શ્રાવણ માસમાં પૂજાનું ખાસ મહત્વ, દૂધ, બિલ્વ, પાણી જ શા માટે !!

યુગોથી આપણા શાસ્ત્રોમાં ભગવાન શિવને દુધ, પાણી અને પંચામૃત, બિલીપત્ર દ્વારા અભિષેક કરવામાં આવે છે અને તેમાં પણ શ્રાવણ માસમાં આ પૂજાનું ખાસ મહત્વ છે

આજના લોકોમાં ઉપરોકત પુજા તરફ એક વૈજ્ઞાનીક દૃષ્ટિકોણથી જોવા માંગે છે અને જીજ્ઞાસા વૃતિ સંતોષવા માંગે છે અને આવા દૂધનો બગાડ ન કરી અને ગરીબોને વહેંચવાવા માટેનાં સૂચનો આવે છે અથવા તો મંદિરો ઓછા કરીને દવાખાના અથવા સ્કૂલો બનાવવાના સૂચનો વર્તમાનપત્રો તથા સોશ્યલ મીડીયા દ્વારા આવતા હોય છે.

ખરેખર તો આપણા ઋષીમુનિઓ, પૂર્વજોએ આ વ્યવસ્થા સમજી વિચારીને કરી હોય તેવું લાગે છે કેમ કે પહેલા દરેક મંદિરો ગામડાની બહાર રહેતા અને તેની આજુબાજુમાં વૃક્ષો તથા ગાઢ જંગલો હતા. અથવા તો મોટા ભાગના મંદિરો પર્વત ઉપર બનાવવામાં આવ્યા છે. આમા આ લોકોનો આ વિચાર એટલા માટે સારો હશે કે ધરતીના, આકાશના અને પાણીના અસંખ્ય જીવો જીવતા હોય છે તેમના ખોરાક માટે આપણે કદાચ દૂધ અને પાણીનો અભિષેક દ્વારા તેમને ભોજન મળતું હશે તેવું લાગે છે કેમ કે આપણે જોઈએ છે તેમ ચોમાસામાં વરસાદનાં સમયમાં ધરતીના અંદર અને પાણીમાં અસંખ્ય જીવો આપણને જોવામાં આવે છે અને તેમના ખોરાક માટે આવું આયોજન કરવામાં આવ્યું હશે. કદાચ આપણા ઋષીમૂનિઓએ આવી ભૂલ કરી હશે તેવું લોકો માને છે ? પરંતુ જૈન પરીવારો પણ જેમના દેરાસરો મોટા ભાગે પર્વત ઉપર છે તેમના પ્રભુને પણ દુધ, ગુલાબ પાંદડીઓ અને ચંદન ારા પ્રક્ષાલ કરવામાં આવે છે અને આવી જ રીતે મુસ્લીમ બિરાદરોમાં દરગાહોમાં બંદગી વખતે હજજારો ગુલાબો અર્પણ કરવામાં આવે છે. આ જીવોનો ખોરાક આજ હશે તેવું માનવું જોઈએ અને જેના હિસાબે જીવોની સાથે સાથે તે જીવો દ્વારા પર્યાવરણને અને વાતારવણને ખુબ ફાયદો થતો હશે કેમ કે ઝાડના મૂળમાં આવી જીવાતો દ્વારા પોલાણ થવાથી પાણી જમીનમાં ઉતરતું હોય છે અને આપણને અને તમામ જીવોને રહેઠાણ, વૃક્ષોનો છાંયો, ઓકિસજન અને ફળફૂટ મળે છે અને તેના હિસાબે પાણીનું લેવલ જમીનમાં ઉચું રહે છે અને વાતાવરણ ઠંડુ રહે છે અને પશુ-પક્ષીઓ દ્વારા તેના બિયારણનું અલગ અલગ જગ્યાએ વાવેતર (પરાગ દ્વારા) તેમજ પતંગીયા અને મધમાંખી દ્રારા ફળાવ વૃક્ષોનું અને ફુલોની વૃધ્ધિ અને જતન કરે છે. પશુ-પક્ષીઓ દ્વારા જ જંગલો ઉભા કરવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે જૂનાગઢના મોતીબાગમાં તે સમયનાં નવાબે બધાજ આંબાનું જતન ગાયના દૂધ દૂારા કરેલ અને તેના મીઠા ફળ આજે પણ આરોગી રહયાં છે.

ભારત એટલે ૠષિમનીઓ, ગુરૂજનો, અરહંતો, સંતો-મહંતોના દેશમાં મંદીરો, જૈન દેરાસરો, ગુરૂદ્વારા, મઠ અને મઠાધીશો, ભોજનાલયો, પ્રસાદભવનનું નિર્માણ કરવામાં તેમજ ભારતીય સંસ્કૃતિની જાળવણી માટે યુગોથી ચલાવવામાં આવતા ગુરૂકુળ અને આશ્રમપ્રથામાં આપણા ભારતીય લોકોનું યોગદાન મહત્વનું છે પૂજા અર્ચના ારા આ સાત્વીક પરંપરાને જાળવીને માણસ કર્મયોગી, દયાળુ, માયાળુ, દાનવીર અને મદદગાર બને છે. અને સહીષ્ણુતા દ્વારા અન્યને મદદરૂપ થાય છે. ક્યારેય પણ પોતાના સ્વાર્થ માટે માનવને કે પશુ-પક્ષીને હેરાન કરતો નથી અને દરેક માનવ અને જીવો સાથે સદભાવનાનું જીવન જીવને આપણા પૂર્વજો સુખ-શાંતી પૂર્વક લાંબુ આયુષ્ય ભોગવી શકયા. આ ખાસીયતો દ્વારા દુનિયાભરમાં ભારતીય પ્રજા પ્રેમાળ, માયાળુ છે તેના થકી ભારત શાંતીદૂત તરીકે હજજારો વર્ષોથી ઉભરી આવ્યું છે.

ઘનશ્યામભાઈ ઠકકર

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.