પોરબંદર : સાત વિદ્યાર્થીઓએ મેળવ્યા ગોલ્ડ મેડલ

જુનાગઢ ખાતે ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના સાત વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ મેળવીને અનેરી સિધ્ધી હાંસલ કરી છે.
જૂાગઢ કૃષિ યુવિર્સિટી ઓડિટોરિયમ હોલ ખાતે રસિંહ મહેતા યુવિર્સિટીા પ્રમ દવીદા સમારોહમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂાણી, રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝા, શિક્ષણ મંત્રી ભૂેન્દ્રસિંહ ચુડાસમા કેબિેટ મંત્રી જવાહરભાઈ ચાવડા, વિભાવરીબે દવે તા અન્ય આગેવાનોની ઉપસ્થિતીમાં યોજાયેલા કાર્યક્રમમાં પોરબંદર ગોઢાણીયા શૈક્ષણિક સંકુલના ફાળે 7 ગોલ્ડ મેડલ ગયા હતા જેમાંથી 6 વિદ્યાર્થીઓ પ્રત્‌યક્ષ ઉપસ્થિત રહીને મેડલ પ્રાપ્ત કયર્િ હતા.

કોમર્સ વિભાગને 4 સહિત કુલ 11 મેડલ
પોરબંદરની ગોઢાણીયા મહિલા કોલેજની કોમર્સ વિભાગની કુલ 11 વિદ્યાર્થીનીઓએ મેડલ મેળવ્યા હતા જેમાં 4 વિદ્યાર્થીનીઓએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કયર્િ હતા. એમ.કોમ.માં અત્‌યાર સુધીના કુલ 9 મેડલમાંથી 8 મેડલ ગોઢાણીયા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ મેળવ્યા હતા. ર017-18માં એમ.કોમ.નો ગોલ્ડ મેડલ દેવહુતિ કુછડીયાન, સિલ્વર મેડલ તૃપ્તિ મશને અને બ્રોન્ઝ મેડલ ઝરીના ધડાને તથા ર018-19નો એમ.કોમ.નો ગોલ્ડ મેડલ નિલમ ગોવિંદવિરાને, સિલ્વર મેડલ વનિતા પરમારને અને બ્રોન્ઝ મેડલ શાંતિ ભુતિયાને તથા ર019-ર0નો એમ.કોમ.નો ગોલ્ડ મેડલ ભાવના લોઢારીને અને સિલ્વર મેડલ અવની કોટેચાને મળ્યો હતો. બી.કોમ.નો ગોલ્ડ મેડલ પુજા મોકરીયાને, સિલ્વર મેડલ દર્શના સોલંકીને અને બ્રોન્ઝ મેડલ અમના આમદાણીને મળ્યો હતો. કોમર્સ વિભાગના અધ્યક્ષ અને એમ.કોમ. વિભાગના ઇન્ચાર્જ રણમલભાઇ મોઢવાડિયાની ખુબ જ જહેમત અને વિદ્યાર્થીનીઓની તનતોડ મહેનતથી આ સિધ્ધી મળી હતી. તે ઉપરાંત ઇન્ચાર્જ પ્રિન્સીપાલ ડો. કેતનભાઇ શાહનો પણ સહયોગ પ્રાપ્ત થયો હતો.

સમાજકાર્ય વિભાગને ત્રણ સહિત કુલ 13 મેડલ 
પોરબંદરના ગોઢાણીયા સંકુલનો સમાજકાર્ય વિભાગ ખુબ જ નાનો છે. છતાં ત્યાંના પૂર્વ ડાયરેકટરો રણમલભાઇ રાતીયા અને ભુમિકાબેન તન્ના તથા સમાજકાર્યના પૂર્વ હેડ કેતનભાઇ થાનકી અને વર્તમાન ડાયરેકટર રણમલભાઇ કારાવદરા અને તેમની ટીમની જહેમત તથા વિધાર્થીઓની તનતોડ મહેનતને કારણે નાના એવા વિભાગને 13-13 મેડલો એનાયત થયા હતા. જેમાં વર્ષ ર017-18માં એમ.એસ.ડબલ્યુમાં હેતલ મોઢા, ર018-19માં ટવીંકલ બાંડીયાવાલા અને ર019-ર0માં જીજ્ઞેશ પોપટ વગેરેને ગોલ્ડ મેડલ અર્પણ થયા એ ગોૈરવવંતી ક્ષણ પોરબંદરના શિક્ષણ જગતમાં સુવર્ણ મેડલોની જેમ જ સુવર્ણ અક્ષરોમાં લખાઇ છે.  ર017-18 માટે એમ.એસ.ડબલ્યુના આશા જોષીને સિલ્વર અને દિવ્યા મોઢવાડીયાને બ્રોન્ઝ, ર018-19 ના વર્ષ માટે પુર્વી પોપટને સીલ્વર તથા કાજલ મોઢા અને દક્ષા આગઠને બ્રોન્ઝ અને ર019-ર0માં રેખા બાપોદરાને સિલ્વર અને બિના ઠકરારને બ્રોન્ઝ મેડલ એનાયત થયો હતો.

