ખોડલધામ : પાટીદાર સમાજના આગેવાનો એક મચં પર, રાજકીય એજન્ડા ન હોવાનું કથન

નરેશ પટેલ ઉમિયાધામ ગયા પછી સુરતના આગેવાનો આવતા હોવાની વાત: સરકાર અને એજન્સી સતર્ક

કડવા અને લેઉઆ સમાજને એક કરવા માટે પાટીદાર સમાજના આગેવાનો દ્રારા છેલ્લા કેટલાક સમયથી પ્રયાસ થઇ રહ્યા છે થોડા સમય પહેલાં ખોડલધામ ટ્રસ્ટના નરેશ પટેલ ઉમિયાધામ ગયા હતા અને ત્યારબાદ આજે ખોડલધામ ખાતે સુરતથી ઉમિયાધામ ટ્રસ્ટના પાટીદાર સમાજના આગેવાનો આવી પહોંચ્યા હતા આ બાબતમાં કયાંય રાજકીય એજન્ડા નથી એવી વાતો આયોજકો કરી રહ્યા છે આમ છતાં રાય સરકાર અને ગુચર સંસ્થા આ બેઠક પર નજર રાખી રહી ગઈ.

આજે ખોડલધામ ખાતે મળેલી બેઠકમાં ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સુરતના મથુરભાઈ સવાણી રવજીભાઈ બાદશાહ સીદસર ઉમિયા મંદિર ના જયરામ ભાઈ પટેલ ઐંઝા મંદિર ના દિલીપભાઈ પટેલ, સોલા ઉમિયાધામ કેમ્પસના વાસુદેવ પટેલ અને રમેશભાઇ દુધવાળા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ના આર.પી.પટેલ અને સરદારધામના ગગજીભાઈ સુતરીયા સહિતના આગેવાનો ઉપસ્થિત હોવાનું જાણવા મળે છે.

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનો મોબાઇલ સ્વીચ ઓફ થઇ ગયો છે પરંતુ સમાજના અન્ય આગેવાનોના જણાવ્યા મુજબ આમાં કોઈ પોલિટિકલ એજન્ડા નથી નરેશભાઈ પટેલ ઉમિયાધામ ગયા હતા અને તેથી ત્યાંના ટ્રસ્ટીઓ ખોડલધામ આવી રહ્યા છે જોકે અમુક રાજકીય આગેવાનોના જણાવ્યા મુજબ આજની આ બેઠકમાં પોલિટિકલ એજન્ડા ન હોવા છતાં સમાજના આગેવાનો એક મચં પર આવે છે તે બાબત ઘણી મહત્વની છે આગામી દિવસોમાં આ પ્રકારની વધુ મીટીંગ મળશે અને તેમાં મહિલાઓને પણ હાજર રાખવામાં આવશે.

આજની આ બેઠકમાં પાટીદાર સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે અને સામાજિક રીતે બન્ને સમાજ નજીક આવે તે મુદ્દે વાતચીત કરવામાં આવી હતી.સવારે ૧૦:૦૦ વાગ્યે આગેવાનોએ ખોડલધામના દર્શન કર્યા બાદ મિટિંગ શ થઈ હતી અને બપોરે મોડે સુધી ચાલુ રહી હતી.

રાજકીય નિરિક્ષકો ના જણાવ્યા મુજબ ભલે આજની બેઠકમાં કોઈ પ્રકારનો પોલિટિકલ એજન્ડા ન હોય પરંતુ ભવિષ્યના આયોજનના ભાગ આ મિટિંગ મળી છે અને ગુજરાત વિધાનસભાની ૨૦૨૨માં યોજાનારી ચૂંટણી પૂર્વે આ તૈયારીઓ થઈ રહી છે ચૂંટણીના દિવસો જેમ જેમ નજીક આવતા રહે તેમ છે આ તૈયારી વધુ જોરદાર બનશે

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.