જામનગર જિલ્લામાં જળબંબાકાર પરિસ્થિતિ જોતા ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જામનગર જિલ્લામાં પુરગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા લોકોનું તાત્કાલીક ધોરણે એર લીફટ કરવાના આદેશ આપ્યા હતા. આ આદેશ ભુપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી પદના શપથ લીધા પહેલા આપેલા છે. જામનગર જિલ્લાના અનેક ગામોમાં 15 ઈંચથી પણ વધુ વરસાદ પડ્યો છે.

ગુજરાતના સૌરાષ્ટ્ર અને બીજા અન્ય વિસ્તારોમાં કાલ રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ સહીત ઘણા બધા જિલ્લામાં જળબંબાકાર પરિસ્થિતિ જોવા મળી છે. આ સાથે જામનગર જિલ્લામાં આજ સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જામનગર જિલ્લાના કાલાવડમાં સવારે 4 કલાકમાં 8 ઈંચ વરસાદ વરસી જવાના કારણે અતિભયંકર સ્થિતિ સર્જાઈ હતી.

જિલ્લાના અલીયાબાડા વિસ્તારમાં વરસાદી પાણીમાં ફસાયેલા 25 લોકોને જામનગરની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્ર અને બીજા અન્ય જિલ્લામાં વરસાદી પાણી ગામમાં ઘુસી જતા સ્થળ ત્યાં જળ જેવી સ્થિતિ જોવા મળી છે. પદનાવીત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આજે પ્રથમ આદેશ આપ્યો છે કે, જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે પુરમાં ફસાયેલા લોકોને એર લીફટ કરી સલામત સ્થળે ખસેડવા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.