અખબારો શા માટે લેખકોને હાથા બનાવીને લોકોની વચ્ચે જાતી વૈમનસ્ય ફેલાવે ?

વાત છે તાજેતરમાં “સંદેશ” અખબારમાં “દૂધનું દૂધ અને પાણીનું પાણી” કોલમમાં રમેશભાઈ ઓઝાના (અત્રે ઉલ્લેખનીય છે કે આ લેખક મુંબઈ ખાતે રહે છે અને તેનાથી આ ઓઝા ના ભળતા સળતા નામ સાથે કોઈએ મુલવણી કરવી નહી)  એક લેખની, લેખ વાંચતા જ સમજાય જાય કે લેખ અપૂરતો, અયોગ્ય અને બેજવાબદાર છે તેમ છતાં એના લેખકનું રુપકડું નામ આપીને એને ઠીક ૧૪ એપ્રિલના બેત્રણ દિવસ બાદ પ્રસિદ્ધ કરવામાં આવે. આ અંગે માન્યવર શ્રી ડોક્ટર બાબાસાહેબના બધા જ લેખને વાંચવાની સાથે પ્રસિદ્ધ પણ કરનાર લેખક શ્રી કૌશિકભાઈ પરમારે આ લેખ અમોને મોકલ્યો છે અને અમોએ પણ તેની આ લાગણીને “દૂધનું દૂધ અને પાણીનું પાણી” કરવા અત્રે અક્ષરસ પ્રસિદ્ધ કર્યો છે
રમેશભાઈ ઓઝાને હાથો બનાવીને ડૉ. બાબાસાહેબ વિરુદ્ધ મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ખરેખર મૂળ સમસ્યા ગુજરાતના સવર્ણ હિંદુ છાપાના માલિકો અને તંત્રીઓ છે. ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર અને સંદેશ તેમાં મુખ્ય છે. જે વખતોવખત ડૉ. બાબાસાહેબ આંબેડકર, આરક્ષણ, એટ્રોસિટી વિરુદ્ધ ઝેર ઓકતા રહે છે અને પોતાની જાતિવાદી માનસિકતાનું પ્રદર્શન કરતાં રહે છે.
આ પહેલા ભૂતકાળમાં નગીનદાસ સંઘવી, સંજય વોરા જેવા સવર્ણ હિંદુઓને હાથા તરીકે ઉપયોગ કરી વિવાદાસ્પદ લખાણો, સવર્ણ હિંદુ મીડિયામાં છાપવામાં આવેલ છે. ભવિષ્યમાં પણ સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર જેવા સવર્ણ હિંદુ મીડિયા આવી ચેષ્ઠાઓ ચાલુ જ રાખશે. કારણ કે અન્ય જાતિઓ પ્રત્યે ઘૃણા કરવી, નીચા દેખાડવું, અન્ય જાતિઓના મહાપુરુષોના કાર્યોનું અવમૂલ્યન કરવું, એ એમના લોહીમાં છે. તેમનો ધર્મના નામે અધર્મ, જાતિ અનેં વર્ણ આધારિત ભેદભાવ શીખવાડે છે અને આ જાતિવાદી ભેદભાવનો ધંધો તેઓ સદીઓથી કરતા આવ્યા છે. અન્ય સમાજના મહાપુરુષોના કાર્યો, યોગદાન, વિચારોનું અવમૂલ્યન કરવું એ એમનો નિત્યક્રમ છે. જેમ કે, બિરસા મુંડા, ગૌતમ બુદ્ધ, તંત્યાં મામા, પેરિયાર રામાસામી, બહેન કુ. માયાવતી, ઝલકારીબાઈ કોળી, વિગેરે વિગેરે કેટલાય દલિત, આદિવાસી, ઓબીસી મહાપુરુષોને તમે લોકોએ ક્યારેય મહત્વ આપ્યું નથી.