ટ્રસ્ટીઓએ આપી શુભેચ્છા
પોરબંદરના ગોઢાણીયા શૈક્ષણીક સંકુલને ફાળે ર4 જેટલા મેડલો એનાયત થયા છે. ત્યારે વિધાર્થીઓની આ સિઘ્ધીઓ બદલ ટ્રસ્ટના વિરમભાઇ ગોઢાણીયા, ટ્રસ્ટી ભરતભાઇ ઓડેદરા, મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ મોઢવાડીયા, એકટીવ ટ્રસ્ટી ભરતભાઇ વિસાણા, એડમીનીસ્ટ્રેટર જીજ્ઞેશભાઇ રાજયગુરુ, એજયુકેશનલ ડાયરેકટર ડો.એ.આર.ભરડા, સહીત સમાજકાર્ય વિભાગના ડાયરેકટર રણમલભાઇ કારાવદરા વગેરેએ વિધાર્થીઓને યુનિ.માં મેડલ પ્રાપ્ત કરવા બદલ શુભેચ્છાઓ પાઠવી છે.

પ4 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ
આ કાર્યકમમાં 54 વિર્દ્યાીઓે ગોલ્ડ મેડલ તેમજ રેન્ક સર્ટિફિકેટ આવામાં આવ્યા હતા તેમજ મુખ્યમંત્રીા હસ્તે જીતુભાઇ હિરરા સુવર્ણચંદ્રક ગોલ્ડ મેડલ 3 વિર્દ્યાિીઓે ર્અણ કરવામાં આવેલ છે.

સંત રમેશભાઇ ઓઝાને ડોકટરેટની પદવી
રાષ્ટ્રીય સંત રમેશભાઇ ઓઝાને ડોકટરેટની પદવી એનાયત કરવામાં આવી હતી જેનો સહર્ષ સ્વિકાર કરીને તેમણે જણાવ્‌યું હતું કે, માતા સરસ્વતીના આશિવર્દિ સામેથી મળતા હોય તો તેને સ્વભાવિક રીતે જ કોઇપણ આવકારે ત્યારે હું પણ એ માનદ પદવીને આવકારીને યુનિવર્સિટીને બિરદાવું છું.
રાજયપાલને કહેજો… પોરબંદરના પહેલવાન પણ ગોલ્ડ મેડાલીસ્ટ છે!: સંત રમેશભાઇ ઓઝા
જુનાગઢમાં નરસિંહ મહેતા યુનિવર્સિટીના પ્રથમ પદવીદાન સમારોહમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એવી ટકોર કરતા જણાવ્‌યું હતું કે, હું જયારે જયારે રાજયપાલને મળુ છું ત્‌યારે તેઓ એવી ચિંતા સેવે છે કે યુવાનો કેમ ગોલ્ડ મેડલ મેળવતા નથી, આજે યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પણ પ4 માંથી 43 વિદ્યાર્થીનીઓ અને માત્ર 11 યુવાનોને ગોલ્ડ મેડલ મળ્યા છે તેથી ‘પહેલવાનો કરે છે શું’ તેવો સવાલ રાજયપાલ મને પુછે છે. રાષ્ટ્રીય સંત પૂ. રમેશભાઇ ઓઝાએ તેમના ઉદબોધનમાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાને જણાવ્‌યું હતું કે, અમારા પોરબંદરના ગોઢાણીયા શૈક્ષણિક સંકુલની અનેક દિકરીઓ આજે ગોલ્ડ મેડલ મેળવી રહી છે તેની સાથે સાથે એક યુવાન પણ ગોલ્ડ મેડલ મેળવી રહ્યો છે તેથી રાજયપાલને કહેજો કે, પોરબંદરના પહેલવાન પણ ગોલ્ડ મેડાલીસ્ટ છે!

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.