શ્રીમતી જ્યોતિબેન મસાણી એ મહિલાઓને દ્વારકાધામની યાત્રા કરાવી

ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચા કારોબારી સભ્ય અને રાષ્ટ્રશક્તિ એકતા મંચ પોરબંદર જિલ્લા અધ્યક્ષા શ્રીમતી જ્યોતિબેન મસાણી દ્વારા ૭૦ જરૂરિયાત મંદ મહિલાઓ ને દ્વારકાધામની યાત્રા કરાવી ને મહિલા મોરચાના સ્વપ્નને સાકાર કર્યું

શ્રીમતી જ્યોતિબેન મસાણીના આર્થિક સહયોગથી સીનીયર સીટીઝન એવા ૭૦ થી વધુ બહેનોને શ્રાવણ મહિનાના પવિત્ર દિવસોમાં ભારતદેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દેવભૂમિ દ્વારકામાં પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ, ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ એવી દ્વારકા નગરી અને આજુબાજુના યાત્રાધામ હર્ષદમાતા મંદિર, નાગેશ્વર જ્યોતિર્લિંગ, દ્વારિકાધીશ મંદિર, ભટકેશ્વર મહાદેવ મંદિર, રૂક્ષ્મણી માતા મંદિર, ગોપીતળાવ, મોગલમાતા મંદિર સ્થળો ના દર્શન કરાવ્યા. જાત્રા માટે લઈ જવા માટે એવા બહેનોનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો હતો કે જેવો એ આજ સુધી  ક્યારેય પણ યાત્રાધામો ના દર્શન કર્યા નહતા. કોઈ નાત જાતના ભેદભાવ વિના તમામ ઇચ્છુક મહિલાઓને આ જાત્રા મા સામેલ કરવામાં આવ્યા હતા. ૭૦ થી  ૮૦ વર્ષની વૃદ્ધ બહેનોને જ્યોતિબેન આ જાત્રામા લઈ ગયા હતા કે જેવો જ્યોતિબેનને પોતાના પરિવાર સમજી અને તેમની પૂરી કાળજી જાત્રા દરમિયાન લીધી  હતી. ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ભાજપ કારોબારી સભ્ય એવા શ્રીમતી જ્યોતિ બેન મસાણી જાત્રા માં આવનાર બધાજ બહેનોની જમવાની, નાસ્તાની વ્યવસ્થાની સંપૂર્ણ કાળજી લીધી હતી. જ્યોતિબેન મસાણી અને જાત્રા જનાર તમામ બહેનો એ દ્વારિકાધીશ પાસે સારા વરસાદ માટે પ્રાર્થના કરી હતી. જાત્રા કરનાર બધાજ બહેનો એ ખુબ ખુશીની લાગણી અનુભવી હતી અને જ્યોતિબેન મસાણી ને આશીર્વાદ આપ્યા હતા કે તેવો આગળ પણ આવા પ્રેમ અને વિવેકથી સેવાકીય કાર્યો કરતા રહે.