ઇતિહાસ સમયાંતરે એનું પુનરાવર્તન કરતો જ હોય છે

સૌથી વધુ ખેતી સાથે સંકળાયેલો સમાજ છે પાટીદાર, આજ સુધી તેની કોઈ સંસ્થાએ ખેડુત,ખેતીની સમસ્યા બાબતે શાસકોને કંઈ સવાલ કર્યો ? જવાબ હશે ના !! ગુજરાતનું ગૌરવ અને વૈશ્વિક ઓરા બની લગાતાર ૨૫ વર્ષ એકચક્રી શાસન કરનાર તત્કાલીન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન પદે બિરાજમાન નરેન્દ્રભાઈ મોદીજીની ઓરા હવે ઝંખવાઈ રહી છે.

ન્યુટન જેવો એક સરળ નિયમ છે ‘ઇતિહાસ સમયાંતરે એનું પુનરાવર્તન કરતો જ હોય છે’ આજથી પચીસ વર્ષ પહેલાં ઉત્તરપ્રદેશમાં જેમની ગણના દિગગજ નેતામાં થતી એ રાજનાથસિંહ આજે ક્યાં ? કોરાણે ધકેલાઈ ગયા, ઉત્તરપ્રદેશમાં આજે જે આંતરીક કલહ છે પક્ષ અને સરકારમાં એ કલહમાં યોગીજી મોદી/શાહ અને નડાને મળ્યા પરંતુ રાજનાથને નહીં, મહારાષ્ટ્રમાં દિગગજ કહેવાતાં નીતિન ગડકરીજીના રાજનાથજી જેવા જ હાલહવાલ છે, રાજસ્થાનમાં વિજયારાજે સિંધિયાજી તો ગુજરાતના આનંદીબહેન પટેલ, મધ્યપ્રદેશમાં ઉમાભારતીજી, ગોવિંદાચાર્ય અને છેલ્લે પૂર્વનાયબ વડાપ્રધાન માનનીય અડવાણીજી અને પૂર્વ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી મુરબ્બી મુરલી મનોહર જોશીજી.

આ ઉપરાંત યુપીના વિનય કટીયારજી, ગુજરાતના પ્રવીણ તોગડીયાજી, સંજય જોશીજી સમેત પક્ષ અને વિપક્ષના કુલ ૬૫૦ નાનામોટા રાજનેતાઓની પાંખો કાપીને તખ્ત પર બિરાજમાન મોદીજીના જાદુને એની જ પેઢીની નેત્રી મમતા બેનરજીએ બંગાળમાં પરાસ્ત કરીને મોદીજીની પાંખ કાતરવાનું શરૂ કરી દીધું છે એ નજરે પડે છે, જૂની પેઢીના, પવારજી, સોનીયાજી, લાલુજી, યશવંત સિન્હાજી, શીબુ સોરેનજી, નીતીશકુમારજી ઇત્યાદિ જુના નેતાઓ હવે ક્યારેય વડાપ્રધાન બની શકવાના નથી, એટલું જ નહીં જૂનીપેઢીના વડાપ્રધાન તરીકે આખરી પ્રધાનમંત્રી મોદીજી ગણાશે.

૨૦૨૪ માં આવશે એ પ્રધાનમંત્રીજી બીજી એટલે કે અનુગામી પેઢીના હશે પછી એ ઉદ્ધવ હોય, રાહુલ કે કેજરીવાલ હોય, યોગી હોય કે તેજસ્વી, અખિલેશ કે ભાર્ગવ હોય પણ અનુગામી પ્રધાનમંત્રી હશે નવી પેઢીમાંથી એટલું નિશ્ચિત છે.

ત્યારે પહેલાં પેરેગ્રાફમાં જ્યાંથી શરૂઆત કરી લખવાની ત્યાં ફરી જઈએ તો સૌથી વધુ ખેતી સાથે સંકળાયેલો સમાજ છે પાટીદાર, આજ સુધી તેની કોઈ સંસ્થાએ ખેડુત,ખેતીની સમસ્યા બાબતે શાસકોને કંઈ સવાલ કર્યો ? જેમ મોદીજીના એકચક્રી શાસન માટે શામ, દામ, દંડ અને ભેદ બધું જ અસ્તિત્વમાં આવ્યું અને આજ પચીસ વર્ષે એ જ ઓરા ઝાંખી પડવા લાગે ત્યારે અતિશય દોહ્યલું તેને લાગે જેણે ઓરા ઉભી કરવા માટે બધી જ નીતિઓ અખત્યાર કરી હોય, એ જ રીતે પાછલા ૪૫ વર્ષમાં રાજકીય રીતે દરેક સ્તરે મોખરે રહેલો પાટીદાર સમાજ સત્તા અને સંસ્થામાં ઊંડા મૂળિયાં નાંખી ચુક્યો હોવા છતાં ખેતી વિષયક સમસ્યાઓમાં શાસકોનું ધ્યાન લગીરેય દોરી નથી શક્યો.

તેથી ૨૦૨૨ માં ગુજરાતની આગામી વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર નેતાઓ અને પાટીદાર મતદારોની ઓરા ઝંખવાઈ રહી છે અને નાના નાના સમાજ તરીકે ખેતીવાડીની અનેક સમસ્યાઓથી ઘેરાયેલ રહેલ બીજાં સમાજ એટલે કે અનુગામીઓની ઓરા મજબૂત થશે એ મુજબ મારું આંકલન કહું તો કોળી સમાજ અને અનુસૂચિત સમાજનું નેતૃત્વ ગુજરાતના શાસનની અનુગામી પેઢી તરીકે ઓરા ખીલવી ચુક્યા છે.

કદાચ આ સમાજ નેતૃત્વ નહીં આપી શકે તો એ સમાજના મતદારો નાના નાના સમાજના નેતૃત્વને મતની તાકાત આપશે, વ્યવસ્થા પરીવર્તન દૂર ભલે હોતું પરંતુ એ વ્યવસ્થાને પરાવર્તિત કરવા સત્તા પરીવર્તન ચોક્કસપણે દેખાઈ રહ્યું છે, સરકાર ભાજપની આવે કે કોંગ્રેસની કે કોઈ અન્ય પક્ષની પરંતુ રાજકીય દબદબામાં સમાજ પરીવર્તન અચૂકપણે થઈ રહ્યો છે, સત્તાના કેન્દ્રમાં કોળી સમાજ અને અનુસૂચિત સમાજને બહુમૂલ્ય તક સાંપડવા જઈ રહી છે તે વાતમાં કોઈ બેમત નથી.

અંતમાં દમન કહો કે દયા, સહન કરો કે પ્રહાર પરંતુ ઇતિહાસ એના ચોક્કસ સમયે પુનરાવર્તન કરતો જ હોય છે અને હા હજુ કોઈને ભલે અજુગતું લાગે પરંતુ નરેન્દ્રભાઈ મોદીજીનો જાદુ, લહેર, ચમત્કાર કે કુદરતી શક્તિ જે કહો એ પણ એ ઘટી રહ્યા છે એ નકારી શકાય નહીં.

આ પણ જુઓ…

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.