તમાકુને કહો ના જીવનને કહો હા : તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા પોરબંદર

૩૧મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા પોરબંદર દ્રારા તમાકુનુ સેવન ન કરવા લોકોને કરાઇ અપીલ

પોરબંદર તા.૩૧, ૩૧મી મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિતે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ આરોગ્ય શાખા પોરબંદર દ્રારા પોરબંદર જિલ્લાની જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે, તમાકુના સેવનથી થતાં પ્રાણધાતક રોગ જેવા કે, મોઢાના કેન્સર, ફેફસાના રોગ, ટી.બી, અસ્થમા, હદયરોગ વગેરે  રોગ થાય છે. જેને કારણે દર વર્ષે ભારતમાં ૧૦ લાખથી વધુ લોકોનું મૃત્યુ થાય છે. આવા રોગોથી બચવા તમાકુનું સેવન આજે જ છોડીએ. હાલમાં વિશ્વ નોવેલ  કોરોના વાયરસ COVID-19 નાં સંક્રમણથી પ્રભાવીત છે. તેમજ જાહેરમાં થૂકવાથી પણ COVI-19 નો ફેલાવો થાય છે. જેથી જાહેરમાં થૂકવું નહીં તથા રોજીંદા સમયમાં માસ્કનો ઉપયોગ કરવો તેમજ જાહેરમાં છીંક/ઉધરસ ખાતી વખતે મો આડો રૂમાલ રાખવો તેમજ હાથ મિલાવવા નહીં અને નમસ્તે દ્રારા અભિવાદન કરવું, તો ચાલો સૌ સાથે મળી આવનાર સમયમાં તમાકુના વ્યસનથી થનારા મૃત્યુ અટકાવીએ તેમજ કોરોના વાઇરસથી બચીએ અને સાવચેત રહી આરોગ્યમય જીવન જીવવાનો સંકલ્પ લઇએ. તમાકુને કહો ના જીવનને કહો હા. આ પ્રકારની જાગૃતિ લોકોમાં આવે તે માટે સમજણ આપવામાં આવી રહી છે.

પોરબંદર જિલ્લામાં પૂર્ણા દિવસની ઉજવણી અંતર્ગત કિશોરીઓએ વેસ્ટમાથી બેસ્ટ વસ્તુ બનાવી

પોરબંદર તા.૩૧દરેક આંગણવાડી કેન્દ્રમા ચોથા મંગળવારના રોજ મંગળ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત ૨૫ મે ના રોજ  પોરબંદર જિલ્લામાં પૂર્ણા દિવસની ઉજવણી કરવામા આવી હતી. જેમા વેસ્ટમાથી બેસ્ટ સ્પર્ધામાં પોરબંદર જિલ્લાની કિશોરીઓએ ભાગ લીધો હતો. રાણાવાવ તાલુકાની આંગણવાડી કેન્દ્રોની કિશોરીઓએ પ્રથમ અને તૃતિય નંબર મેળવ્યો હતો.

૧૧ થી ૧૮ વર્ષની SAG PURNA શાળાએ જતી અને શાળાએ ન જતી કિશોરીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવવા અંગેની હરિફાઈ યોજાય હતી. જેમાં જિલ્લાની કિશોરીઓએ વેસ્ટમાથી બેસ્ટ બનાવીને હરીફાઇમાં ભાગ લીધો હતો. હરિફાઇમાં આંગણવાડી કેન્દ્ર આદિત્યાના-૧ અને રાણાવાવ-૧૨ ની કિશોરીએ બનાવેલ વેસ્ટમાથી બેસ્ટ વસ્તુને પ્રથમ અને તૃતીય નંબર આપવામાં આવ્યો હતો.

વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણી અંતર્ગત પોરબંદરમા બાળકોને આરોગ્યલક્ષી માર્ગદર્શન અપાયુ

પોરબંદર તા.૩૧આજ તા.૩૧ મે વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગ રૂપે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પોરબંદરજિલ્લા ક્ષય અધિકારી તેમજ જે.સી.આઇ અને રોટરી ક્લબ ઓફ પોરબંદરના સંકલન અને માર્ગદર્શન સાથે જિલ્લા ક્ષય કેન્દ્ર પોરબંદર ખાતે બાળકોને તમાકુ અને ટી.બી વિશે લોકોમાં જાગૃતિ આવે અને વિશ્વ તમાકુ નિષેધ દિનની ઉજવણીના ભાગ રૂપે બાળકો સાથે જ્ઞાન સાથે ગમ્મત થાય તે રીતે આરોગ્ય લક્ષી સાપ સીડીની રમતનું આયોજન કરાયુ હતુ.

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.