ચોમાસુ એકંદરે સામાન્ય મધ્યભારતમાં નબળું રહેવાની ધારણા

નવી દિલ્હી:
દેશમાં ગુજરાત સહિતના કેટલાક રાજયોએ ચોમાસાની સ્થગીત થયેલી રફતારમાં સારા સમાચાર આપતા હવામાન વિભાગે જાહેર કર્યુ છે કે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસુ સામાન્ય જ રહેશે. જો કે ઉતર ભારતમાં થોડા ક્ષેત્રમાં તે સામાન્યથી ઓછુ રહી શકે છે પણ એકંદરે કૃષિક્ષેત્ર માટે આવશ્યક જરૂરી વરસાદ આવશે.

જેથી બમ્પર ખરીફ પાકની ધારણા છે. ચોમાસુ આ વર્ષ ખૂબ જ અસ્તવ્યસ્ત રહ્યું છે તેથી ખાસ કરીને ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી છે અને છુટાછવાયો હળવો વરસાદ પડે છે. તે સમયે ભારતીય હવામાન વિભાગના ડિરેકટર મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં ધારણા મુજબજ સામાન્ય ચોમાસુ રહેશે. હવામાન વિભાગ એવરેજ સામાન્ય એટલે કે 96 થી 104 ટકા વરસાદ રહેશે જે 50 વર્ષની એવરેજ પર નિશ્ચીત થાય છે.

જો કે મહાપાત્રાએ જો કે જણાવ્યું હતું કે ગુજરાત સહિતના મધ્ય ભારતમાં અને ઉતર ભારતમાં ચોમાસુ સામાન્યથી ઓછું રહી શકે છે.હવામાન વિભાગની આ આગાહીથી જયારે હાલ ચોમાસુ સ્થગીત છે ત્યાં સંભવત સરેરાશથી ઓછો વરસાદ પડી શકે છે અને જો કે આ ચિંતા થોડા ક્ષેત્રો માટે જ હોઈ શકે છે.

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.