ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ ઉદ્યોગને તાળા લાગે તેવી સંભાવના

બીજા નંબરના મોટા ઉદ્યોગ ઉપર સંકટના વાદળો છવાયા: કાચો માલ બોકસાઇટ મેળવવામાં અને તેની લીઝ માટે અનેક વિસંગતતાઓ હોવાથી સરકાર મદદ કરે તે જરી: 1000 કામદાર અને રપ0 ના સ્ટાફ સાથે વર્ષે 5યા 3પ0 કરોડનું ટર્નઓવર: માસિક ર.પ કરોડનો ચુકવાય છે પગાર: કોરોનાની મહામારી સમયે જ પોરબંદર ઉપર ભયંકર આર્થિક ફટકો પડવાની શકયતા: આવતા મહીનાથી ફેકટરી બંધ થઇ જશે તો કામદારો જ નહીં પરંતુ પોરબંદરમાં પણ અનેક પરિવારો મુકાશે મુશ્કેલીમાં 

એકબાજુ કોરોના મહામારીને લીધે આમ પણ પોરબંદરમાં ઉદ્યોગો મરણપથારીએ અને મંદીના વમળમાં ફસાઇ ગયા છે ત્યારે હવે પોરબંદરની જીઆઇડીસીમાં 1794 થી કાર્યરત 47 વર્ષ જુના બીજા નંબરનો મોટો ઉદ્યોગ ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ લી. ને તેની પ્રોડકટસ ના મેન્યુફેકચરીંગ માટે પાયાની જરીયાતસમા બોકસાઇટની અછત સર્જાતા અનેક પ્રકારે કટોકટીભરી સ્થિતિ ઉભી થઇ છે અને જો સરકાર આ બાબતે ગંભીરતા નહીં લે તો પોરબંદરનો વધુ એક ઉદ્યોગ બંધ થઇ જશે અને તેની સાથે જોડાયેલા હજારો પરિવારમાં પણ મુશ્કેલી આવી પડશે તેથી જો ઉદ્યોગને પડતી મુશ્કેલીઓને દુર કરવા સરકાર મદદપ નહીં બને તો આવતા મહીનાથી ઓરીએન્ટ એબ્રેસીવ્ઝને તાળા લાગી જશે.

બોકસાઇટની અછતને લીધે કંપનીને લાગશે તાળા

જાણવા મળતી માહિતી પ્રમાણે પોરબંદરની જીઆઇડીસી ખાતે આવેલ ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ લી. વર્ષોથી સમગ્ર ભારતમાં તેની અનેક પ્રોડકટસ માટે પ્રખ્યાત છે અને આ પ્રોડકટસ થકી અનેક રીફ્રેકટરીસ પણ ચાલે છે. કંપનીને વિવિધ પ્રોડકટસના મેન્યુફેકચરીંગ માટે જરી બોકસાઇટની અછત ઉભી થઇ છે અને તેનું કારણ કંપનીના અધિકારીઓએ સરકારની અનેક કાયદાકીય આંટીઘુંટી હોવાનું જણાવ્‌યું હતું. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, કંપનીને બોકસાઇટની માઇન્સ ભાટીયા તેમજ કચ્છ ખાતે આવેલી છે જયાંથી તેઓને બોકસાઇટ ફેકટરી સુધી લાવતા પહેલા નો-ઓબ્જેકશન સર્ટીફીકેટ સહિત માઇન્સ વેલીડીટી, ઇસી સહિત અનેક પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે અને અગાઉ સરકાર દ્વારા બોકસાઇટની લીઝ રીન્યુ સહિતની કાર્યવાહી બે થી ત્રણ મહીનાની અંદર સંપન્ન થતી હતી પરંતુ હાલના સમયમાં 8 મહીનાથી 1 વર્ષ અથવા તો તેનાથી પણ વધારે સમય લાગી જાય છે અને હાલ કંપની ઉપર કાયદાકીય રીતે પેનલ્ટી લગાવીને બોકસાઇટની માઇન્સમાંથી બોકસાઇટ કંપની સુધી પહોંચતો નહીં હોવાથી પ્રોડકશનની કામગીરી બંધ થઇ હોવાની પરિસ્થિતિ ઉભી થતાં આગામી દિવસોમાં સરકાર મદદે આવીને વ્યવહા કાયદાઓ સાથે છુટછાટ નહીં આપે તો જીઆઇડીસી ખાતે કંપનીને બંધ કરવાનો નિર્ણય મેનેજમેન્ટ આવતા મહીનાથી લઇ શકે છે.

