સભ્યએ જ વોટ્સએપમાં મેસેજ શેર કર્યો, વેક્સિન લેશો તો મોત નિશ્ચિત છે

  • અમદાવાદના સરસપુરના મહિલા કોર્પોરેટર મંજુલાબેન ઠાકોરે વોટ્સએપ મેસેજ શેર કર્યો
  • મારો ફોન ગમે તે વ્યક્તિ પાસે હોય છે, મેં આ પોસ્ટ કરી નથી: મંજુલાબેન ઠાકોર

સમગ્ર દેશ અને દુનિયા સાથે ગુજરાતમાં પણ કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. કોરોના સામેનું અમોઘ શસ્ત્ર વેક્સિન છે. માત્ર એટલું જ નહીં, પીએમ મોદી પણ વેક્સિન લેવા માટે સૌ કોઈને અપીલ કરે છે. તેમજ પોતે પણ બન્ને ડોઝ લઈ ચૂક્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી પણ વેક્સિન લેવા માટે દરેક લોકોને વિનંતિ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ કમિટીના મહિલા સભ્ય અને ભાજપના કોર્પોરેટર એવા મંજુલા ઠાકોરે વેક્સિન લેશો તો મોત નિશ્ચિત છે એવો વોટ્સએપ મેસેજ શેર કર્યો છે.

મને ખબર નથી આ કોણે પોસ્ટ કરીઃ મંજુલા બેન
અમદાવાદ શહેરના સરસપુર વોર્ડના ભાજપના કોર્પોરેટર અને કોર્પોરેશનની હેલ્થ કમિટિના સભ્ય મંજુલાબેન ઠાકોરે વોટ્સએપ ગ્રુપમાં વેક્સિન લેશો તો મોત નિશ્ચિત છે એવું લખેલો એક ફોટો શેર કર્યો છે. આ મામલે DivyaBhaskarએ કોર્પોરેટર મંજુલાબેન સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારો ફોન હું ગમે તે વ્યક્તિને આપી દઉ છું. ગ્રુપમાં મેં આ પોસ્ટ કરી નથી. મને ખબર નથી આ કોણે પોસ્ટ કરી દીધી છે.

કોરોના એ મોટું ષડયંત્ર છેઃ મંજુલા ઠાકોરે શેર કરેલો મેસેજ
વોટ્સએપમાં સરસપુર- રખિયાલ પરિવાર નામના ગ્રુપનો એક સ્ક્રિનશોટ વાઇરલ થયો છે, જેમાં ભાજપના સરસપુર વોર્ડના કોર્પોરેટર મંજુલાબેન ઠાકોર દ્વારા વેક્સિન ન લેવાને લઈ એક મેસેજ શેર કરવામાં આવ્યો છે. જેમાં લખ્યું છે કે, વેક્સિન કોઈ ના લેશો, કોરોનાની રસી લીધા પછી મોત નિશ્ચિત છે. કોરોના એ મોટું ષડયંત્ર છે, તમે આગળ મેસેજ ફોરવર્ડ કરજો. તમારી કુળદેવીના સોગંદ છે.

ભાજપના જ કોર્પોરેટરને વેક્સિન પર વિશ્વાસ નથી?
કોર્પોરેટર મંજુલાબેનની બે દિવસ પહેલા જ કોર્પોરેશનની હેલ્થ કમિટીના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ હેલ્થ કમિટી સમગ્ર અમદાવાદ શહેરના આરોગ્યનું ધ્યાન રાખવા માટે બનાવવામાં આવી છે. પરંતુ હેલ્થ કમિટીના જ સભ્યો દ્વારા આ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવતા અનેક સવાલ ઉભા થઇ રહ્યા છે કે શું ખુદ ભાજપના જ કોર્પોરેટરને વેક્સિન પર વિશ્વાસ નથી??

શું આમ કોરોના સામે જંગ જીતીશું?
આમ જેને આરોગ્યની કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે તેઓને જ કોરોના વેક્સિન અંગે આ પ્રકારના મેસેજ પોસ્ટ કરવા કે નહીં તેની સમજ લાગતી નથી.જો હેલ્થ કમિટીના સભ્ય જ કોરોના વેક્સિન સામે સવાલો ઉઠાવવા લાગશે તો કોરોના સામેની જંગ કેવી રીતે જીતીશું. માત્ર એટલું જ નહીં, તેઓ અમદાવાદીઓના આરોગ્યની કેવી રીતે સંભાળ લઈ શકશે?

વેક્સિન લેનારનું 2 વર્ષમાં મોત થઈ જશેનો વાઈરલ મેસેજ પણ ફેક
તાજેતરમાં જ એક ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, વેક્સિન લેવાના 2 વર્ષ પછી લોકોનું મોત થઈ જશે. સરકારી સંસ્થા પીઆઈબીના ફેક્ટ ચેકમાં આ દાવો સંપૂર્ણ રીતે ખોટો સાબિત કરવામાં આવ્યો હતો. પીઆઈબીએ આ સંબંધિત એક ટ્વિટ કરીને આ મેસેજને ખોટો ગણાવ્યો છે. પીઆઈબીએ ટ્વિટ દ્વારા કહ્યું છે કે, અત્યારે જે પણ વેક્સિન આપવામાં આવી રહી છે તે સુરક્ષિત છે, તેનાથી કોઈ પણ પ્રકારનું જોખમ નથી.

નિષ્ણાંતો આપી રહ્યાં છે વેક્સિનેશન પર જોર
વિશેષજ્ઞો વેક્સિન લગાવવા પર જોર આપે છે. તેમના મતે હર્ડ ઈમ્યુનિટી પ્રાપ્ત કરવા માટે આપણે આપણી 70% વસ્તીમાં એન્ટીબોડીઝ વિકસિત કરવાની જરૂરિયાત છે. એવામાં એન્ટીબોડીઝ વેક્સિનેશથી ડેવલપ થઈ શકે છે કે પછી ઈન્ફેક્શનના માધ્યમથી. હેલ્થ એક્સપર્ટ્સ મુજબ વેક્સિનેશન કોરોનાનો ડેથ રેટ ઘટાડવામાં મદદગાર રહેશે. પરંતુ તેને લીધા બાદ કેટલીક વસ્તુઓ પર ધ્યાન આપવું પણ જરૂરી છે. ડોકટર્સનું માનવું છે કે જો વેક્સિન લેનાર વ્યક્તિ પોતાની તંદુરસ્તી પ્રત્યે સાવધાન નહીં રહે તો વેક્સિન પછી પણ કોવિડની ઝપેટમાં આવી શકે છે.

વાઈરસનું ચક્ર તોડવા વેક્સિનેશન જરૂરી છે
વિશેષજ્ઞએ ચેતવણી આપી છે કે, જો કોરોના વાયરસનો પ્રકોપ લાંબા સમય સુધી રહ્યો તો તેના ખતરનાક સ્વરૂપ સામે આવતા રહેશે. આ વેરિયેન્ટ વેક્સિનોની અસરનો પણ સામનો કરી શકે છે. 40% વસતીને વેક્સિન આપી ચૂકેલા અમેરિકા જેવા દેશોમાં પણ જોખમ પેદા થઈ શકે છે. વોશિંગ્ટન યુનિવર્સિટીમાં વાઈરલ ઈમ્યુનોલોજિસ્ટ માઈકલ ડાયમંડ કહે છે કે, વાયરસનું ચક્ર તોડવાનો એકમાત્ર રસ્તો ભારત જેવા દેશોમાં પૂરતું રસીકરણ છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.