વર્જિનીટી શરરીરની જરૂરી કે મનની !!

“જો કોઇ એવું મશીન હોય કે જે સ્ત્રી-પુરુષનાં લગ્ન સમયે એમનો ‘મેન્ટલ વર્જિનીટી ટેસ્ટ’ કરે તો દુનિયામાં કોઈ સ્ત્રી કે પુરુષ વર્જિન નહિ મળે.”

ચારિત્ર્યહીન’ની વ્યાખ્યા વિશે લોકોનો મત જાણ્યા પછી બન્ને મુદ્દા એકબીજાને રિલેટેડ લાગે છે.

ચારિત્ર્યહીન’ની વ્યાખ્યા મારી સમજણ મુજબ કંઈક આવી છે, ‘પોતાના સ્વાર્થ/આનંદ ખાતર કોઈની મજબૂરીનો લાભ લેવો એ ચારિત્ર્યહીનતા છે.’ આપણે ‘ચારિત્ર્ય’ શબ્દને માત્ર સ્ત્રી સાથે જોડી દીધો છે. ભાગ્યે જ કોઈ પુરુષને ચારિત્ર્યહીન કહે છે વળી આ શબ્દ સ્ત્રીના શારીરિક સંબંધ સાથે જોડાયેલો માનવામાં આવે છે. સામાન્ય રીતે એવી માન્યતા છે કે જે સ્ત્રી પોતાના પતિ સિવાય અન્ય પુરુષ સાથે શારીરિક સંબંધ રાખે એ ‘ચારિત્ર્યહીન’, પાછું આવા પુરુષ માટે લગભગ ક્યારેય આ શબ્દ નથી વપરાતો. જો કોઈ એવું કહે કે સમાજવ્યવસ્થા અને કાયદાના ધારાધોરણ કે નિયમ વિરુદ્ધ જનાર દરેક ચારિત્ર્યહીન કહેવાય તો પછી હવે તો કાયદાએ પણ લગ્નબાહ્ય સંબંધને સ્વીકૃતિ આપી છે. કાયદાએ તો મૈત્રીકરારને પણ માન્ય ગણ્યા છે- તો શું આવા સંબંધોથી જોડાયેલ સ્ત્રી (કે પુરુષ) ચારિત્ર્યહીન ગણાય?

કેટલાય એવા કિસ્સા સાંભળવા મળે છે કે જેમાં લગ્નબાદ પતિ કે પત્ની પોતાના સ્વાર્થ ખાતર અલગ થવા માંગતા હોય ત્યારે એકબીજા પર ચારિત્ર્યહીનતાનું આળ ચડાવતા હોય છે. કેટલીક વખત ઘણી બધી રીતે મજબૂત મનોબળ ધરાવતી સ્ત્રીને ઝુકાવી ન શકતો પુરુષ કે સમાજ પણ એ સ્ત્રીને ચારિત્ર્યહીન કરાર કરી દે છે. આ બહુ જ સહેલો આક્ષેપ છે જેમાં ન સબૂત, ન ગવાહી, ન બચાવ સીધો નિર્ણય. જ્યારે કોઈ સ્ત્રી માટે એવું કહેવામાં આવે કે એ ચારિત્ર્યહીન છે પછી કોણે એ દરકાર કરી કે આ વાતમાં સત્ય શું અને તથ્ય કેટલું? કોને એ વિચાર આવે કે ચારિત્ર્યહીન કઈ રીતે?

આપણાં સમાજમાં યુવતીની વર્જિનિટી બાબત પણ બહુ જ સવાલો થાય છે. જે યુવતી વર્જિન નથી એ ચારિત્ર્યહીન છે અને વર્જિનિટી ટેસ્ટ પણ અત્યંત વાહિયાત. લેહ-લદાખના રસ્તે બાઇક ચલાવતી યુવતીની વર્જિનિટી પહેલા સમાગમ વખતના બ્લીડિંગથી નક્કી થાય…છટ્. વાત એ છે કે જે રીતે ચારિત્ર્યહીનતા માત્ર શારીરિક સંબંધોથી નથી મપાતી એ જ રીતે વર્જિનિટી પણ માત્ર શારીરિક માપદંડ વડે જ નથી મપાતી, મેન્ટલ વર્જિનિટી પણ મહત્વનો માપદંડ છે. કેટલાય કિસ્સાઓ એવા જોવા-સાંભળવા મળે છે જેમાં યુવતી એવું કહે કે હું મનથી કોઈને મારો પતિ માની ચુકી છું. આવા સમયે ફિઝિકલ વર્જિનિટીનું મહત્વ કેટલું? દરેક યુવક-યુવતીના જીવનમાં ક્યારેકતો કોઈ એવું પાત્ર આવે કે જેમની સાથે સંસાર વસાવવાના એમણે સપનાં જોયા હોય, સપનામાં સંસાર વસાવી પણ લીધો હોય આવું પાત્ર મેન્ટલી વર્જિન નથી. ફિઝિકલી વર્જિનિટીનાં માપદંડમાં યુવતી ફિટ ન બેસે ત્યારે ઘણા કારણો જવાબદાર હોય પરંતુ મેન્ટલી વર્જિનિટીનાં માપદંડમાં ફિટ ન બેસે એની પાછળ એક અને માત્ર એક જ કારણ જવાબદાર હોય કે એ ખરેખર વર્જિન નથી.

ચારિત્ર્યહીન’ અને ‘વર્જિનિટી’ બાબત હું તો સ્પષ્ટ માનું છું કે પોતાની મનોવિકૃતિ અને નબળાઈઓ સામે ઘૂંટણિયે પડીને કોઈની મજબૂરીનો લાભ લઈને આનંદ ઉઠાવનાર દરેક વ્યક્તિ ‘ચારિત્ર્યહીન’ છે અને મેન્ટલી વર્જિનિટી ગુમાવી ચુકેલી યુવતીની ફિઝિકલ વર્જિનિટીનું કોઈ જ મહત્વ નથી.

source : નીતા સોજીત્રા

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.