દર ૧૪ એપ્રિલ અને ૬ ડિસેમ્બરના આસપાસના દિવસોમાં આવા સવર્ણ હિંદુઓને અચૂક “ચૂક” ઉપડે છે અને પોતાની જાતિવાદી માનસીકતાનું પ્રદર્શન કકરે છે. આ લોકો પોતાના કાગને વાઘ બનાવવા સદીઓથી પ્રયત્નશીલ છે. આ વખતે B.N RAO અને કનૈયાલાલ મુનશીના ઓઠા હેઠળ પોતાની જાતિવાદી માનસીકતાનું પ્રદર્શન કર્યું છે. GSTV એ ૧૪ મી એપ્રિલે સારંગપુર, અમદાવાદ ખાતે પોતાની જાતિવાદી માનસિકતા બતાવી હતી. ત્રણ વર્ષ પહેલાં ૨૦૧૮માં સંજય વોરાને હાથો બનાવીને દિવ્ય ભાસ્કરે પણ પોતાની જાતિવાદી માનસિકતાનું પ્રદર્શન કર્યું હતું. અને તેના જવાબ રૂપે આર્ટિકલ અને એક પુસ્તક પણ “શરૂઆત પબ્લિકેશન” દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. જેનું નામ છે, “બંધારણના એકમાત્ર ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર” લેખક : ડૉ. અમિત પી. જ્યોતિકર
આ પુસ્તક છપાયા બાદ ગુજરાતના ઘણા બધા સવર્ણ હિંદુ લેખકોને ધરપત થઈ હતી અને ડૉ. બાબાસાહેબ વિશે એલફેલ લખવાનું બંધ કર્યું હતું. એટલે આ વખતે બાબાસાહેબના કાર્યોનું અવમૂલ્યમ કરવા માટે છેક મુંબઈથી લેખક લાવવા પડ્યા છે. રમેશ ઓઝા મુંબઈ રહે છે અને અહીં ગુજરાતમાં વાતાવરણ ડહોળવા પ્રયત્ન કરે છે.
આ તો થઈ ગુજરાતના સવર્ણ હિંદુ છાપાઓ, લેખકો અને તેમની માનસિકતાનો વાત. હવે બી.એન.રાવની પણ વાત કરી લઈએ.
  • બી. એન. રાવ એક સનદી અધિકારી હતા. અને અધિકારી તરીકે તેમને જે જવાબદારી આપવામાં આવી તે જવાબદારી તેમણે સ્વીકારવી પડે. તેમાં પસંદગી, નપસંદગીનો સવાલ જ પેદા નથી થતો. એ નોકરી કરતા હતા અને નોકરીના ભાગ રૂપે તેમને ભાગે જે કામ આપ્યું તે તેમણે કર્યું.
  • ડૉ. બાબાસાહેબની અધ્યક્ષતામાં ડ્રાફટિંગ કમિટીમાં ૭ સભ્યો હતા. જેમાં બી. એન. રાવ નોહતા. એ સરકાર તરફથી સનદી અધિકારી હતા. આજે તમે મોદી સરકારની કોઈ પોલિસીની, કામની ક્રેડિટ મોદીને આપો છો કે સનદી અધિકારીને? તમારો સવર્ણ હિંદુ મોટો દેખાડવા મનફાવે તેમ, મનફાવે તેને ક્રેડિટ આપવાની?
  • બી એન રાવ 1910 થી 1944 સુધી વફાદારી પૂર્વક કોની નોકરી કરતા હતા ?
  • બી. એન. રાવમાં સર લગાડવાનું તમે કેમ ભૂલી જાવ છો? સર બી એન રાવને ‘સર’નો ખિતાબ અંગ્રેજોએ કઈ દેશભક્તિ બદલ આપ્યો હતો ?
  • એન. અનંતશાયનમ આયંગરે (તમારો હિંદુ બ્રાહ્મણ) કહ્યું હતું કે, *”અધિકારી ગમે તેટલો કુશળ હોય તો પણ તેમના કે તેના કાર્યાલય ઉપર આવું મહત્વનું કાર્ય સોંપાય નહીં. આ કોઈ સાધારણ કાયદો નથી. આ તો રાષ્ટ્રનું બંધારણ ઘડવાની બાબત છે.”
  • તો શું તમે એમ કહેશો કે આ તમારા હિંદુ બ્રાહ્મણ ખોટાં? આ હિંદુ બ્રાહ્મણ અનંતશયનમ આયંગર પોતે ડ્રાફટિંગ કમિટીમાં સભ્ય હતા.
  • સર બી એન રાવને કઈ વફાદારીના શિરપાવ તરીકે કલકત્તા હાઈકોર્ટના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા?
