સબંધોની મધુરતા અને સંબંધો

અનેક સમસ્યાનું મુળ છે વિકૃત સ્વભાવ અને સમજદારીનો અભાવ ..

આ ખામીને મોટાભાગના લોકો પોતાની સ્વતંત્રતા અને આઝાદી સાથે જોડીને દંભપૂર્વક જીવન વિતાવે છે, અગાઉના લોકો આસપાસ અથવા પાસપાસમાં રહેતા હોવાથી સંતાનોની સગાઈ કુટુંબ, મોસાળ, ભણતર અને આવડત જોઈને નક્કી કરતાં..

હાલમાં તો, કઈ ચેનલો જુએ છે ? શું વાંચે વિચારે છે? જાતિ કોમ ધર્મની નફરત માન્યતા રૂઢિચુસ્તતામાં જીવે છે કે કેમ ? કોને ફોલો કરે છે ? તેની ડિગ્રી સાચું ભણી અને મહેનતની છે કે બાપાના રૂપિયે ખાનગી દુકાનમાંથી ઉંચી ફી આપી ખરીદી છે ? નોકરી પણ કાબેલિયતથી મળી છે ? કે એમાં મુલ્યો સાથે શારીરીક બાંધછોડ પણ સ્વીકારી છે ? આ માત્ર આજના કેટલાક યુવક કે યુવતીઓનો પ્રશ્ન નથી

દેશમાં રહે કે વિદેશમાં રહે ?ઓછું કમાય કે વધારે. બંગલો હોય કે વન રૂમ, ગાડી હોય કે બાઈક, ગામમાં જીવે કે શહેર માં..વ્યક્તિ ગમે ત્યાં જાય. જીંદગીનું સાચું સુખ પાત્રોના સ્વભાવ અને સમજદારી પર ટકેલું છે. મહેનતી સ્વભાવ, પરપીડામાં સંવેદના, કપટ રહિત વ્યક્તિત્વ, ખુદ પર આત્મવિશ્વાસ, સારી સંગત, ક્વોલીટી વાંચન, સાચી જાણકારી અને સમજદારીથી બનેલી જિંદગી, પ્રમાણમાં સારી સફળતા હોઇ શકે છે.

જિંદગીની સુખાકારી માત્ર પાત્રોના સ્વભાવ પર નિર્ભર છે, મારા એક મિત્ર છે કાનુનવીદ તેને ખૂબ સુખી સંપન્ન ઊંચા હોદ્દા ધરાવતા આઠેક પરિવાર કાનુની સલાહ ઉકેલ માટે મળેલા, સુખાકારી હોવા છતાં જડતા, ગેરસમજ, સ્વભાવની વિકૃતિના કારણે કલ્પી પણ ના શકીએ તેવી રીતે આવા લોકો પિડાતા જોવા મળે છે.

જિંદગીમાં કઈ જ નહિ હોય તો જીવી જવાશે. પરંતુ સ્વભાવમાં વિકૃતી, સમજદારીનો અભાવ, નફરત, ડરપોક, અને શંકાશીલ પાત્રો દર સેકન્ડે તડપીને જીવશે અને પોતાનાને જ દુઃખી કરશે.

see video ….

 

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.