મહિલા સફાઈ કર્મચારી મામલો: વાલ્મિકી સમાજ દ્વારા જવાબદારો સામે પગલાં લેવાની માગ

  • જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામા આવી
  • ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ રજૂઆત સમયે હાજર રહ્યા
Reporter : A wahid
+ 91 9904127302

જામનગરની જી.જી.હોસ્પિટલમાં સફાઈકર્મી બહેન પર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામા આવ્યો હોવાનો આક્ષેપ કરાયો છે. જીજી હોસ્પિટલ સંકુલમાં થયેલા ઘર્ષણ મામલે 5 સફાઈ કર્મીઓની અટકાયત કરવામાં આવેલ હતી. પરંતુ, સફાઈકર્મીઓની માગ છે કે, તેઓની પણ ફરિયાદ લેવામા આવે. આ માગ સાથે છેલ્લા પાંચ દિવસથી લાલબંગલા સર્કલમાં ધરણા યોજવામા આવી રહ્યા છે. જેમાં આજે કૉંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ હાજર રહ્યા હતા. બાદમાં જામનગર એસપીને આવેદનપત્ર પણ પાઠવવામા આવ્યું હતું.

રજૂઆત બાદ ધારાસભ્ય નવસાદ સોલંકી એ કહ્યું હતું કે, એક ધારાસભ્ય આવે ત્યારે તેનો પ્રોટોકલ શું હોય તે તમારા એસપીને ખબર નથી. અને હું આવેદનપત્ર એસપી દીપેન ભદ્રન ને આપવા આવ્યો છું તેઓ ઉચ્ચ પોલીસ અધિકારીને કહ્યું હતું બાદમાં ઉચ્ચ પોલીસ અધિકારી એસપી દીપેન ભદ્રન સાથે વાતચીત કરી આખરે આવેદનપત્ર એસપી દીપેન ભદ્રને વાલ્મિકી સમાજ અને ધારાસભ્ય નૌશાદ સોલંકી એ આપ્યું હતું અને રજૂઆત કરી હતી. બાદમાં ધારાસભ્ય નૌશાદ સોલંકી જામનગરનીજી.જી.હોસ્પિટલમાં દાખલ સફાઈ કર્મચારી ની પણ મુલાકાત કરી હતી.

વાલ્મિકી સમાજની રજૂઆત બાદ જામનગર એસપીએ કહ્યું હતું કે, આ મામલામાં જે પણ કોઈ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામા આવશે.પોલીસ દ્વારા હોસ્પિટલમાં જઈ મહિલાઓના નિવેદન લેવામા આવ્યા હતા અને ફરિયાદ લેવા માટે તજવીજ શરૂ કરવામા આવી હોવાનું જાણવા મળ્યું છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.