૨૦૨૨માં પાટીદાર મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા: નરેશ પટેલ

કેશુભાઈ પછી પાટીદાર સમાજને સબળ નેતા ન મળ્યો હોવાનો વસવસો: ખોડલધામમાં પાટીદાર સમાજના આગેવાનો એક મચં પર:  સરકાર અને ગુચર એજન્સી સતર્ક

કડવા અને લેઉઆ સમાજને એક કરવા માટે પાટીદાર સમાજના આગેવાનો દ્રારા છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ થઇ રહ્યા છે થોડા સમય પહેલાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ ઉમિયાધામ ગયા હતા અને ત્યારબાદ આજે ખોડલધામ ખાતે સુરતથી ઉમિયાધામ ટ્રસ્ટના પાટીદાર સમાજના આગેવાનો આવી પહોંચ્યા હતા આ બાબતમાં કયાંય રાજકીય એજન્ડા નથી એવી વાતો આયોજકો કરી રહ્યા છે આમ છતાં રાય સરકાર અને ગુચર સંસ્થા આ બેઠક પર નજર રાખી રહી છે. ખોડલધામના નરેશ પટેલે મીટીંગ શરૂ થતાં પહેલા ઈલેકટ્રોનીક મીડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કેશુભાઈ પછી પાટીદાર સમાજને સબળ નેતૃત્વ મળ્યું નથી. ૨૦૨૨ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ પાટીદાર સમાજનો નેતા મુખ્યમંત્રી બને તેવી ઈચ્છા છે.

આમ આદમી પાર્ટીના પર્ફેામન્સની નરેશ પટેલે સરાહના કરતા આ બાબત ભવિષ્યના નિર્દેશ સમાન છે કે કેમ? તેવા સવાલો ઉઠી રહ્યા છે. સરકારમાં અને બ્યુરોક્રેટમાં પાટીદાર સમાજને પુરતું પ્રતિનિધિત્વ ન મળતું હોવાની લાગણી પણ વ્યકત કરવામાં આવી રહી છે.

આજે ખોડલધામ ખાતે મળેલી બેઠકમાં ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સુરતના મથુરભાઈ સવાણી રવજીભાઈ બાદશાહ સીદસર ઉમિયા મંદિર ના જયરામ ભાઈ પટેલ ઐંઝા મંદિર ના દિલીપભાઈ પટેલ, સોલા ઉમિયાધામ કેમ્પસના વાસુદેવ પટેલ અને રમેશભાઇ દુધવાળા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના આર.પી.પટેલ અને સરદારધામના ગગજીભાઈ સુતરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત હોવાનું જાણવા મળે છે.

સમાજના અન્ય આગેવાનોના જણાવ્યા મુજબ આમાં કોઈ પોલિટિકલ એજન્ડા નથી નરેશભાઈ પટેલ ઉમિયાધામ ગયા હતા અને તેથી ત્યાંના ટ્રસ્ટીઓ ખોડલધામ આવી રહ્યા છે જોકે અમુક રાજકીય આગેવાનોના જણાવ્યા મુજબ આજની આ બેઠકમાં પોલિટિકલ એજન્ડા ન હોવા છતાં સમાજના આગેવાનો એક મચં પર આવે છે તે બાબત ઘણી મહત્વની છે આગામી દિવસોમાં આ પ્રકારની વધુ મીટીંગ મળશે અને તેમાં મહિલાઓને પણ હાજર રાખવામાં આવશે.

આજની આ બેઠકમાં પાટીદાર સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને સામાજિક રીતે બન્ને સમાજ નજીક આવે તે મુદ્દે વાતચીત કરવામાં આવી હતી.સવારે ૧૦:૦૦ વાગ્યે આગેવાનોએ ખોડલધામના દર્શન કર્યા બાદ મિટિંગ શ થઈ હતી અને બપોરે મોડે સુધી ચાલુ રહી હતી.

રાજકીય નિરિક્ષકો ના જણાવ્યા મુજબ ભલે આજની બેઠકમાં કોઈ પ્રકારનો પોલિટિકલ એજન્ડા ન હોય પરંતુ ભવિષ્યના આયોજનના ભાગપે આ મિટિંગ મળી છે અને ગુજરાત વિધાનસભાની ૨૦૨૨માં યોજાનારી ચૂંટણી પૂર્વે આ તૈયારીઓ થઈ રહી છે ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા રહે તેમ છે આ તૈયારી વધુ જોરદાર બનશે.

રૂપાણીના હોમ ડિસ્ટિ્રકટમાંથી જ પાટીદાર મુખ્યમંત્રી માટે ઉઠેલી વાત

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હોમ ડિસ્ટિ્રકટ રાજકોટ જિલ્લામાંથી પાટીદાર મુખ્યમંત્રી માટેની વાત ઉઠવા પામતા રાજકારણમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. કડવા અને લેઉવા પટેલ સમાજના આગેવાનો આજે જેતપુર નજીકના ખોડલધામ ખાતે એકત્ર થયા છે અને ત્યાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલે ૨૦૨૨માં પાટીદાર મુખ્યમંત્રીની ઈચ્છા જાહેર કરી છે.  પાટીદારોને એક કરવાના પ્રયાસો ઘણાં લાંબા સમયથી ચાલી રહ્યા છે. કાલાવડ રોડ પર આવેલી હોટલ સયાજીમાં અને ત્યાર બાદ ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીઝનેસના નામે પાટીદાર સમાજની મીટીંગો મળી હતી અને તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા. આજે ફરી કડવા–લેઉવા સમાજના આગેવાનો એકત્ર થયા છે. આ મીટીંગમાં કોઈ પોલીટીકલ એજન્ડા નથી તેવી વાતો શરૂઆતમાં કરવામાં આવતી હતી પરંતુ પાટીદાર મુખ્યમંત્રીની નરેશ પટેલની ઈચ્છા બાદ આ મીટીંગમાં હીડન એજન્ડા પોલીટીકલ હોવાનું સ્પષ્ટ્ર થઈ ગયું છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.