આ લૂંટારું ત્રિપુટીની માહિતી આપો, પોલીસ ઇનામ આપશે

કુરિયર ઓફિસમાં લૂંટ સહિતના ગુનામાં સંડોવાયેલા આ શખસોની માહિતી આપવા પોલીસની અપીલ: જાણ કરનાર નાગરિકનું નામ ગુપ્ત રખાશે

રાજકોટના કુરિયરની ઓફિસમાં લૂંટ સહિત અનેક ગુનામાં સંડોવયેલા ત્રિપુટીની રાજકોટ પોલીસ શોધખોળ કરી રહી છે. આરોપીના સીસીટીવી ફટેજ સામે આવ્યા છે. ગત તા. ૨૫ મે ના રોજ રાજકોટના ગોંડલ રોડ પર આવેલ બાલાજી કુરિયરની ઓફિસમાંથી .૧૫ લાખની લૂંટ કરી ત્રણ લૂંટાં ફરાર થઈ ગયા હતા. બાઈક પર આવેલા ત્રણ લૂંટાં બાલાજી કુરિયર એન્ડ કાર્ગેાની ઓફિસમાં ઘુસી હાજર કર્મચારીને ખુરશી સાથે બાંધી રોકડ લઈ ફરાર થઈ ગયા હતા. પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે આરોપીઓએ આ લૂંટ કરી તે પહેલાં અન્ય એક દુકાનમાં પણ .૨૫૦૦થી ૩૦૦૦ની રોકડ લૂંટી હતી. ત્યાંના સીસીટીવી ફટેજ મળતા આરોપીઓની ઓળખ કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

ઉપરોકત સીસીટીવી ફટેજની તસવીરમાં દેખાતા શખસ કયાંય જોવા મળે અથવા કોઈ તેમને ઓળખતું હોય તો તુરતં પોલીસનો સંપર્ક કરે. જે કોઈ નાગરિક જાણકારી આપશે તેનું નામ ગુ રાખવામાં આવશે અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે. જો કોઈ જાણકારી મળે તો ક્રાઈમ બ્રાન્ચ પીઆઇ વી.કે. ગઢવી (મો.ન.૯૧૯૭૧૨૫ ૬૯૭૭૭) અને પીએસઆઈ પી.એમ. ધાખડા (મો.ન. ૯૧૯૨૭૫૦ ૦૦૦૧૯) નો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે

source : Aajkal Daily Rajkot