વડોદરા : 2 અધિકારી 2.50 લાખની લાંચ લેતા ઝડપાયા

વડોદરા CGST વિભાગના અધિકારી લાંચ લેતા ઝડપાયા હતા…CGST વિભાગના 2 અધિકારીઓ 2.50 લાખની રોકડ રકમ સાથે ઝડપાયા….સોફ્ટ ડ્રિન્ક અને નમકીનના વેપારી પાસે રૂ.10 લાખની લાંચ માંગી હતી…કંપનીને સિલ નહીં મારવા માટે લાંચ માગવામાં આવી હતી…ACB એ બંને અધિકારીની વડોદરાથી ઝડપી આગળની કાર્યવાહી કરી હતી…નીતિન કુમાર રામસિંગ અધિક્ષક વર્ગ 2 કર્મચારી અને શિવરાજ મીણા ઇન્સ્પેક્ટરને ACBએ ઝડપ્યા હતા…

આ કામના ફરીયાદી હાલોલ તાલુકાના બાસ્કા ગામે જય કુબેર ફ્લોર એન્ડ ફુડ પ્રોડક્ટ્સ પ્રા.લી. ધરાવી તેમાં પાણી, સોફ્ટ ડ્રીંક્સ અને નમકીનના ઉત્પાદન અને વેચાણનો ધંધો કરતા હોય આરોપી નં.(૧) તથા સી.જી.એસ.ટી.ના બીજા કર્મચારીઓએ તા.૧૫.૦૬.૨૦૨૧ના રોજ ફરીયાદીની ફેકટરીમાં સર્ચ અને પંચનામુ કરી ફરીયાદીને તા.૨૨.૦૬.૨૦૨૧ના રોજ વડોદરા કચેરીએ હાજર રહેવા સમન્સ આપી આક્ષેપિત નં.(૧) નાએ ફરીયાદીને  રૂપિયા આપશો તો વાત બનશે તેમ કહી કંપનીને સીલ નહી મારવાના કામે રૂપિયા દસ લાખની માંગણી કરી જે તે સમયે રૂપિયા પચાસ હજાર લઈ લીધેલ અને બાકી રહેલ રૂપિયાની અવાર-નવાર માંગણી કરતા ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોય તેઓએ આપેલ ફરીયાદ આધારે આજરોજ વડોદરા મુકામે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત નં.(૧) નાઓએ ફરીયાદી સાથે વાતચીત કરી આક્ષેપિત નં.(૨)ને લાંચના નાણાં આપી દેવા જણાવતાં ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપિત નં.(૨)નાએ ફરીયાદી પાસેથી લાંચની રકમ રૂ.૨,૫૦,૦૦૦/- સ્વીકારી ઝડપાઈ જઈ બન્ને આક્ષેપિતોએ એકબીજાનાં મેળાપીપળામાં રહી ગુનો આચરેલ હોય તેઓ બન્ને વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

તમારા વિસ્તારના ધારાસભ્યથી તમે કેટલા સંતુષ્ટ છો

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.