ગુજરાતના આરોગ્યમાં નિષ્ફળ કોણ, કોની જશે ખુરશી ?

કાયદો અને આરોગ્યમાં નિષ્ફળ રૂપાણીના સ્થાને કોણ ? રૂપાણી- પાટીલ વચ્ચે સત્તાનું યુધ્ધ શરૂઆતથી ચાલે છે
ગાંધીનગર 26 મે 2021

ઉપરથી મોદીએ અનેક ગુનામાં આરોપી એવા ભાજપના પ્રમુખ પદે ચંદ્રકાંત પાટીલને ઠોકી બેસાડયા હોવાથી ગુજરાત ભાજપમાં આંતરિક લડાઈ ઘણાં સમયથી ચાલી રહી છે.

કોરોના રોગચાળાને કાબુમાં લેવામાં નિષ્ફળ રહેલાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને હઠાવીને હવે પાટીલને મુખ્ય પ્રધાન બનાવવા દિલ્હીના નેતાઓ યોજના પર કામ કરી રહ્યા છે.

સરકાર કરતાં સંગઠને કોરોનામાં સારૂં કામ કર્યું છે એવો દેખાડો કરીને ખેલ પાડી લેવામાં આવશે.

નિષ્ફળતાનો ટોપલો મુખ્યપ્રધાન વિજય રૂપાણીના માથે ઢોળવા ખુદ ભાજપ પ્રદેશ પ્રખુખ સી.આર.પાટીલ પાછલા બારણે સક્રિય થયા છે. સરકાર કરતાં સંગઠન વધુ કાર્યશીલ છે અને લોકોના પડખે છે તેવો દેખાડો કરવા કમલમમાંથી ધૂમ પ્રયાસો થઇ રહ્યાં છે. માત્ર સી.આર.પાટીલ જ નહીં, પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ વિજય રૂપાણની રાજકીય બદનામી થાય તેવી મહેચ્છા ધરાવે છે.

કોરોનાની બીજી લહેર ગુજરાત માટે ઘાતક પુરવાર બની રહી છે. આરોગ્યની સેવાઓ એટલી હદે ખોરવાઇ હતી કે, હોસ્પિટલોમાં દર્દીઓને પથારી સુધૃધાં મળતી ન હતી.એમ્બ્યુલન્સમાં જ દર્દીની સારવાર આપવી પડતી હતી.રેમડેસિવીર ઇન્જેકશન અને ઓક્સિજન સિલિન્ડર મેળવવા લોકોને ફાફાં મારવા પડતા હતાં. બેડ અને સારવારના અભાવે કેટલાંક દર્દીઓએ જીવ ગુમાવવા પડયાં છે.

પહેલા મુખ્યમંત્રી, પક્ષ પ્રમુખ અને હવે નિતીન પટેલને કોરોના થઈ ગયો છે.

સી.આર.પાટીલ પણ રૂપાણી સરકારની બદનામી થાય તેવી રાજકીય મહેચ્છા ધરાવે છે. પાટીલે કમલમમાંથી સમાંતર સરકાર ચાલતી હોય તેવો પ્રયાસ કર્યો છે. એટલું જ નહીં, રેમડેસેવિર ઇન્જેકશનનુ વિતરણ કરીને આડકતરી રીતે એવો સંદેશો વહેતો કર્યો કે, ભાજપ લોકોને પડખે છે.

ઇન્જેકશનને લઇને સરકારની કોઇ વ્યવસ્થા જ નથી. રાજકીય પ્રસિધૃધી મેળવવામાં કઇ કસર છોડી નથી. ભાજપ આઇટી અને મિડિયા સેલ અને પ્રવક્તાઓ પણ રૂપાણીની નહી પણ પાટીલની પ્રસિધૃધીમાં વ્યસ્ત બન્યાં છે.

સી.આર.પાટીલ અને નીતિન પટેલ બંને વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદેથી હટાવાય તેની લાળ ટપકાવીને બેઠાં છે.

પોલીસે લોકડાઉન અને પ્રજા પર દંડનો દમન કરતાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને પ્રદીપ જાડેજા હસ્તકના ગૃહ વિભાગની પોલીસ સામે ભારે રોષ ફેલાયો છે. આ કારણે પ્રજા પણ રૂપાણીને ઈચ્છતી નથી. 2022ની ચૂંટણીમાં EVM પધ્ધતિ બંધ કરવાની માંગ પ્રજામાં બળવત્તર બની છે. કારણ કે મોટાભાગની પ્રજા કહે છે કે 2017 માં તેમણે રૂપાણી માટે મત આપ્યો ન હતો તો કેમ ભાજપની સરકાર બની ? આ લાગણીથી દિલ્હી પણ હલબલી ગયું છે. તેથી આનંદીબેન પટેલની જેમ રૂપાણીનો ઘડોલાડવો કરવા સોગઠાંબાજી ચાલી રહી છે..

નવા મુખ્ય પ્રધાન તરીકે ચંદ્રકાન્ત પાટીલ અથવા નિતિન પટેલને મૂકવાથી શું સ્થિતિ થાય તેની સમિક્ષા ભાજપની ભગીની સંસ્થાઓ કરી રહી છે.