  • સાયમન કમિશન જેનો વિરોધ સમગ્ર દેશમાં થયો હતો એની સંપૂર્ણ નાણાકીય વ્યવસ્થા સર બી એન રાવે કોની વફાદારી દર્શાવવા માટે કરી હતી ?
  • સર બી એન રાવ સંવિધાન સભાના સદસ્ય કદી હતા જ નહીં એ લખવાનું કેમ ભૂલી જવાયું છે ?
  • સર બી એન રાવને સંવિધાન સભાના સલાહકાર તરીકે નિમણૂંક એમની કઈ અને કોની વફાદારીના શિરપાવ તરીકે કરવામાં આવી હતી ?
તમે જયારે કોઈનો મોટો કરવા માટે લખાણો લખો તો પુરા લખો. નહીં તો અમે આંબેડકરના અનુયાયીઓ તેને અને તમને પુરા કરી દઈશું. અધૂરા તથ્યો મૂકીને દેશને ગુમરાહ કરવાનું જે સદીયોથી તમે લોકો પાપ કરો છો એ હવે બંધ કરવું જોઈએ.
હવે વાત કરીએ કનૈયાલાલ મુનશીની.
  • કનૈયાલાલ મુન્શી ડ્રાફટિંગ કમિટીના 7 સભ્યોમાંથી એક સભ્ય હતા. તેઓ ટોટલ 44 બેઠકોમાંથી 18માં ગેરહાજર હતા. કારણ કે તેઓ દેશી રાજ્યોના વિલીનીકરણમાં વ્યસ્ત હતા. એ તેમની પ્રાથમિકતા હતી.
  • બીજા સભ્યોમાં ઇમામ હુસેન અને બિજેન્દ્રલાલ મિત્તલ 44 માંથી 43 બેઠકોમાં ગેરહાજર, મૌલાના મહંમદ સાદુલ્લા 44માંથી 43માં ગેરહાજર, દેવીપ્રસાદ ખેતાન 44માંથી 41 માં ગેરહાજર, એન. માધવરાવ 25માં હાજર. ગોપાલ સ્વામી આયંગર 16 બેઠકોમાં હાજર. આમ, મોટેભાગે બધું કામ ડૉ. બાબાસાહેબ આંબેડકરના માથે જ હતું.
  • તમારા પ્રિય સવર્ણ હિંદુ સર બી, એન. રાવ અને કનૈયાલાલ મુન્શીનું બંધારણમાં યોગદાન એટલું મોટું નથી કે તમે એમને આગળ કરીને ડૉ. બાબાસાહેબ આંબેડકર પર હુમલો કરો. બાબાસાહેબ બંધારણના એકમાત્ર ઘડવૈયા છે અને હંમેશા રહેશે જ.
ડૉ. બાબાસાહેબ આંબડકર એકલાને જ બંધારણના ઘડવૈયા કેમ કહેવાય છે?
પુસ્તકના લેખક ડૉ. અમિત પી. જ્યોતિકાર લખે છે કે,
  • ”તા. 27 ઓક્ટોબર 1947ની બેઠકમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદના પાત્રને રજૂ કરવામાં આવ્યો. જેમાં કાચો મુસદ્દો ડિસેમ્બરમાં મળનાર બંધારણ સભામાં રજૂ કરવો. પરંતુ મુસદ્દા (ડ્રાફટીંગ) કમિટીએ આ મુસદ્દો બંધારણ સભામાં મુકવા યોગય નથી તેઓ સર્વાનુમતે નિર્ણય કર્યો.
  • બંધારણીય મુસદ્દા સમિતિની ઓફિસ દ્વારા રાવના માર્ગદર્શન હેઠળ તૈયાર થયું તે કાચો મુસદ્દો (rough draft) હતો. તે બંધારણ નહોતું. જયારે ડૉ. આંબેડકર પ્રજાની નાડપારખુ નેતા હતા. પરિણામે ભારતના બંધારણનું સર્જન કરવાની સઘળી જવાબદારી ડૉ. આંબેડકરના શિરે હતી.”
પુસ્તક : બંધારણના એકમાત્ર ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર (શરૂઆત પબ્લિકેશન)
બંધારણ સભાની એક એક કલમ, પૂર્ણ વિરામ, અલ્પ વિરામ પર ચર્ચા થઈ હતી. અને દરેકના પ્રશ્નો, સૂચનો બાદ સૌથી છેલ્લે જવાબ ડૉ. બાબાસાહેબ આંબેડકર આપતા હતા. તેમના ખુલાસા બાદ, અધ્યક્ષ કોઈને પણ બોલવાની છૂટ આપતા નોહતા. આ હકીકત છે.
