કોરોનાના દર્દીઓની સુવિધા માટે વિક્રમભાઇ માડમએ 57.30 લાખની ફાળવી ગ્રાન્ટ

વિક્રમભાઇ માડમ દ્વારા કોવીડ હોસ્પિટલમાં વિવિધ સામગ્રીઓ ઉપરાંત ઓકસીજન પ્લાન્ટ બનાવવા અને ઇકો એમ્બ્યુલન્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ બનાવાશે

Reporter : A wahid
+ 91 9904127302

જામખંભાળીયા-ભાણવડ વિસ્તારનાં ધારાસભ્ય દ્વારા હાલના સમયની કોવીડ-19ની મહામારી ઘ્યાને લઇ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક એવા જામખંભાળીયા શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલ માટે કુલ 31,80,000ની ગ્રાન્ટ ફાળવી, એક સંપૂર્ણ આઇસીયુ વોર્ડને લગતી કોવીડ-19ના દર્દીઓની તમામ પ્રકારની જરીયાત સંતોષાય તે માટેની મેડીકલ સાધન સામગ્રી જેવી કે, બેડ, આઇવી સ્ટેન્ડ, ઓવર બેડ ટેબલ, ટ્રોલી, ઇસીજી મશીન, ઇસીજી ટ્રોલી, પલ્સ, ઓકસી મીટર, વ્હીલ ચેર, ફ્રીઝ, સેન્ટ્રી ફયુઝ, ઓકસીજન ટાંકી 250 લીટર, સીરીંજ પંપ, ફલો મીટર, ઓકસીજન સેન્ટ્રલ લાઇન તથા સેમી બાયો કેમેસ્ટ્રી, એનેલાઇઝર-કોમ્પ્યુટર સાથે વિગેરે તમામ પ્રકારની દર્દીઓની જરીયાત માટેનાં સાધનો માટે ઉકત દશર્વિેલ રકમની ગ્રાન્ટની ફાળવણી કરી આપેલ છે, જે સાધનોથી એક સંપૂર્ણ આઇસીયુ વોર્ડ તૈયાર થશે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક પછીના બીજા નંબરના ભાણવડ શહેરની સરકારી હોસ્પિટલ માટે ઓકસીજન પ્લાન્ટ બનાવવા માટે ઉપરોકત ફાળવેલ ગ્રાન્ટ ઉપરાંત બીજા 18,00,000 ની ગ્રાન્ટની ફાળવણી પણ કરી આપેલ છે. ઉપરોકત બાબતો ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ત્રીજા મહત્વનાં સલાયા ગામ માટે દર્દીઓની સુવિધા માટે 7,50,000 ઇકો એમ્બ્યુલન્સ વીથ ઓકસીજન સીલીન્ડરની પણ ફાળવણી કરેલ છે, જેનું સંચાલન જાળવણી તથા અન્ય જરીયાત મુજબના ખચર્ઓિ સલાયા વાઘેર મુસ્લિમ જમાત સમસ્ત ભોગવશે તથા સંભાળવામાં આવશે તે મુજબની વિગતે ફાળવણી કરવામાં આવેલ છે.

આમ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળીયા-ભાણવડ વિસ્તારના ધારાસભ્ય વિક્રમભાઇ માડમે કોવીડ-19ની મહામારીની બીજા લહેર તથા સંભવીત ત્રીજી લહેર માટે સરકારી હોસ્પિટલ જામખંભાળીયાને 31,80,000 ભાણવડ હોસ્પિટલને ઓકસીજન પ્લાન્ટ માટે 18,00,000 અને સલાયા ગામ માટે ઇકો એમ્બ્યુલન્સ વીથ ઓકસીજન સીલીન્ડરની દશર્વિેલ વિગતે ગ્રાન્ટની ફાળવણી કરેલ છે. ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા કોવીડ-19ની મહામારીમાં દર્દીઓની સુવિધા માટે કુલ 57,30,000ની ફાળવી આપેલ છે તે મુજબ ધારાસભ્ય વિક્રમભાઇ માડમનાં કાયર્લિયની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.