અનેકવિધ ઉત્પાદનો દ્વારા અનેક યુનિટને ફાયદો

હાલ આકંપનીનું સંચાલન આશાપુરા ગ્રુપ દ્વારા કરવામાં આવી રહ્યું છે કંપની દ્વારા હાઇએલ્યુમીનાબેઇઝડ મોનોલીથીકસ કાસ્ટેબલ અને મોર્ટર્સ જે સ્ટીલ, સિમેન્ટ, નોન ફેરર્સ મેટલ, કેમીકલ અને પાવર પ્લાન્ટમાં ઉપયોગ લેવાય છે ઉપરાંત ફયુઝડ એલીમીનીયા એબ્રેસીવ્ઝ ગ્રેઇન્સ જે પીંક,વ્હાઇટ અને બ્રાઉન બનાવવામાં આવે છે અને રીફ્રેકટરી ઇન્ડસ્ટ્રીમાં ઉપયોગ થાય છે જેથી આ કં5નીની પ્રોડકટ થકી ભારતમાં અનેક અન્ય યુનિટને પણ ફાયદો થાય છે.

સરકાર પ્રોત્સાહક નિતિ જાહેર કરે તે જરી 

પોરબંદરમાં લાંબા સમયથી નવા ઉદ્યોગ આવ્યા નથી અને સરકાર દ્વારા નવા-નવા ઉદ્યોગ સ્થાપવા માટેની પ્રોત્સાહક નિતિઓ જાહેર કરવામાં આવે છે પરંતુ ચાલુ ઉદ્યોગને મદદપ બનવા માટે સરકાર ગંભીર બનતી નથી અને તેવામાં પોરબંદર ખાતે આશાપુરા ગ્રુપ દ્વારા સંચાલિત ઓરીએન્ટ એબે્રસીવ્ઝ ઉપર અનેક સંકટના વાદળો ઘેરાયા છે જેથી આગામી સમયમાં આ ઉદ્યોગ બંધ થાય તો અનેક તકલીફો ઉભી થશે.

બોકસાઇટના કાયદામાં અનેક પ્રકારે આંટીઘુટી

પોરબંદરમાં અનેક નાના ઉદ્યોગોમાં પણ રો મટીરીયલ તરીકે બોકસાઇટનો ઉ5યોગ થાય છે અને છેલ્લા થોડા વર્ષોથી બોકસાઇટની કટોકટી અને કાયદાની આંટીઘુંટી વચ્ચે નાના ઉદ્યોગો બંધ થયા છે અને અમુક ઉદ્યોગ પાસે થોડા વર્ષો ચાલે તેટલો સ્ટોક અગાઉથી કરવામાં આવ્‌યો હોવાથી હાલ કાર્યરત છે તેવા સમયે ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ લી.ના અધિકારીએ જણાવ્‌યું હતું કે, બોકસાઇટની લીઝના નવા કાયદાઓ અત્‌યંત આંટીઘુંટીવાળા અને બિનવ્‌યવહા છે તેમજ સરકાર દ્વારા અનેક મંજુરીઓમાં ખુબ લાંબો સમય લાગી જતો હોવાથી પ્રોડકશન ઉપર ગંભીર અસર પહોંચે છે. બોકસાઇટના સ્ટોકમાં થોડી પણ આગળ-પાછળ રહે તો તુરંત દંડ કરીને સીઝ કરી દેવામાં આવે છે તેમજ દુનિયામાં કયાંય હોય નહીં તેટલી માત્રાના કોર્ટ કેસ પણ ગુજરાત હાઇકોર્ટમાં અનેક કંપનીઓના બોકસાઇટ સંદર્ભે ચાલી રહ્યા છે. બોકસાઇટ એન.ઓ.સી., માઇન્સ વેલીડીટી સહિત અનેક કાયદાકીય પ્રક્રિયાને સરકારે સરળ કરીને ઉદ્યોગોને હાલની પરિસ્થિતિમાં પ્રોત્સાહીત કરવા જોઇએ તેના બદલે ઉદ્યોગ બંધ થવા તરફ ધકેલાયા છે.

મેક ઇન ઇન્ડિયાનું સુત્ર કેમ સાર્થક થાય?

હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા મેક ઇન ઇન્ડિયાને પ્રોત્સાહીત કરવામાં આવે છે તે સામે વિવિધ પ્રોડકટ માટે કાચો માલ તરીકે વપરાતા બોકસાઇટની કાયદાકીય પ્રક્રિયા ખુબ જ જટીલ હોવાથી ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ જેવા ઉદ્યોગ બંધ થશે તો આ ઉદ્યોગ ખાતે તૈયાર થતી પ્રોકડટ અન્‌ય રીફ્રેકટરીસને તેના પ્રોડકશન માટે જરી હોવાથી ચાઇના સહિતના દેશોમાંથી સામે આયાત કરવાની ફરજ બનશે તો સરકારે નકકી કરવું જોઇએ કે મેક ઇન ઇન્ડિયા ચાલુ રાખવું જોઇએ કે ઇમ્પોર્ટ ફ્રોમ ચાઇના તેમજ સરકારે બોકસાઇટના કાયદાઓના વાંકે તેમજ બોકસાઇટ નહીં હોવાથી કેટલા યુનિટ બંધ થઇ ગયા? તેની પણ તપાસ કરવી જોઇએ.

સરકારને પણ થાય છે કરોડોની વાર્ષિક આવક

સામાન્ય વેપારીને પણ આવક મેળવવા માટે કયા પ્રકારે ધંધાકીય પ્રવૃતિ કરવી? તેનો ખ્યાલ હોય છે ત્યારે સરકારને બોકસાઇટની રોયલ્ટી તેમજ બોકસાઇટને કાચા માલ તરીકે ઉપયોગમાં લઇને અનેક પ્રોડકટ મેનીફેકચરીંગ કરતા ઉદ્યોગોમાંથી વાર્ષિક કરોડો પિયાની આવક થાય છે તો આવક આપતી ફેકટરીને કાયદાકીય રીતે મદદ કરવી જોઇએ કે પછી બંધ થવા તરફ જવા દેવા જોઇએ? તેવો પ્રશ્ર્ન પણ સૌને ઉઠયો છે તેમજ ઉદ્યોગપતિઓ પણ જણાવી રહ્યા છે કે, સરકારને અનેક પ્રકારે કરોડો પિયાની આવક મળતી હોવા છતાં તેઓ ફેકટરી ચલાવી શકે નહીં તે પ્રકારના નિયમો બતાવીને કાયદાકીય રીતે પરેશાનીનો ભોગ બની રહ્યા છે અને તેથી નાછુટકે  નુકશાની થતી અટકાવવા ફેકટરી બંધ કરવાની ફરજ પડશે.

વર્ષે 3પ0 કરોડનું થાય છે ટર્નઓવર

પોરબંદરના ઉદ્યોગનગરમાં વર્ષોથી કાર્યરત ઓરીએન્ટ એબ્રેસીવ્ઝ કંપની મોટી સંખ્યામાં કામદારો અને સ્ટાફને રોજીરોટી આપે છે અને વાર્ષિક 3પ0 કરોડનું ટર્નઓવર ધરાવે છે  અને માસિક અઢી કરોડનો પગાર પણ ચુકવવામાં આવે છે. આથી આ કં5ની બંધ થઇ જશે તો પોરબંદરમાં આર્થિક મંદી વધુ ઘેરી બનશે.

અનેક ઉદ્યોગો બંધ થતાં પોરબંદરની થઇ છે પાયમાલી

પોરબંદરમાં ભુતકાળમાં અનેક ઉદ્યોગો ધમધમતા હતા, કાપડની મહારાણા મિલથી માંડીને એચએમપી સિમેન્ટ ફેકટરી સહિત જગદીશ ઇન્ડસ્ટ્રીઝ અને ફીટટાઇટ બેરીંગ જેવા મોટા ઉદ્યોગોને એક પછી એક તાળા લાગી ગયા છે. આટલું ઓછું હોય તેમ માછીમારી ઉદ્યોગ પણ કોરોનાના વમળમાં અને પાક. મરીન સીકયુરીટીની દાદાગીરીમાં એટલી હદે ફસાય ગયો છે કે, શહેરમાં ભારે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અધુરામાં પુ હવે જો ઓરીએન્ટ ફેકટરી પણ બંધ થઇ જશે તો પોરબંદરમાં મંદી વધુ હેરાન-પરેશાન કરશે તેવું જણાઇ રહ્યું છે.