જામનગર રાષ્ટ્રીય રાજપૂત (મહિલા વિંગ) કરણી સેના દ્વારા કલેકટરને આવેદન પત્ર

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ અને ગુજરાતના અઘ્યક્ષ રાજ સેખાવત દ્વારા યુવાનોને રોજગારી આપવાનું તેમજ દેશના અલગ અલગ રાજયોમાં સેવાકીય પ્રવૃત્તિ અવિરત પણે કરી રહ્યા છે, તેમની આ કામગીરી અને આર્થિક રીતે તોડી પાડવા માટે આચરવામાં આવતી કીન્નાખોરી દુર કરવા માટે જામનગરમાં આજે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના(મહિલા વિંગ)ના સૌરાષ્ટ્રના મહામંત્રી જાગૃતિબા જાડેજા, જામનગર જીલ્લાના પ્રમુખ નિરાલીબા જાડેજા, જામનગર શહેર પ્રમુખ હેતલબા પરમાર તેમજ રાષ્ટ્રીય કરણી સેનાના યુવા પ્રમુખ દિવ્યરાજસિંહ જાડેજા, અજયસિંહ જાડેજા સહિત મહિલા સદસ્યો અને કાર્યકરો દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના મહિલા વીંગના સૌરાષ્ટ્રના મહામંત્રી જાગૃતિબા જાડેજાએ આજકાલ સાથે વાતચીતમાં જણાવ્‌યું હતું કે, રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અઘ્યક્ષ રાજ શેખાવત અમદાવાદ ખાતે પ્રાઇવેટ સીક્યુરીટીનો વ્યવસાય કરી રહ્યા છે અને ગુજરાતના યુવાનોને રોજગારી આપી રહ્યા છે. આ ઉપરાંત કંપનીને અનેક કલાઇન્ટો દ્વારા પ્રશંસા પાઠવવામાં આવી રહી છે.

આ આવેદન પત્રમાં રાષ્ટ્રીય કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ અને ગુજરાતના અઘ્યક્ષની સેવાકીય કામગીરીને ઘ્યાને લઇ સરકારી તંત્ર તેમજ પોલીસ વિભાગ દ્વારા તેમની સત્તાનો દુરઉપયોગ કરી ધંધા-રોજગાર બંધ કરાવવા માટેના પ્રયાસો થઇ રહ્યા છે તેને સંપૂર્ણ પણે બંધ કરવા સંદર્ભે વિસ્તૃત બાબતો વર્ણવી રાજયપાલને સંબોધતુ આવેદન પત્ર જીલ્લા કલેકટરને પાઠવવામાં આવ્યું છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.