કામધેનુ આયોગ ના અધ્યક્ષ ડો.વલ્લભભાઇ કથીરીયાએ ઇન્દોર ગુજરાતી સમાજ ની મુલાકાત લીધી

તાજેતરમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના અધ્યક્ષ ડો.વલ્લભભાઇ કથીરીયાએ ઇન્દોર ગુજરાતી સમાજ ની મુલાકાત લીધી હતી. સમાજના અધ્યક્ષ શ્રી પંકજભાઈ સંઘવી અન્ય ટ્રસ્ટી મંડળ તથા મહિલા આગેવાનોએ સમાજ સંચાલિત ૬ શાળાઓ ૯ કોલેજો તથા અન્ય સામાજીક પ્રવૃત્તિઓથી ડો. કથીરીયા ને વાકેફ કર્યા હતા. ડો. કથીરીયાએ  ગુજરાત સરકાર દ્વારા એન.આર.જી વિભાગ દ્વારા અપાતી સહાય અને ગૌસેવા ના વિવિધ પ્રકલ્પો તથા ગૌમાતાનું આરોગ્ય, પર્યાવરણ અને કૃષિ માં મહત્વ વિષે જાણકારી આપી આવનારી પેઢીના શ્રેય અર્થે ગૌ આધારિત  ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા સમાજનો ઈન્દોર સ્થિત ગૌશાળાઓ સાથે જોડાવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમના આયોજનમાં શ્રીમતિ એકતાબેન મહેતા એ મહત્વની ભૂમિકા ભજવી હતી.