ભારતીય પુરૂષોનું શિશ્ન સરેરાશ ૪ ઈંચ હોય, સંભોગ સંતોષ પ્રાપ્ત કરવા પુરુતું છે ?

પુરુષો ભાગ્યે જ એક-બીજાનું કામાંગ દેખાય એ રીતે ઉભા રહીને પેશાબ કરતા હશે. આની પાછળ એમના અજાગૃત મનમાં પડેલો એક લઘુતાભાવ હોય છે કે એના કરતાં મારું અંગ નાનું હશે તો ?!
લગભગ દરેક અણસમજુ પુરુષના મન-મગજમાં પોતાનાની સાઈઝથી છુપો અસંતોષ હોય જ છે. ગધેડાં જેવાં તુચ્છ પશુઓની પણ એને કેટલીકવાર ઈર્ષા થતી હોય છે. એમાંયે અત્યારના પોર્ન વીડીયો ના કેમેરાઓની ટ્રીકે તો માણસજાતને ઓર તણાવપુર્ણ અને હતાશ કરી મુકી છે. કેટલી નાસમજ સ્ત્રીઓ પણ પોતાના પુરુષોને એ બાબતે મહેણાં પણ મારતી રહેતી હોય છે. એવા કારણોસર પુરુષોએ આપઘાત કરી લીધા હોવાના કીસ્સાઓ પણ બનતા રહેતા હોય છે. આ બાબતે સ્ત્રીઓ નસીબદાર છે, કારણકે એમનાં જનનાવયવો આંતરીક છે !
સેક્સોલોજીસ્ટોના મતે ભારતીય પુરુષના જાગૃત કામાંગનું સરાસરી માપ 4  ઈંચ હોય છે. જે દરેક બાબતે પર્યાપ્ત છે. કેટલાક કીસ્સાઓમાં 2 ઈંચ આમ કે 2 ઈંચ તેમ હોઈ શકે છે. અજાગૃત તો હવામાનની અસરને કારણે 1 નું પણ થઈ શકે છે ! ખરેખર તો હતાશા અને લઘુભાવને ખંખેરી નાખીને ભારતીય પુરુષે તો ખુશ ખુશ થઈ જવું જોઈએ, કારણકે ભારતીય પુરુષો સેક્સની બાબતમાં દુનીયામાં અવ્વલ ગણાય છે ! આપણી ફાટફાટ વસ્તી એનો દેખીતો પુરાવો છે !
નારીના સરેરાશ છ ઈંચ લાંબા માર્ગ શરુઆતની બે ઈંચ જ સંવેદનશીલ હોય છે. એટલી સાઈઝની નર અંગ પણ નારીને કામસંતોષ કરાવી શકે છે. પુરુષ અંગનું એ પછીનું કામ સીમેન ડીસ્ચાર્જ કરવાનું હોય છે. ડીસ્ચાર્જનો ફોર્સ અને ધક્કો જ એટલો હોય છે કે સીમેન ચેક સુધી પહોંચી જાય અને બાકીનું કામ વેગીલાં સ્પર્મ પતાવી દેતાં હોય છે. યુરોપીયન સ્ત્રીઓને કોઈ સ્ત્રી એમના પાર્ટનરના અંગની સાઈઝ અંગે પુછે તો મજાકમાં એ કહેતી હોય છે, “એઝ લોંગ એઝ ગોરીલા’ઝ !”
મહાકાય ગોરીલા અને વનરાજ સીંહનાં કામંગો તો મનુષ્ય કરતાં પણ ટુંકાં હોય છે ! શું માણસ માટે આ ખુશ થઈ જવા જેવી વાત નથી ?  એક વાત તો ચોક્કસ છે કે કુદરતે બક્ષેલા એ માપમાં કોઈ દાક્તરો, ગોળીઓ, તેલો, જડીબુટ્ટીઓ કે વર્ધકયંત્રો એક દોરા જેટલો પણ ફેરફાર કરી શકતાં નથી. ઉલટાનું ઉલમાંથી ચુલમાં પડીને માણસ ના કહેવાય, ના સહેવાય કે ના રહેવાય એવી પરીસ્થીતીમાં મુકાઈ જાય છે !
ટુંકમાં જે મળ્યું છે એને મન ભરીને માણી લેવું, બસ !
Source ; Manhar Jamil

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.