ડૉ. આંબેડકરના બંધારણના ઘડતરમાં પ્રચંડ પુરુષાર્થની ભારોભાર પ્રસંશા કરતા બંધારણસભાના સભ્યોએ બાબાસાહેબના વખાણ કર્યા હતા. જેમાંના કેટલાંક અવતરણો નીચે મુજબ છે.
  • કેશવરાવ જેધે : બંધારણને ભીમસ્મૃતિ કહેવું જોઈએ.
  • શેઠ ગોવિંદદાસ : ડૉ. આંબેડકર આધુનિક મનુ
  • મહાવીર ત્યાગી : કોન્ક્રીત પિક્ચર પ્રસ્તુતકર્તા મહાન ચિત્રકાર
  • કાઝી કામરુદ્દીન સૈયદ : criteria of clarity and precision
  • શંકરરાવ દેવ : વિશ્વ બંધારણ નિષ્ણાતોએ સ્વીકારવું પડે તેવું
  • સૈયદ મહમદ સદુલા : નંદનવન નિર્માણ કરે તેવું
  • એમ. એમ. ઘોષ : આર્ષદ્રષ્ટા, ઋષિ
  • પટ્ટાભી સીતા રામૈયા : સર્વસમાવેશક સંવિધાનના સર્જક
  • શ્યામનંદન સહાય : સમગ્ર ભારત તેમનું કૃતજ્ઞ વિગેરે, આમ, બંધારણ ઘડાઈ ગયા બાદ સૌએ ડૉ. આંબેડકરને અભિનંદન આપ્યા હતા, બી. એન. રાવને નહિ. એ પણ સંવિધાન સભાની ડિબેટના વોલ્યુમમાં અંકિત છે.
તમે સવર્ણ હિંદુઓ બીજાની ક્રેડિટ ખાઈ શકો પણ અમે નહિ. જે જેટલું સન્માનને પાત્ર છે તેને તેટલું સન્માન આપવામાં અમે માનીએ છીએ અને એટલે જ ડૉ. બાબાસાહેબ આંબેડકરના સંવિધાન સભાના છેલ્લા ભાષણમાં તેમણે બધાનો આભાર માન્યો છે. ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહેલું કે, ”મને આપવામાં આવેલ શ્રેય ખરેખર મારુ નથી. અંશતઃ તે બંધારણસભાના બંધારણીય સલાહકાર સર બી.એન.રાવને જાય છે. તેમણે મુસદ્દા સમિતિની વિચારણા માટે કાચો મુસદ્દો તૈયાર કર્યો હતો. શ્રેયનો એક ભાગ મુસદ્દા સમિતિના સભ્યોને જવો જોઈએ, શ્રેયનો મોટો ભાગ બંધારણના મુખ્ય મુસદ્દા લેખક શ્રી એચ. એન. મુખરજીને જવો જોઈએ, શ્રી મુખરજી હેઠળ કામ કરનાર સ્ટાફના સભ્યોનો ઉલ્લેખ કરવાનું મારે ચૂકવું જોઈએ નહીં. હું જાણું છું કે એમણે કેટલું સખત કામ કર્યું છે અને કેટલી સખત મહેનત કરી છે, ” સંદર્ભ : 25 નવેમ્બર 1949 શુક્રવાર સંવિધાનસભાનું છેલ્લું ભાષણ (બંધારણના એકમાત્ર ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર, લેખક : ડૉ. અમિત પી. જ્યોતીકર)
મતલબ, જે તે વિભાગના સ્ટાફના લોકોને પણ શ્રેય આપવામાં અમારા બાબાસાહેબે કોઈ કસર નોહતી છોડી. તમારી જેમ બીજાઓની ક્રેડિટ પચાવી પાડવાની ચેષ્ઠા નોહતી કરી. કારણ કે બાબાસાહેબ તમારી જેમ જાતિવાદી હિંદુ નોહતા. આજે પણ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટના જજો, સિનિયર વકીલો જ્યારે કોઈ ગૂંચવાડો ઉભો થાય તો ડૉ. બાબાસાહેબ આંબેડકરનો મત શુ હતો? એ જુએ છે. તમારા રાવનો નહિ.
