્રી છાપીયાજી . અસલ સ્વદેશી વિચારે વરેલા છાપીયાજી  પાછલા જીવનમાં ગૌ સેવા અને ગૌ આધારીત ખેતી માટે ખેડૂતો અને યુવાનોને પ્રોત્સાહીત કરવાની ઝુંબેશમાં જોડાયા . રામ જન્મભૂમિ આંદોલન માટે રેકડીમાં ફોટાઓ રાખી જાતે રેકડી ચલાવી જનજાગરણ નું કાર્ય કરનારા છાપીયાજી આજે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ તેમજ કાશ્મીરમાંથી ૩૭૦ ની કલમ હટતા અતિ આનંદ અને સંતોષથી જીવન ગુજારી રહયાં છે.

આર.એસ.એસ.નાં નિષ્ઠાવાન સ્વયંસેવક , ભાજપાનાં પ્રદેશ ઉપાધ્યક્ષ તથા રાજકોટનાં પ્રથમ મેયર, મુલ્યોના માનવી એવા શ્રી અરવિંદભાઈ મણીઆરની યાદમાં શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ અનેકવિધ સામાજીક, સેવાકીય, સાંસ્કૃતિક, શૈક્ષણીક, આરોગ્ય વિષયક અને વ્યકિતત્વ વિકાસની પ્રવૃતિઓ દ્રારા અરવિંદભાઈનાં સ્વપ્નોને સાકાર કરવાની દિશામાં કાર્યરત છે.

ટ્રસ્ટનાં મેનેજીંગ ટ્રસ્ટી ડો. શ્રી વલ્લભભાઈ કથીરિયા, શ્રીમતી હંસીકાબેન મણીરમાર, શ્રી જયોતિન્દ્ર મહેતા, શ્રી શિવુભાઈ દવે, શ્રી મહાસુખભાઈ શાહ અને શ્રી કલ્પક મણીબાર તથા અનેક કાર્યકર્તાઓની રાહબરી હેઠળ વિવિધ સ્થાયી પ્રોજેકટ જેવા કે ગીર ગોલ્ડ એ-૨ મીલ્ક પ્રોજેકટ, ડોલ્સ મ્યુઝીયમ, અંતિમધામ વૈકુંઠયાત્રા વાહિની, મોબાઈલ મેડીકલ ડીસ્પેન્સરી, અરવિંદભાઈ મણીઆર ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઈન્સ્ટીટયુટ સહિતનાં  પ્રકલ્પો કાર્યરત છે .

દેશનાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ‘ ઉજવી રહયો છે . ત્યારે આઝાદી માટે શહીદી વહોરનારા અને ક્રાંતિવીરો ને યાદ કરી તેમને શ્રધ્ધાંજલિ અર્પવા અને આજે હયાત ક્રાંતિકારીઓ , લડવૈયાઓ , દેશભકતોને સન્માનીત કરી , નવી પેઢીને પ્રેરણા મળે. આઝાદીને અક્ષુણ્ણ  રાખવા , આઝાદ દેશને આબાદ બનાવવા , એક સમર્થ શકિતશાળી વિશ્વગુરૂ ભારત બનાવવા અથાગ પ્રયાસો કરે એ હેતુથી અનેક વિધ કાર્યક્રમોની શૃંખલા પૈકી ટ્રસ્ટ દ્વારા મહા રકતદાન કેમ્પ ની સાથે આઝાદીના લડવૈયા ક્રાંતિવીર શ્રી મનસુખભાઈ છાપીયાજી ની રકતતુલા દૂારા સન્માનનો અનોખો કાર્યક્રમ મા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિન તા. ૧૭/૦૯/૨૦૨૧ ના રોજ શુક્રવારે ,  પેટ્રીયા સ્યુટસ, એરપોર્ટ રોડ , રાજકોટ ખાતે યોજાયેલ છે આવા ગરીમામય કાર્યક્રમમાં ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી  વિશેષ ઉપસ્થિત રહી રકતદાતાઓને અભિનંદન પાઠવશે અને છાપીયાજીને સન્માનીત કરશે . રાજકોટનાં પાણીવાળા મેયર , વિધાનસભાનાં પૂર્વ અધ્યક્ષ, કર્ણાટકનાં પૂર્વ ગર્વનર , રાજકોટનાં લાડીલા વજુભાઈ વાળા , ધારાસભ્યશ્રી ગોવિંદભાઈ પટેલ , શ્રી અરવિંદભાઈ રૈયાણી , શ્રી લાખાભાઈ સાગઠીયા , મેયરશ્રી ડો . પ્રદિપ ડવ , ડે. મેયર શ્રીમતી ડો. દર્શિતાબેન શાહ , શ્રી ધનસુખભાઈ ભંડેરી , શ્રી નિતીનભાઈ ભારદ્રાજ , શ્રી કમલેશભાઈ મીરાણી , શ્રી પુષ્કરભાઈ પટેલ , શ્રી ગુણવંતભાઇ ડેલાવાળા અને સમાજજીવનના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી પોતાની દેશભકિત ઉજાગર કરશે.

આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના કારોબારી સભ્યો જયંતભાઈ ધોળકીયા , લક્ષ્મણભાઈ મક્વાણા , નિલેશભાઈ શાહ , પ્રભાતભાઈ ડાંગર , ઈન્દ્રવનભાઈ રાજયગુરૂ , હસુભાઈ ગણાત્રા , જયશ્રીબેન લાખાણી , સંજયભાઈ મોદી, અશોકભાઈ પંડયા , ગુણવંતભાઈ ભટ્ટ , ૨મેશભાઈ પરમાર , ભુપેન્દ્રભાઈ શાહ , ગુણવંતભાઇ ડેલાવાળા , રાજુલભાઈ દવે , ભરતભાઈ અનડકટ , જગદીશભાઈ જોષી , ધનુમામા , હરીશભાઈ શાહ , કમલેશભાઈ મહેતા , ભાગ્યેશ વોરા ( ફ્રિડમ ) , પ્રવિણભાઈ ચાવડા (ફ્રિડમ ) , રમેશચંદ્ર  ( ગીર ગોલ્ડ ) , નિલેશ હિંડોચા ( ગીર ગોલ્ડ ) , હેલી કાકા ( ગીર ગોલ્ડ ) , દિવ્યેશ ધોળકીયા , સચીન શુકલ , મનીષ શેઠ , ગદીશભાઈ તન્ના , ધર્મેશભાઈ મકવાણા , ભાવેશ ગોહેલ સહિતનાની ટીમ જહેમત ઉઠાવી રહી છે . તમામ રકતદાતાઓને અનેકો ભેટોથી પ્રોત્સાહીત કરાશે.

રકતદાન કેમ્પ માટે શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપના ૧૩૫ વાર ખુદ રકતદાન કરનાર , રકતદાન કેમ્પોની હારમાળા સર્જનાર , સામાજીક સંસ્થાઓને જોડી કોરોના કાળમાં પણ રકતદાનની પ્રવૃતિને આંચ ન આવવા દેનાર શ્રી વિનય જસાણી અને પ્રખર જીવદયા પ્રેમી, કરુણા ફાઉન્ડેશન- એનિમલ હેલ્પ લાઇન ના પ્રણેતા સમાજ સેવક શ્રી મિતલ ખેતાણી વધુમાં વધુ રકતદાન માટે જહેમત ઉઠાવી રહ્યાં છે . શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રૂપના નલીન શાહ , સતીશ સાગઠીયા, વૈભવ વખારીયા નો પણ સહયોગ મળી રહયો છે . રકતદાતાઓનાં રજીસ્ટ્રેશન માટે નિલેશભાઈ શાહ (મો .૯૮રપર ૯૦૬૨૫), વિનય જસાણી (મો.૯૪ર૮ર૦૦૬૬O) , મિતલ ખેતાણી (મો.૯૮૨૪ર૨૧૯૯૯) પર સંપર્ક કરવા ડો.વલ્લભભાઈ કથીરિયાની યાદીમાં જણાવાયું છે.

“રકતદાન જીવનદાન”

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.