વિખ્યાત હાસ્ય કલાકાર દિગ્દર્શક,અભિનેતા,કંપોઝર,સંગીતકાર Charly નો જન્મદિવસ

મિત્તલ ખેતાણી
(૯૮૨૪૨ ૨૧૯૯૯)

સર ચાર્લ્સ સ્પેન્સર ચૅપ્લિન  નો જન્મ 16 એપ્રિલ, 1889 ઈંગ્લેન્ડના પાટનગર લંડનમાં વોલ્વર્થમાં આવેલી ઈસ્ટ સ્ટ્રીટમાં થયો હતો તે એક અંગ્રેજી હાસ્ય કલાકાર અને ફિલ્મ દિગ્દર્શક હતા. ચૅપ્લિન અમેરિકન સિનેમાના ક્લાસિકલ હોલિવૂડ યૂગના આરંભ અને મધ્ય યુગના જાણીતા અભિનેતા, નોંધપાત્ર ફિલ્મ નિર્માતા, કંપોઝર અને સંગીતકાર પણ હતા. મુંગી ફિલ્મોના યુગમાં ચૅપ્લિન એક મહાન અને વગ ધરાવતા કલાકાર હતા. તેમણે ફિલ્મોમાં 75 વર્ષ સુધી કામ કર્યું હતું જેમાં યુકેમાં બાળ કલાકાર તરીકે વિક્ટોરીયન સ્ટેજ અને સંગીત હોલમાં કરેલું કામ અને 88 વર્ષની વયે અવસાન પામ્યા ત્યાં સુધીના કામોનો સમાવેશ થાય છે. તેમની હાઈપ્રોફાઈલ જાહેર અને અંગત જીંદગી ઘણી જ વિવાદિત રહી છે. મેરી પિકફોર્ડ, ડગ્લાસ ફેરબેન્કસ અને ડી. ડબલ્યુ. ગ્રિફીથ , અને ચૅપ્લિને સંયુક્ત રીતે યુનાઈટેડ આર્ટીસ્ટની 1919માં સ્થાપના કરી હતી.

ચૅપ્લિન: અ લાઈફ (2008), પુસ્તકની સમિક્ષા કરતા માર્ટિન શિફે લખ્યું હતું કે ” ચૅપ્લિન માત્ર ‘મોટા’, ન હતા પરંતુ એક મહાસાગર હતા. 1915માં, વિશ્વયુદ્ધના આરંભે ઉભેલા વિશ્વને તેમણે હાસ્યની ભેટ આપી. જ્યારે વિશ્વ પોતાને પહેલા વિશ્વ યુદ્ધને કારણે હાસ્યની અને રાહતની જરૂર હતી ત્યારે તેમણે આ અમુલ્ય ભેટ આપી. આ બાદ 25 વર્ષ સુધી અને મહામંદી અને હિટલરના ઉદય સુધી તેઓ આ કાર્ય કરતા રહ્યા હતા. તેમના પિતા ગાયક અને અભિનેતા હતા તો તેમની માતા પણ ગાયક અને અભિનેત્રી હતી. ચાર્લી જ્યારે ત્રણ વર્ષનો હતો ત્યારે તેઓ જુદા પડ્યા હતા.ચાર્લી ગીત ગાવાનું પોતાના માતાપિતા પાસેથી શીખ્યો હતો. જ્યારે ચૅપ્લિનની માતાએ ગાવાનું શરૂ કર્યું ત્યારે તેની કંગાળ સ્થિતિનો અંત આવ્યો હતો. હેન્નાહ માટે 1894 તે એલ્ડેરશોટ ખાતે આવેલા ધ કેન્ટિન , થિયેટરમાં ગાતી હતી ત્યારે પ્રથમ કટોકટી આવી હતી ત્યારે દરમિયાન પાંચ વર્ષનો ચૅપ્લિન સ્ટેજ પર એકલો જ પહોંચી ગયો અને તે સમયનું પ્રખ્યાત ગીત “જેક જોન્સ” ગાવા લાગ્યો.

આ તેમની પ્રગતિની શરૂઆત હતી. 1960 બાદ તેમની તબિયત બગડવા માંડી હતી. તેમની અંતિમ ફિલ્મ અ કાઉન્ટેસ ફ્રોમ હોંગકોંગ પૂરી કર્યા બાદ અને 1972માં એકેડેમી એવોર્ડ મેળવ્યા બાદ તબિયત વધુને વધુ બગડતી ચાલી.1977માં તબિયત એટલી ખરાબ થઈ કે તેઓ વાતચીત કરી શકતા ન હતા અને વ્હિલચેરમાં ફરવું પડતું હતું. તેઓ પોતાના સ્વિત્ઝલેન્ડના વેવેય ખાતે આવેલા નિવાસ્થાને 25 ડિસેમ્બર 1977માં ઉંઘમાં મૃત્યુ પામ્યાં.  તેમને સ્વિત્ઝલેન્ડના વેડમાં આવેલા કબ્રસ્તાન કોર્સિયર-સૂરવેવેયમાં દફનાવવામાં આવ્યા હતા. 1 માર્ચ 1978ના રોજ તેમના મૃતદેહની કેટલાક સ્વીસ મિકેનિક દ્વારા ચોરી કરવામાં આવી જેથી ચૅપ્લિનના કુટુંબીજનો પાસેથી તેના બદલે નાણા મેળવી શકાય. પરંતુ કાવતરૂં નિષ્ફળ રહ્યું હતું અને તેમના મૃતદેહને 11 અઠવાડિયા બાદ લેક જીનિવા નજીક દફનાવવામાં આવ્યો હતો. તેમના મૃતદેહને વધુ ચોરી થતો અટકાવવા માટે 2 મીટર કોન્ક્રીટ નીચે દફનાવવામાં આવ્યો હતો.

વર્તમાન સમયમાં કરોના જયારે શારીરિકની સાથે સાથે માનસિક બીમારી થતી જાય છે ત્યારે બધાએ આ પ્રકારના હળવા, કોમિક સીરીયલો કે ફિલ્મો જોવા જોઈએ. ચેપ્લીન કહે છે કે એ દિવસ સાવ નકામો નીવડે છે જે દિવસે આપણે બે ઘડી હસ્યા પણ નથી હોતા. હસવું એ માનસિક શાંતિ પ્રદાન કરનારું છે. શરીર સ્વસ્થ રાખનારુ છે. જેમ 1915નાં યુદ્ધનાં કપરા કાળમાં ચાર્લીની મૂંગી હાસ્ય ફિલ્મો ને કારણે હકારાત્મકતા જળવાય રહી તેમ આ સમયમાં પણ કરોના ને લગતા જરૂરી પગલા તો લેવા જ જોઈએ પણ સાથે સાથે તેમની હળવા, કોમિક સીરીયલો કે ફિલ્મો પણ જોવી જોઈએ તે દ્વારા પોતાના માનસિક સ્વાસસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.