રાજકોટ : ૪૦ સ્કૂલમાં DDO નું ચેકિંગ

ફીને લઈને વાલીઓ પર દબાણ અને ધોરણ ૧૦ની માર્કશીટ વિના ધોરણ ૧૧માં પ્રવેશ બાબતે
નિયમોનું ઉલ્લંઘન કરતી સ્કૂલો સામે જિલ્લા શિક્ષણ અધિકારીનો ધગધગતો રિપોર્ટ: તપાસ બાદ કાર્યવાહી કરાશે: ડી.ઇ.ઓ. કૈલા

શહેરની ૪૦ જેટલી ખાનગી શાળાઓમાં ડીઇઓની ટિમ એ તપાસ શરૂ કરીને નિયમો ની એસી તેસી કરતી સ્કૂલો સામે ધગધગતો રિપોર્ટ તૈયાર કરવાની કાર્યવાહી હાથ ધરી છે. ડી ઇ ઓ તત્રં દ્રારા બે દિવસથી ૪૦ સ્કૂલમાં તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં ધોરણ ૧૦ ની માર્કશીટ વિના ધોરણ–૧૧ સાયન્સમાં પ્રવેશ અને ફી પ્રશ્ને આ તપાસ હાથ ધરવામાં આવી છે.

ડી.ઇ.ઓ કૈલા ની સૂચનાથી રોઝરી,માસૂમ,મોદી, ધોળકિયા, પ્રીમિયર,, અક્ષર, ઉત્કર્ષ, સન લાવર, નક્ષત્ર, ભૂષણ,એસ ઓ એસ, પ્રિન્સેસ, એમ જી ધોળકિયા, પંચશીલ, શકિત, ઈશ્વરીયા માં આવેલી મોદી અને ઇનોવેટિવ સહિત ૪૦ જેટલી સ્કૂલમાં આ ટીમ દ્રારા નિરીક્ષણ હાથ ધરીને તેનો રિપોર્ટ રજૂ કરશે. વધુમાં મળતી વિગત મુજબ આ રિપોર્ટ દરમિયાન ચારથી પાંચ સ્કુલ ને નોટિસ ફટકારવા માટે પ્રક્રિયા હાથ ધરાશે ,આ સ્કૂલ દ્રારા વિધાર્થીઓ અને વાલીઓને માટે દબાણ થતું હોવાનું જાણવા મળ્યું છે.
યારે અંબિકા ટાઉનશીપ માં આવેલી મોદી સ્કૂલ દ્રારા વાલીઓને ૨૦ પેજની શો કોઝ નોટિસ અપાઇ હતી. યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.