અહો આશ્ચર્યમ વિજ્ઞાનને પડકાર, વૃદ્ધ માજીએ બાળકને આપ્યો જન્મ

માતા બનવાનો આનંદ સ્ત્રી સિવાય કોઈ સમજી શકતું નથી. આપણે બધા જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન સર્વોપરી છે. માતા દરેક વ્યક્તિની પ્રથમ શિક્ષક છે અને તે પોતાના બાળકોમાં મૂલ્યોના બીજ વાવે છે. માતા તેના બાળકોના દર્દ અને મનની વાતને કહ્યા વગર જાણી લે છે. જો કોઈ મહિલા પ્રથમ વખત માતા બને છે, તો તે ક્ષણ તેના જીવનની સૌથી સુખદ ક્ષણ બની જાય છે. જો સ્ત્રીને માતા બનવાનો લહાવો મળે, તો એ વિશ્વની શ્રેષ્ઠ અનુભૂતિ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, માતા બનનાર મહિલાનું નામ ઇરામતી મંગયમ્મા અને તેના પતિ રાજા રાવ હિરા છે. ઈરામતી મંગાયમ્મા અને રાજારાવ ગુંટૂરના નેલ્લાપાર્થીપડુ વિસ્તારમાં રહે છે અને 22 માર્ચ 1962 ના રોજ તેમના લગ્ન થયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના લગ્નના ઘણા વર્ષો પછી પણ તેમને કોઈ સંતાન થયું નહોતુ. બંનેએ ઘણા બધા પ્રયત્ન કર્યો છતાં પણ તેઓ સફળતા મેળવી શક્યા નહોતા.

બાળકને જન્મ ન આપી શકવાના કારણે ઇરામતી મંગાયમ્મા અને રાજારાવ ખૂબ નિરાશ થયા હતા અને તેઓએ સંતાન મેળવવાની આશા પણ છોડી દીધી હતી, પરંતુ એવું કહેવાય છે કે ભગવાનને ઘરે મોડું હોય છે, પણ અંધારું નથી હોતું. લગ્નના 54 વર્ષ પછી, 74 વર્ષની ઉંમરે, મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો. કહેવામાં આવી રહ્યું છે કે મોટી ઉંમરે માતા બનવાનો આ વર્લ્ડ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે. આ સમાચાર સાંભળ્યા બાદ દરેકને નવાઈ લાગી છે.

74 વર્ષની ઉંમરે માતા બનવું એ કોઈ ચમત્કારથી ઓછું નથી. લગ્નના વર્ષો પછી, આ દંપતી સાથે એક ચમત્કાર થયો છે. તમને જણાવી દઈએ કે જો કોઈ દંપતીને સંતાન ન હોય તો આ માટે IVF ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. આ મહિલાએ IVF ની મદદ લીધી અને તેની મદદથી 74 વર્ષની ઉંમરે બે બાળકોને જન્મ આપ્યો. તમને જણાવી દઈએ કે તેમના બંને બાળકોનું ઓપરેશન કરવામાં આવ્યું હતું

ડોક્ટરનું કહેવું છે કે બંને બાળકો સંપૂર્ણપણે સ્વસ્થ છે. ડોક્ટરે કહ્યું કે આવો કિસ્સો ભાગ્યે જ આવે છે અને તેને સફળ રીતે કરવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે. ડોક્ટરે વધુમાં કહ્યું કે મહિલા અને બાળકોને સુરક્ષિત રાખવું સૌથી મોટો પડકાર હતો, પરંતુ હવે મહિલા અને બંને બાળકો આ ક્ષણે સંપૂર્ણપણે સ્વસ્થ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.