તમે લખ્યું કે “કદર કરવા યોગ્ય માણસની જાણતા હોવા છતાં કદર ના કરવી એ ખોટું છે.” તો આ ખોટું તમે સદીઓથી ચલાવી રહ્યા છો. આદિવાસી
  • એકલવ્યનો અંગુઠો કાપ્યો
  • ઓબીસી કર્ણ પ્રતિભાવાન હોવા છતાં જિંદગીભર તેને અપમાનિત કર્યા,
  • ઓબીસી શંબુકની રામના હાથે હત્યા કરાવનાર તમારા જેવો જાતિવાદી ભ્રાહ્મણ જ હતો.
  • ઓબીસી પેરિયારને અપમાનિત કર્યા,
  • ઓબીસી જોતિરાવ ફુલેને અપમાનિત કર્યા અને તેમની પત્ની પર કીચડ ફેંક્યો,
  • ઓબીસી શિવાજી મહારાજનાં રાજ્યાભિષેકમાં કોણે રોડા નાંખ્યા હતા?
આ તો માન્યવર કાંશીરામ આવ્યા અને બાબાસાહેબને લોકો સુધી પહોંચાડ્યા બાકી કોંગ્રેસ સાથે મળીને તમારા જેવા સવર્ણ હિંદુઓએ ડૉ. બાબાસાહેબનું કાર્ય, યોગદાન, વિચારો ખતમ કરવામાં કાંઇ બાકી નોહતું રાખ્યું. અને એટલે જ તમે તમારા સવર્ણ હિંદુઓને “ભારતરત્ન” ધડાધડ વહેંચી દો છો જ્યારે ડૉ. બાબાસાહેબ આંબેડકરને છેક ૧૯૯૦ માં ભારતરત્ન આપ્યો. આમ, વધુ એક જાતિવાદનો પુરાવો તમે ઇતિહાસના પાને લખતા ગયા છો.
કોંગ્રેસના શાસનમાં કોઈ સવર્ણ હિંદુ નેતા મરે તો તેના નામે યુનિવર્સીટી, ભવનોનું નિર્માણ કરવામાં આવતું, જ્યારે ડૉ. બાબાસાહેબના નામે યુનિવર્સીટી કરવા માટે 3 દાયકા જેટલી લાંબી લડત ચલાવવી પડી હતી. ગુજરાત વિધાનસભામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું તૈલીચિત્ર મુકાવવા પણ લડત ચલાવવી પડી હતી.
મતલબ સ્પષ્ટ છે, તમે સવર્ણ હિંદુઓ કદર કરવા યોગ્ય માણસ જાણતા હોવા છતાં, ફક્ત અને ફક્ત જાતિ જોઈને અવગણના કરો છો, ભેદભાવ કરો છો, જાતિવાદ કરો છો. જાતિવાદ તમારા લોહીમાં છે જે તમારા ધર્મના નામે અધર્મ ગ્રથોમાંથી ઉતરી આવ્યો છે.
સવર્ણ હિંદુ રમેશ ઓઝા, અને ગુજરાતના સવર્ણ હિંદુ છાપાઓ,
આવનાર ૬ ડિસેમ્બર પર તમે ફરી તમારી નીચતા, જાતિવાદનું પ્રદર્શન કરજો અને અમે ફરીથી તમને મુહતોડ જવાબ આપીશું.
ડૉ. બાબાસાહેબ આંબેડકરે કહેલું, “ભારતનો ઇતિહાસ એ બીજું કાંઈ નહિ પણ ભ્રાહ્મણવાદ અને બુદ્ધના ધમમ વચ્ચેની લડાઈ (સંઘર્ષ) નો ઇતિહાસ છે.” અને આ લડાઈ ચાલુ રહેશે. તમે હજારો વર્ષોથી નથી સુધર્યા, હવે શું સુધારવાના !!?
કૌશિક શરૂઆત “બંધારણના એકમાત્ર ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર” પુસ્તક મંગાવવાની લિંક.
સંકલન : એબીટુન્યુઝ, સોર્સ : કૌશિકભાઈ પરમાર
આ એ લેખ જેનાથી સત્ય જાણનારા તમામની લાગણી ચોક્કસ દુભાય