હું જાણીતા પત્રકાર શ્રી ઇસુદાનનું AAP પરિવારમાં સ્વાગત કરું છું : AK

ગુજરાતમાં આગામી વિધાનસભાની ચુંટણીને લઈ રાજકીય વાતાવરણમાં અત્યારથી જ ગરમાવો આવ્યો છે. રાજ્યમાં આગામી ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે જંગ જામશે. કારણ કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે આજે અમદાવાદ ખાતેથી સત્તાવાર ઘોષણા કરી દીધી છે કે 2022ની ચુંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતની 182 બેઠકો પરથી ચુંટણી લડશે.

અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવાની સાથે તેમણે પત્રકાર પરીષદ સંબોધી હતી જેમાં તેમણે ભાજપ, કોંગ્રેસને આડે હાથ લેતા અનેક આક્ષેપો કર્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું હતું કે તેમની પાર્ટીના ઉમેદવારો તમામ બેઠક પરથી ચુંટણી લડશે.

આ પહેલા રવિવારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું જેમાં તેમણે લખ્યું હતું કે, હવે બદલાશે ગુજરાત… આ સિવાય સોમવારે સવારે પણ તેમણે એક ટ્વીટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, ” હું ગુજરાતના જાણીતા પત્રકાર શ્રી ઇસુદાન ગઢવિજીનું આમ આદમી પાર્ટી પરિવારમાં સ્વાગત કરું છું. મને પૂરો વિશ્વાસ છે કે ઇસુદાન ભાઈએ ગુજરાત માટે જે સપનું જોયું છે તે નિશ્ચિતરૂપે ગુજરાતની જનતા સાથે મળીને પૂરું કરશે. ”

ઉલ્લેખનીય છે કે 2021માં સુરત મહાનગરપાલિકાની 120માંથી 27 બેઠકો આમ આદમી પાર્ટીએ જીતી હતી. ત્યારબાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત આવ્યા હતા. જ્યારે હવે ફરીવાર તેઓ ગુજરાત આવ્યા અને 2022ની વિધાનસભાની ચુંટણી માટે ભાજપ અને કોંગ્રેસ માટે પડકાર ફેંક્યો.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.